
*આઘાતમાં આવી કતારગામમાં રહેતા મુકેશભાઇ સોજીત્રાએ ઝેર પી લીધું
શેઠના ઇશારે પરબત સહિતના પોલીસ કર્મીઓ પણ યેનકેન પ્રકારે બોલાવી માર મારતા
પરિવારે ન્યાયની માંગ સાથે પોલીસ મથકમાં જ કર્યા ધરણાં
હીરા ચોરીનો આરોપ મૂકી ટોર્ચરિંગ કરી ઢોર માર મરાતા આધાતમાં આવી ગયેલા હીરાના કારખાનાના મેનેજરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
કારખાનાના શેઠના ઇશારે પોલીસ કર્મીઓએ મેનેજ૨ પર અસહ્ય ત્રાસ ગુજાર્યો હતો. આ અંગે પરિવારજનોએ હોબાળો મચાવી સંગીન આક્ષેપો પણ કર્યા હતા.
મળતી વિગતો પ્રમાણે કતારગામમાં આંબાવાડી ખાતે અક્ષરધામ સોસાયટીમાં રહેતા મુકેશ ઉર્ફે મગન કનુભાઇ સોજીત્રા (ઉ.વ.48) નંદુ ડોશીની વાડીમાં વિપુલ મોરડિયાની હીરાની કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા હતા. દરમિયાન ગત તા.27મીએ બપોરે મુકેશભાઇએ ઘરમાં અનાજમાં નાંખવાની દવા પી લીધી હતી. તેમણે તાત્કાલિક સારવાર અર્થે પ્રાણનાથ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતુ. પરિવારજનોએ કરેલા આક્ષેપ પ્રમાણે હીરાના કારખાનામાં હીરા ચોરાઇ ગયા હતા. જે ચોરીના વહેમમાં કારખાનાના શેઠ તેમણે ટોર્ચર કરતા હતા અને શેઠના ઇશારે પરબતસિંહ સહિતના પોલીસ કર્મીઓ પણ યેનકેન પ્રકારે બોલાવી માર મારતા હતા. જેથી કંટાળી તેમણે આપઘાત કરી લીધો હતો. પરિવારે આ મામલે ભારે હંગામો મચાવ્યો હતો. ન્યાયની માંગ સાથે પરિવારજનોએ સિંગણપોર પોલીસ મથકમાં જ ધરણા કર્યા હતા. આખરે સિંગણપોર પોલીસે આ મામલે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.





Total Users : 115
Total views : 217
Who's Online : 0