Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

શ્રમિક-મઝદૂરો સહિત નાનામાં નાના માનવીને ખોટી પરેશાની ન થાય તેવી સુદ્રઢ વ્યવસ્થા અમદાવાદ શહેર પોલીસ ઊભી કરે:- મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું પ્રેરક સૂચન

Our Visitor

000112
Total Users : 112
Total views : 213
Who's Online : 0
Views 2923

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાજના નાનામાં નાના વ્યક્તિઓ સહિત શ્રમિક-મજદૂરોને કોઇ ખોટી પરેશાની કે રંજાડ ન થાય તેવી સુદ્રઢ વ્યવસ્થાઓ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઊભી કરવાનું પ્રેરક સૂચન કર્યુ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય-શુભેચ્છા મુલાકાત અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના નેતૃત્વમાં અમદાવાદ શહેર પોલીસના અધિક કમિશનરો, સંયુકત પોલીસ કમિશનરો તેમજ અમદાવાદ શહેરમાં સમાવિષ્ટ વિવિધ પોલીસ ઝોનના નાયબ કમિશનરોએ ગાંધીનગરમાં લીધી હતી.

મુખ્યમંત્રીએ અમદાવાદ જેવા મહાનગરમાં કાયદો વ્યવસ્થાની સંગીન સ્થિતી રહે તથા નાગરિકોને પુરતી સુરક્ષા-સલામતિનો અહેસાસ થાય તેવી ફરજનિષ્ઠા માટે પોલીસ અધિકારીઓની ‘ટિમ અમદાવાદ પોલીસ’ને પ્રેરક માર્ગદર્શન આપ્યુ હતું.

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે અમદાવાદમાં હાલ યોજાઇ રહેલા પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ સંદર્ભમાં ત્યાં આવનારા લોકોને પોલીસ સંબંધી જરૂરિયાતના સમયે મદદ માટેની હેલ્પડેસ્ક સહિતની સુરક્ષા-સલામતિ વ્યવસ્થાઓની જાણકારી મુખ્યમંત્રીને આપી હતી. સૌ પોલીસ અધિકારીઓએ મુખ્યમંત્રીને પોતાનો પરિચય અને કાર્યક્ષેત્રની વિગતોથી માહિતગાર કર્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

શ્રમિક-મઝદૂરો સહિત નાનામાં નાના માનવીને ખોટી પરેશાની ન થાય તેવી સુદ્રઢ વ્યવસ્થા અમદાવાદ શહેર પોલીસ ઊભી કરે:- મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું પ્રેરક સૂચન

Related posts

કોણ કહે છે અમદાવાદમાં દારૂ -જુગારના અડ્ડાઓ બંધ છે? ગોમતીપુર માં PCB એ જુગારધામ ઝડપી પાડ્યું, સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ, 8 જુગારી 51 હજાર રોકડા સહીત કુલ 1.47 લાખનો મુદ્દામાલ જપ્ત

Phone: 9998685264.

રથયાત્રા દરમ્યાન અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલે બેભાન થઈને ઢળી પડેલા 12 વર્ષના બાળકનો જીવ બચાવ્યો, બાળકને પોતાના ખબે ઉચકી એક કિલોમીટર સુધી દોટ લગાવી, 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી દેવદૂત બન્યો પોલીસ જવાન

Phone: 9998685264.

ભાજપના નેતા અલ્પેશ ઠાકોર ફરી વિફર્યા! ગુજરાત સરકાર દારૂબંધી મામલે નિષ્ફ્ળ, ગુજરાતમાં દારૂ વેચાય તે દુઃખદ બાબત! પોલીસ અધિકારીઓ સાથે રાજકીય નેતાઓ પણ જવાબદાર: અલ્પેશ ઠાકોર, નેતા ભાજપ

Phone: 9998685264.

Leave a Comment