Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત / કોણ છે આ લોકો જે છેલ્લા 30 વર્ષથી લાઈટબીલ નથી ભરતા! DGVCL ના અધિકારીઓ ચેકીંગમાં જાય તો 200 થી વધારે મહિલાઓ કરતી તેમનો પ્રતિકાર, આખરે સુરત ગ્રામ્ય SP અને મહુવા PI ની મદદ થી જટિલ પ્રશ્નનો સુખાકારી અંત આવ્યો, SP અને PI ને સન્માનિત કરાયા

Our Visitor

000112
Total Users : 112
Total views : 213
Who's Online : 0
Views 12980

હાલના આધુનિક સમયમાં પણ જૂની પરંપરાઓ ને વળગી ચાલનારુ એક પંત સુરત ગ્રામ્યના મહુવા તાલુકા ખાતેના વેલણપુર ગામે જોવા મળ્યો છે. આ પંતના લોકો પોતાને સતીપતિ પંતના લોકો ગણાવે છે. અને જયારે ભારતમાં બ્રિટિશરો રાજ કરતા હતા તે સમયથી આ સતિપતી પંતના લોકો પણ મહુવા તાલુકાના વેલણપુર ગામમાં વસવાટ કરતો આવ્યો છે તેવો દાવો સતીપતિ પંતના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. હાલના સમયમાં સરકારના ચાલતા કાયદા અને કાનૂન આ પંતના લોકો નથી જાણતા. ત્યારે ચોકાવનારી વિગત સામે આવી રહી છે કે છેલ્લા 30 વર્ષથી સતીપતિ પંતના લોકોના ઘરમાં વીજ મીટર લાગેલ છે તેમ છતાં આજદિન સુધી એકપણ વ્યક્તિએ લાઈટબીલ ભરેલ નથી.

ઉલ્લેખનીય છે કે જયારે DGVCL (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ) બારડોલી કાર્યક્ષેત્રના અધિકારીઓ અથવા તો કર્મચારીઓ વેલણપુર ગામમાં રહેતા સતીપતિ પંતના ઘરે લાઈટબીલ આપવા જાય કે બિલ ના ભરતા લાઈટ મીટર કાપવા જાય તો ગામની મહિલાઓ મોટી સંખ્યામાં ભેગા થઈને મોટો ભવાડો ઉભો કરે અને DGVCL ના કર્મચારીઓને ભગાડી મુકતા હતા.

ઘટના વિશે વધુ ચોકાવનારી વિગતો જાણવા મળી રહી અનુસાર સુરત ગ્રામ્યમાં મહુવાના વેલણપુર ગામમાં છેલ્લા 30 વર્ષથી સતીપતિ પંતના લોકો લાઈટબીલ નથી ભરતા તેમ છતાં ત્યાંની સ્થાનિક પોલીસ તથા GEB પોલીસ પણ આ ગામમાં ઘુસવાની કોશિશ કરી શક્યા નથી. અને આટલા વર્ષોથી DGVCL કંપની કે સુરત ગ્રામ્ય પોલીસ આ જટિલ સમસ્યાનું સમાધાન કરી શકી ના હતી. આ મામલે DGVCL ના એકસકયુટીવ એન્જીનીયર અંકુરભાઈ પટેલ સાથે ટાઈમ્સ ઓફ અમદાવાદના પત્રકાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ભરૂચ થી બદલી થઈ હું સુરત ગ્રામ્યમાં આવ્યો ત્યારે મારાં ધ્યાનમાં વેલણપુર ગામની આ જટિલ સમસ્યા સામે આવી હતી. અને ત્યારબાદ હું સતત આ ગામમાં જઈ સતીપતિ પંતના 700 થી 800 માણસોનું કાઉન્સલિંગ કર્યું હતું. પરંતુ કાઉન્સલિંગ દરમ્યાન અમુક ચોકાવનારી વિગતો સાપડી હતી. જેમાં આ ગામના લોકોનું કહેવું છે કે આ સતીપતિ પંતનું ગામ છે અમે આઝાદીના પહેલાથીજ અહીંયા વસવાટ કરતા આવ્યા છે. જયારે બ્રિટિશરો અહીંયા રાજ કરવા આવ્યા ત્યારે આ ગામમાં એમને જમીન અમે લોકોએ ભાડે આપી હતી.જે ખુબજ ચોકાવનારું નિવેદન કહી શકાય.

વધુમાં ગામના લોકો જણાવે છે કે આ ગામની જમીનના માલિક અમે છીએ, આ ખેત અમારા છે અહીંયાની દરેક વસ્તુ અમારી જ છે. જયારે DGVCL ના એક્સક્યુટીવ અંકુરભાઈ પટેલ વધુમાં જણાવે છે કે જયારે કાઉન્સલિંગ દ્વારા ગામના લોકો ના સમજ્યા ત્યારે અમારે કડક વલણ અપનાવવું પડ્યું અને અમે નક્કી કર્યું કે ગામમાં જે લોકોના ઘરે વિજમીટર છે તેને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરીશુ. જેથી DGVCL ના અધિકારીઓ વેલણપુર ગામમાં અવારનવાર વીજ મિટરો કાપવા જતા પરંતુ ગામમાં રહેતી મહિલાઓ મોટી સંખ્યામાં ભેગા થઈ હાથમા ધારિયા, કુહાડા અને લાકડા જેવા હથિયારો લઈ કાર્યવાહી કરનાર કર્મચારીઓ અને અધિકારીઓનો બેખોફ પ્રતિકાર કરતી હતી.

