Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

શિક્ષણ/ વાલીઓના ખિસ્સા ઉપર વધુ એક ભાર! અમદાવાદમા સ્કૂલોની ફીમાં વધારાને
FRC ની મંજૂરી, હવે રાજકોટ સહીત અન્ય શહેરોમાં પણ વધી શકે છે સ્કૂલ ફી

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 329

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદમાં મોટાભાગની સ્કૂલોની ફીમાં વધારાને FRCની મંજૂરી

પાંચ રાજ્યોની ચૂંટણી પુરી થઇ ગઇ, ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં વર્ષાંત સુધીમાં વિધાનસભા ચૂંટણીઓ થવાની છે. હવે નાગરિકોએ પેટ્રોલ ડિઝલના ભાવવધારા સહિત ખિસ્સા પર વધુ ભાર આવવા માટે તૈયાર રહેવું પડશે. ખાદ્યતેલના ડબામાં તો દિવસમાં 200-220 રુપિયાનો વધારો થવા લાગ્યો છે.


ત્યાં અમદાવાદના વિદ્યાર્થીઓના વાલીઓ પર આર્થિક બોજ આવવાનો છે. તેની સાથે રાજકોટ સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ વાલીઓ પર પણ ટુંકમાં અસર પડી શકે છે. મતલબ કે અમદાવાદ જિલ્લાની ફી નિયમન સમિતિ (FRC)એ શહેરની 82 સ્કૂલોને સરેરાશ પાંચ ટકા ફી વધારવાની પરવાનગી આપી દીધી, હવે અન્ય શહેરોનો વારો આવી શકે છે.

અમદાવાદમાં જે 82 સ્કૂલોમાં ફી વધારાની મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી 79 સ્કૂલોમાં પહેલેથી જ વાર્ષિક ફી 15,000થી 30,000 રૂપિયા જેટલી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ હેઠળ કુલ 270 સ્કૂલો આવે છે અને તેમાંથી કોર્પોરેશન હેઠળ આવતી સ્કૂલોએ જિલ્લા ફી નિયમન સમિતિ સમક્ષ ફી વધારા માટે અરજી કરી હતી. મોટાભાગની સ્કૂલોએ ફી વધારા માટે શિક્ષકોના પગારમાં વધારો કરવાનું કારણ આપ્યું હતું. જ્યારે કેટલીક સ્કૂલોએ નવા ક્લાસરૂમ બનાવવા અને પરચૂરણ ખર્ચ સહિતના કારણ ફી વધારા માટે રજૂ કર્યા હતા.
પ્રાથમિક શિક્ષણ વિભાગના એક સિનિયર અધિકારીએ કહ્યું કે….

“મોટાભાગની સ્કૂલોએ ઉલ્લેખ કર્યો છે કે, શિક્ષકોનો પગાર વધારતાં તેમના ખર્ચમાં 15 ટકાનો ઉછાળો આવ્યો છે. ફી નિયમન સમિતિ સમક્ષ આપવામાં આવેલી 170 એફિડેવિટ કે અરજીઓમાંથી પ્રાથમિક સ્કૂલોની 150 જેટલી અરજીઓનું વિશ્લેષણ કરી ફી નિયમન સમિતિ ફી વધારાને મંજૂરી આપવાનો નિર્ણય લીધો.”

ફી વધારાની પ્રક્રિયામાં બે મહિનાનો સમય લાગશે

નોંધનીય છે કે ફી નિયમન સમિતિની રચના 2017માં થઈ હતી. રાજ્યના ચાર ઝોન અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ફી નિયમન સમિતિની રચના કરવામાં આવી છે. અધિકારીએ આગળ કહ્યું કે અરજીને મંજૂરી મળવાની પ્રક્રિયામાં બે મહિના જેટલો સમય લાગે છે. અમદાવાદ (ગ્રામ્ય)ની હદમાં 83 જેટલી ખાનગી સ્કૂલો આવે છે અને તેમણે ફીમાં વધારો કરવા માટે નિયમન સમિતિ સમક્ષ અરજી કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

શિક્ષણ/ વાલીઓના ખિસ્સા ઉપર વધુ એક ભાર! અમદાવાદમા સ્કૂલોની ફીમાં વધારાને<br>FRC ની મંજૂરી, હવે રાજકોટ સહીત અન્ય શહેરોમાં પણ વધી શકે છે સ્કૂલ ફી

Related posts

દુબઈ / ભારતીય ટીમના આધારભુત ઓલ-રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઘૂંટણની ઇજાના કારણે એશિયા કપથી બહાર! જાડેજાની જગ્યાએ ગુજરાતી ઓલ-રાઉન્ડર અક્ષર પટેલની એન્ટ્રી

Phone: 9998685264.

વડોદરામાં ગાયો પકડવા આવેલી પોલીસ ઉપર ગોપાલકોનો પથ્થરમારો, PSI ચાવડા ઘાયલ, પોલીસે પરિસ્થિતિ ઉપર કંટ્રોલ મેળવવા કર્યો લાઠીચાર્જ

Phone: 9998685264.

આણંદમાં બાઈક લઈને જઈ રહેલા યુવકના ખિસ્સામાં રહેલો મોબાઇલ અચાનક ધડામ દઈને ફાટ્યો, યુવકે બાઈક પરનો કાબુ ગુમાવ્યો અને પછી…

Phone: 9998685264.

Leave a Comment