Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

મોરબી / હળવદમાં પોતાના સગા ભાઈની હત્યાં નીપજાવનાર આરોપીએ પોલીસ લોકઅપમાં ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

Our Visitor

000110
Total Users : 110
Total views : 209
Who's Online : 0
Views 281

મૃતક મુકેશભાઈ સારલા

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

મોરબી જિલ્લાના હળવદ પોલીસે સ્ટેશનમાં દીઘડિયા ગામે ભાઈની હત્યાના ગુનામાં થોડા દિવસો પહેલા પકડાયેલા આરોપીએ ગત રાત્રિના સમયે શૌચાલયમા આપઘાત કર્યો છે જેથી કરીને હાલમાં હાલમાં ડીવાયએસપી સહિતના અધિકારીઑ હળવદ પોલીસ સ્ટેશને પહોચ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં દિઘડીયા ગામની સીમમાં રહેતા મૂળ ચિત્રોડી ગામના રહેવાસી મુકેશભાઈ કુકાભાઈ સારલા (૩૫) ની તેના જ બે સગાભાઈ રઘાભાઈ કુકાભાઈ સારલા અને મુન્નાભાઈ કુકાભાઈ સારલાએ ખેતરમાં સિચાઇ માટે પાણી લાવે બાબતે બોલાચાલી કરીને તીક્ષ્‍ણ હથિયારના ઘા ઝીકિને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં મૃતકના પત્ની દક્ષાબેને ફરીયાદ નોંધાવી હતી કે , રઘાભાઈ , મૃતક મુકેશભાઈ અને મુન્નાભાઈ ત્રણ સગાભાઇ છે અને તેઓની વડીલોપાર્જિત ૧૫ વીઘા જમીનમાંથી ત્રણેય ભાઈઓને પાંચ પાંચ વીઘા જમીન ભાગમાં આવેલ છે જો કે , વીજ કનેક્શન એક જ હોવાથી મોટરથી સિંચાઇ માટે પાણી લેવા બાબતે ત્રણેય ભાઇઓની વચ્ચે બોલાચાલી થઈ હતી.


અને રઘાભાઈ કુકાભાઈ સારલા અને મુન્નાભાઈ કુકાભાઈ સારલાએ તીક્ષ્‍ણ હથિયાર વડે મુકેશભાઇ ઉપર હુમલો કર્યો હતો જેમાં મુકેશભાઇની હત્યા થઈ હતી. આ ગુનામાં પોલીસે થોડા દિવસો પહેલા મુન્નાભાઈ કુકાભાઈ સારલાની ધરપકડ કરી હતી અને તે હળવદ પોલીસ સ્ટેશનના લોકઅપમાં હતો તે દરમ્યાન તેને ત્યાં શૌચાલયમા ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.જેથી કરીને હાલમાં ડીવાયએસપી સહિતના અધિકારીઓ હળવદ પોલીસ સ્ટેશને પહોચ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

મોરબી / હળવદમાં પોતાના સગા ભાઈની હત્યાં નીપજાવનાર આરોપીએ પોલીસ લોકઅપમાં ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

Related posts

બુટલેગરોના વટ તો જુઓ,દારૂની હેરાફેરી માટે પોલીસનો ઉપયોગ, માલ આપનાર પણ પોલીસકર્મી અને ખરીદનાર પણ પોલીસકર્મી, સાબરકાંઠા LCB એ ઝડપી પાડ્યા

Phone: 9998685264.

પાડોશીઓના ઝગડામાં વચ્ચે પડેલા યુવાનને પોલીસ ઉપાડી ગઈ ને થયું મોત! ASI અને પોલીસકર્મી સામે નોંધાયો ગુનો

Phone: 9998685264.

હદ વટાવી હો, ગાંધીનગર ચૂંટણી પ્રચારમાં કૂતરાને પણ ભાજપનો ખેસ પહેરાવીને પ્રચારમાં ફરાવ્યો

Phone: 9998685264.

Leave a Comment