Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વિશ્વ્ રેકોર્ડ / ભારતીય મૂળના ન્યૂઝીલેન્ડના લેગસ્પિન બોલરે ઇતિહાસ રચ્યો, ભારત સામે મુંબઈમા રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં તમામ 10 વિકેટ ઝડપી,દુનિયાનો ત્રીજો બોલર બન્યો

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 307

એજાજ પટેલે ઇતિહાસ રચ્યો

રીતેશ પરમાર

એજાઝ પટેલ ટેસ્ટની એક ઇનિંગમાં 10 વિકેટ લેનારો વિશ્વનો ત્રીજો બોલર બન્યો છે. તેણે ભારત વિ ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટના બીજા દિવસે એટલે કે શનિવારે આ ધુંઆધાર પારી રમી હતી. એજાઝ પટેલે ભારતના મોહમ્મદ સિરાજ રૂપે તેની 10મી વિકેટ લીધી હતી. ભારતના અનિલ કુંબલે અને ઈંગ્લેન્ડના જિમ લેકર પછી આ સિદ્ધિ મેળવનાર તે ત્રીજો ખેલાડી છે.

અત્યાર સુધીમાં ત્રણેય વખત આ રેકોર્ડ સ્પિન બોલરોએ જ બનાવ્યો છે. પરંતુ પ્રથમ વખત કોઈ બોલરે હોમ ગ્રાઉન્ડની બહાર આ રેકોર્ડ સર્જ્યો છે. અગાઉ અનિલ કુંબલે અને લેકરે હોમ ગ્રાઉન્ડ પર આ રેકોર્ડ બનાવ્યો હતો.

એજાઝ પટેલની આ 10મી ટેસ્ટ છે. આ પહેલા તે એકવાર પણ એક ઇનિંગમાં 5 થી વધુ વિકેટ લઇ શક્યો ન હતો. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 59 રનમાં 5 વિકેટ હતું. મુંબઈમાં જન્મેલો એજાઝ 68 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા પછી પણ એક ઇનિંગ્સમાં માત્ર 6 વિકેટ લઈ શક્યો હતો. પરંતુ તેણે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો.

એજાઝ પટેલની 10 વિકેટ વિશે વાત કરીએ તો તેણે 2 ખેલાડીઓને બોલ્ડ કર્યા જ્યારે ત્રણ એલબીડબ્લ્યુ થયા. 5 બેટ્સમેન કેચ આઉટ થયા હતા.તેણે પહેલા દિવસે 4 અને બીજા દિવસે 6 વિકેટ ઝડપી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

વિશ્વ્ રેકોર્ડ / ભારતીય મૂળના ન્યૂઝીલેન્ડના લેગસ્પિન બોલરે ઇતિહાસ રચ્યો, ભારત સામે મુંબઈમા રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં તમામ 10 વિકેટ ઝડપી,દુનિયાનો ત્રીજો બોલર બન્યો

Related posts

ખુદ ભાજપના કાર્યકર્તાઓએ કોરોના ગાઈડલાઈન્સના ધજાગરા ઉડાડ્યા, શુ નિયમ માત્ર પ્રજા માટેજ છે? ડીજે ના તાલે ઝુમી રહેલા કાર્યકર્તાઓ સામે કાર્યવાહી કરાશે કે કેમ? આવા અનેક સવાલો ઉદભવ્યા, જુઓ વિડીયો

Phone: 9998685264.

વ્યાજખોરોની ચુંગાલમાંથી ગરીબ પરિવારો ને મુકત કરાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

Phone: 9998685264.

ઉત્તર પ્રદેશ / માત્ર 75 ઘર ધરાવતા ગામમાં 47 લોકો IAS ઓફિસર બન્યા, ઈસરો,અણુ સંશોધન કેન્દ્ર, વિશ્વ બેંક તથા અનેક દેશોના રાજદૂત બની આપી રહ્યા છે સેવા

Phone: 9998685264.

Leave a Comment