જયારે DGVCL ના વિજિલન્સના અધિકારીઓ ગામના લોકોને કાઉન્સલિંગ કરીને સમજાવવામાં અસમર્થ દેખાયા ત્યારે અધિકારી અંકુરભાઈ પટેલે સમગ્ર બાબતની જાણ સુરત ગ્રામ્યના SP શ્રી હિતેશ જોયસર સાહેબને જણાવી હતી. સુરત ગ્રામ્ય SP પણ DGVCL ના અધિકારીઓની રજુઆત સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. SP હિતેશ જોયસર સાહેબે તાત્કાલિક ધોરણે મહુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે. એ. બારોટને આ મામલે માર્ગદર્શન આપ્યું હતું. અને ત્યારબાદ મહુવા પોલીસ ઇન્સ્પેક્ટર જે. એ. બારોટ પોતાના પોલીસ કાફલા સાથે વેલણપૂર ગામમાં પહોંચી ગયા હતા. અને ત્યારબાદ મોટી સંખ્યામાં મહુવા પોલીસની દેખરેખમાં DGVCL ના અધિકારી અંકુરભાઈ પટેલ અને તેમની સાથે કર્મચારીઓએ ગામમાં ગેરકાયદેસર વીજ જોડાણ અને વર્ષો જુના લાગેલ વિજમીટરો ના જોડાણ કાપી નાખ્યા હતા. અને 28 જેટલાં વીજ મિટરોનો જોડાણ કાપી નાખી મિટરો કબ્જે કર્યા હતા.

ત્યારબાદ મહુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે. એ. બારોટે 20 થી વધુ લોકોને ઝડપી પાડી પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં લઈ આવેલા સતીપતિ પંતના લોકોને પીઆઈ બારોટ સાહેબે સારી રીતે કાઉન્સલિંગ કરી સારી સમજ અને વિવેકતા થી સમજાવ્યા હતા.ત્યારબાદ ગામના લોકોએ પીઆઈ બારોટની વાત માની જઈને કોઈપણ જાતની માથાકૂટ નહી કરવાની બાંહેધરી આપી હતી. જેથી કહી શકાય કે DGVCL કંપનીના એક્સક્યુટીવ એન્જીનીયર અંકુરભાઈ પટેલ દ્વારા કરેલા અથાગ પ્રયત્નો અને સુરત ગ્રામ્ય SP હિતેશ જોયસર સાહેબની મદદ અને માર્ગદર્શન વડે મહુવા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જે. એ. બારોટે 30 વર્ષ જૂનો અને સૌથી જટિલ પ્રશ્નનો સુખાકારી ઉકેલ લાવી અપાવી ખુબજ પ્રસંશનીય કાર્યવાહી કરી હતી.સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી DGVCL કંપની દ્વારા સુરત ગ્રામ્ય SP હિતેશ જોયસર સાહેબ અને મહુવા પોલીસ સ્ટેશનના ઝાંબાજ અને નીડર પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે. એ બારોટ સાહેબને પ્રસંશા પત્ર આપી સન્માનિત કર્યા હતા.

Happy
Happy
71 %
Sad
Sad
0 %
Excited
Excited
14 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
14 %

સુરત / કોણ છે આ લોકો જે છેલ્લા 30 વર્ષથી લાઈટબીલ નથી ભરતા! DGVCL ના અધિકારીઓ ચેકીંગમાં જાય તો 200 થી વધારે મહિલાઓ કરતી તેમનો પ્રતિકાર, આખરે સુરત ગ્રામ્ય SP અને મહુવા PI ની મદદ થી જટિલ પ્રશ્નનો સુખાકારી અંત આવ્યો, SP અને PI ને સન્માનિત કરાયા

Related posts

સુરતના લિંબાયતમાં વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 27 ઝડપાયા; 4 વૉન્ટેડ, 1.15 લાખનો મુદ્દામાલ ઝડપાયો

Phone: 9998685264.

સુરત બાદ હવે ભરૂચમાં ભાઈગીરી કરતા યુવાનોનો વિડીયો વાયરલ, કેબલ બ્રિજ ઉપર ચાર યુવાનોએ હાથમાં ધારિયા અને કુહાડી રાખી વિડીયો બનાવ્યો, પોલીસે તપાસ હાથ ધરી

Phone: 9998685264.

એરપોર્ટ વિસ્તારમાં ચાલતા જુગારધામ ઉપર SMC ત્રાટકી, 8 જુગારીઓની ધરપકડ, સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ?

Phone: 9998685264.

Leave a Comment