Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

લુખ્ખાઓ ચેતી જજો નહિતર આવી બનશે, અમદાવાદના ઝોન 1 DCP લવીના સિંહાએ ઉઠાવ્યું નવતર પગલું,
હવે જાહેરમાં મહિલાઓની છેડતી કરી તો ખેર નહીં, રીયલ લાઇફની મર્દાનીઓ સબક શીખવશે

Our Visitor

000108
Total Users : 108
Total views : 207
Who's Online : 1
Views 5242

અમદાવાદમાં જાહેર જગ્યાઓ પર મહિલાઓ કેટલી સલામત છે તે જાણવા માટે રીયલ લાઈફની મર્દાનીઓ મેદાનમાં ઉતરી ગઈ હતી. કેટલાક ટપોરીઓએ મહિલાઓને ગંદા ઈશારા કરતાં જ તેમને સબક શીખવાડીને જેલના સળિયા પાછળ ધકેલ્યા હતાં. તે ઉપરાંત તેમની પાસે એવી પણ બાંહેધરી લેવામાં આવી હતી કે તેઓ હવે કોઈની છેડતી અને રસ્તે જતી મહિલાઓ સામે કોઈ પણ પ્રકારની કોમેટ પાસ નહીં કરે.

અમદાવાદમા જાહેર જગ્યાઓ કેટલી સલામત છે તે જાણવા નીકળેલી મહિલા પોલીસને કેટલાક ટપોરીઓએ ઇશારા કર્યા હતા ત્યારે તેમને સબક શીખવાડીને લોકપના સળિયા દેખાડ્યા હતા. અમદાવાદ શહેરમાં પબ્લિક પ્લેસ, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને એવી દરેક જગ્યાએ ખરેખર શું સ્થિતિ છે તે જાણવા માટે અમદાવાદ શહેરના ઝોન 1 ડીસીપી અને મહિલા પોલીસની ટીમ સતત કામ કરી રહી છે.

મહિલા P.S.I. જે.બી.ભાદરકા વસ્ત્રાપુર, નવરંગપુરા શી ટીમના કર્મચારીઓ તથા ઘાટલોડીયા પોલીસ સ્ટેશનના મહિલા P.S.I. એ.જે. વણઝારા તથા શી ટીમના કર્મચારીઓ સાથે ખાનગી કપડામા સામાન્ય જનતાની જેમ મહિલાઓ સાથે બનતા ગુનાઓ અટકાવવા તથા મહિલાઓને જરૂરી સુરક્ષા આપવા તથા મહિલાની છેડતીના બનાવો ન બને તે માટે પગલા લેવા સાબરમતી રીવરફ્રંટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.આ દરમ્યાન સાથેના મહિલા કર્મચારીઓને ખરાબ ઇશારા કરી અશ્લીલ હરકતો જેવુ વર્તન કરતા આરોપી આનંદ પરમાર, ચિરાગ ભંડારી, રોમિલ નવીનભાઇ ઠાકોરને ઝડપી પાડ્યા હતાં.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

લુખ્ખાઓ ચેતી જજો નહિતર આવી બનશે, અમદાવાદના ઝોન 1 DCP લવીના સિંહાએ ઉઠાવ્યું નવતર પગલું,<br>હવે જાહેરમાં મહિલાઓની છેડતી કરી તો ખેર નહીં, રીયલ લાઇફની મર્દાનીઓ સબક શીખવશે

Related posts

ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ ટાળવા અમદાવાદ પોલીસનો અનોખો પ્રચાર, જુઓ શું છે ખાસ (VIDEO)

Phone: 9998685264.

ગુજરાત પોલીસ ગ્રેડ પે મામલો, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પોલીસ પરીવાર અમારો પરીવાર છે, અને પરિવારના નાના મોટા પ્રશ્નો સાથે બેસી સોલ્વ કરીશુ

Phone: 9998685264.

અમદાવાદમાં શરૂ થનાર મેટ્રોનો સુંદર નજારો,
30 સપ્ટેમ્બરે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-1નું લોકાર્પણ!
આ સુંદર નજારો તમારૂં મન પણ મોહી લેશે
મેટ્રોનો નજારો જોતા મુસાફરી કરવાનો ઉત્સાહ વધારી દેશે

Phone: 9998685264.

Leave a Comment