Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સરદારનગરમાં વિજિલન્સ બાદ પીસીબી નો સપાટો,
સરદાનગરમાં ઘરમાં ધમધમતી દારુની ભઠ્ઠી સાથે બુટલેગરો રંગે હાથ પકડાયા, PI અને PSI સસ્પેન્ડ થયાં છતાં વિસ્તારમાં દારૂની રેલમ -છેલ

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 4932

હાલમાં જ સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંધીનગર વિજિલન્સની ટીમે રેડ કરી દેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડીને સ્થાનિક પોલીસને ઉઘાડી પાડી હતી. વિજિલન્સ ટીમની રેડ દરમ્યાન મોટા પાયે દેશી દારૂ, દારૂ બનાવવા માટેનો ગોળ, સાધન સામગ્રી સહીત 1 લાખની આસપાસનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. વિધાનસભાની ચૂંટણીનો અંતિમ ચરણ હોવાના લીધે શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત તેમજ દેશી -વિદેશી દારૂ તથા જુગાર, અને અન્ય કોઈપણ પ્રકારની ગુનાખોરી ને ડામવા માટેની કડક સૂચનાઓ પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવેલ હતી. તેમ છતાં સરદારનગર વિસ્તારમાં પોલીસની રહેમ નજર હેઠળ દારૂ વેચવાના પરવાનાની ખુલ્લી છૂટ આપવામાં આવી હોવાનું પુરવાર થયું હતું. જે સંદર્ભમાં સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી. આર. ચૌધરી, તેમજ કુબેરનગર પોલીસ ચોકીના પીએસઆઇ દરજીને ગુજરાતના પોલીસવડા આશિષ ભાટિયાએ તાત્કાલિક અસરે સસ્પેન્ડ કરવાની ફરજ પડી હતી.

તો બીજીતરફ ચૂંટણી સમયે દારુની રેલમછેલ કરવા માટે બુટલેગરો મેદાને પડયા હોય તેમ સરદાનગરમાં પોલીસની રહેમ નજર હેઠળ મકાનમાં દારુ બનાવવામાં આવી રહ્યો છે.પોલીસે વધુ એક દારુની ભઠ્ઠી સાથે બે બુટલેગરોને રંગે હાથ પકડી પાડયા હતા અને સ્થળ ઉપરથી દારુ બનાવાનું મટિરીયલ તથા ગેસ સિલિન્ડર સહિત કુલ રૃા. ૫૦ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

જુઓ વિડીયો

પીસીબીએ દરોડો પાડીને મકાનમાંથી ૨૮૦ લિટર દેશી દારુ તથા દારુ બનાવાનો સામાન,ગેસના સિલિન્ડર સહીત રૃા. ૫૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો

પીસીબીના પોલીસ ઇન્સ્પેકટર, તરલ ભટ્ટના જણાવ્યા મુજબ શહેરમાં દારુની બદી નેસ્ત નાબુદ કરવાના ભાગરૃપે પીસીબી દ્વારા દારૂ -જુગારના અડ્ડાઓ પર વોચ ગોઠવીને ઠેર ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે, ત્યારે ચોક્કસ બાતમીના આધારે પીસીબીએ સરદાનગરમાં બંગલા એરિયામાં કુબેનગર ખાતે આવેલા હરીપ્રકાશ ફ્લેટ પાસે ખત્રી ગલીમાં દરોડા પાડયા હતા. જેમાં રજ્જોકુમાર રામચરણ પ્રજાપતિ અને પ્રતાપસિંગ નથ્થીલાલ પ્રજાપતિ નામના બે બુટલેગરોને પોતાના મકાનમાંથી પકડી પાડયા હતા. પોલીસે દરોડા પાડયા ત્યારે ઘરમાં પીપળા ગોઠવીને દારુની ભઠ્ઠી ચલાવતા હતા.
પોલીસે સ્થળ પરથી ગેસ સિલિન્ડર તથા દારુ બનાવવા માટે વપરાતા ગોળ અને કેમિકલ સહિત કુલ ૫૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Happy
Happy
75 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
25 %

સરદારનગરમાં વિજિલન્સ બાદ પીસીબી નો સપાટો,<br>સરદાનગરમાં ઘરમાં ધમધમતી દારુની ભઠ્ઠી સાથે બુટલેગરો રંગે હાથ પકડાયા, PI અને PSI સસ્પેન્ડ થયાં છતાં વિસ્તારમાં દારૂની રેલમ -છેલ

Related posts

સુરતના કડોદરામાં સમાજસેવાનું બીજું નામ એટલે જીગ્નેશ મોદી! લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ આપી શકે છે મોટી જવાબદારી

Phone: 9998685264.

ગુજરાત ATS નું વધુ એક સફળ ઓપરેશન, અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર થયેલા બ્લાસ્ટના આરોપીને જમ્મુ-કાશ્મીરથી ઝડપી પાડ્યો

Phone: 9998685264.

વડોદરા / માંજલપુરમાં મોડી સાંજે રોડની બાજુમાં ખાટલા પર બેઠેલા શ્રમજીવી પરીવારને કાર ચાલકે અડફેટે લેતા પાંચ વર્ષના બાળકનું મોત, એક મહિલા અને બાળક ઘાયલ

Phone: 9998685264.

Leave a Comment