Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વહેલી સવારમાં ચાલવા નીકળેલા ડોક્ટર પર તૂટી પડ્યા 10થી 12 હડકાયા કુતરા, ઘટના સ્થળે જ મળ્યું દર્દનાક મોત- જુઓ ધ્રુજાવી દેતા CCTV

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 5125

હાલ એક ધ્રુજાવી દેતી ઘટના પ્રકાશમાં આવી છે. ઉત્તર પ્રદેશની એક યુનિવર્સિટીમાં એક ડોક્ટર પર કેમ્પસની અંદર 10 થી 12 રખડતા કૂતરાઓ તૂટી પડ્યા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતકની ઓળખ સફદર અલી તરીકે થઈ છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.મળતી માહિતી મુજબ, કુતરા કરડવાની આ સમગ્ર ઘટના AMU કેમ્પસમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે જણાવ્યું કે, સિવિલ લાઇનના રહેવાસી સફદર અલી રવિવારે સવારે 7.30 વાગ્યે AMU કેમ્પસની અંદર ફરતા હતા. ત્યારે 10 થી 12 કૂતરાઓએ અચાનક તેના પર હુમલો કર્યો હતો.


કૂતરાઓએ તેને એટલી ખરાબ રીતે ફાડીખાધા કે તરત જ તેનું મૃત્યુ થઈ ગયું. ઘટના સમયે ડોક્ટર એકલા જ હતા. તેની આસપાસ કોઈ ન હતું જે તેને મદદ કરી શકે. થોડા સમય પછી જ્યારે લોકોએ ડોક્ટરને લોહીથી લથપથ હાલતમાં પડેલા જોયા, તો તેમણે તરત જ પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પછી જ્યારે તેણે નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા તો તેને ખબર પડી કે ડોક્ટરનું મોત કૂતરાના કરડવાથી થયું છે.

એસપી કુલદીપ ગુણવતે જણાવ્યું કે હાલ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ તેમને સોંપવામાં આવશે. આ પહેલા મહારાજગંજ જિલ્લામાં રખડતા કૂતરાઓએ 9 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. જેમાં જણાવાયું હતું કે જિલ્લાના ગાંધીનગરમાં રહેતો આદર્શ શર્મા નામનો છોકરો માનસિક રીતે અસ્વસ્થ હતો. તે દરરોજ ઘરની બહાર જતો હતો. 10 એપ્રિલના રોજ પણ તે ઘરમાંથી અચાનક ગાયબ થઈ ગયો હતો. આ પછી બીજા દિવસે સવારે ખેતરમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.

મૃતદેહ મળ્યા બાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર જ્યાંથી લાશ મળી હતી ત્યાંથી 200 મીટરની ત્રિજ્યામાં ઘસડી જવાના નિશાન પણ મળ્યા હતા. જણાવી દઈએ કે જિલ્લામાં રખડતા કૂતરાઓનો ત્રાસ એટલો વધી ગયો છે કે બાળકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. પરંતુ વહીવટીતંત્ર તેના પર અંકુશ લગાવી રહ્યું નથી. આ રખડતા કૂતરાઓ માત્ર બાળકો જ નહીં, પુખ્ત વયના લોકો પણ નિશાન બનાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %

વહેલી સવારમાં ચાલવા નીકળેલા ડોક્ટર પર તૂટી પડ્યા 10થી 12 હડકાયા કુતરા, ઘટના સ્થળે જ મળ્યું દર્દનાક મોત- જુઓ ધ્રુજાવી દેતા CCTV

Related posts

મુંબઈ સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી મેચ, સરફરાઝ ખાનની બેવડી સદી, રહાણે અને સરફરાઝની 252 રનની ભાગીદારીના મદદથી મુંબઈ મજબૂત સ્થિતિમાં

Phone: 9998685264.

ફીલ્મ/ ટાઈગર 3 નું શુટિંગ કરવા જઈ રહેલા એકટર સલમાનને એરપોર્ટ પર રોકવાને મામલે CISF જવાનનો મોબાઈલ જપ્ત, પ્રોટોકોલ ઉલ્લંઘનનો આરોપ

Phone: 9998685264.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચીમકી, કહ્યું સોમવાર સુધી જિલ્લા અને તાલુકાની કોર્ટમા ફિઝીકલ હિયરિંગ શરુ કરવામાં ના આવે તો મંગળવારે આંદોલન પર ઉતરીશુ

Phone: 9998685264.

Leave a Comment