Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

મહીસાગર / સંતરામપુરમાં ST બસની અડફેટમાં બાઈક આવી જતા બે સગા ભાઈઓ સહીત 3 ના કરુણ મોત, ST બસની ટક્કરથી 100 મીટર સુધી ઘસડાયું બાઈક

Our Visitor

000115
Total Users : 115
Total views : 218
Who's Online : 0
Views 281

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે વધુ એક અકસ્માત અને ઘટના મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલા હીરાપુર ગામ નજીક બનવા પામી હતી. આ ઘટનામાં એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બાઇક પર સવાર ત્રણ યુવકોને ગંભીર ઇજા થઇ હોવાના કારણે તેમના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. આ ત્રણેય યુવકો એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે.

અકસ્માતની ઘટનાને પગલે લોકોએ પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ આ ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર સંતરામપુર તાલુકાના વાજીયાકોટ ગામમાં ડેમલી ફળિયું આવેલું છે અને આ ડેમલી ફળિયામાં અજય ખરાડી તેના પરિવારની સાથે રહેતો હતો. અજય તેના ભાઈ જગદીશ અને વિકાસની સાથે બાઈક પર ત્રણ સવારીમાં તેના ગામથી હીરાપુર ગામ તરફ જવા માટે રવાના થયો હતો.

જ્યારે અજય સહિત ત્રણ યુવકો ત્યારે બાઇક પર હીરાપુર ગામ નજીક પહોંચ્યા ત્યારે ઝાલોદ અમદાવાદ રૂટની ST બસ સાથે અજયની બાઈકનો અકસ્માત થયો હતો. અજયની બાઈક બસના આગળના ભાગે અથડાઈ હતી અને આ ઘટનામાં અજય, જયદીપ અને વિકાસને ગંભીર ઇજાઓ થઇ હોવાના કારણે તેનું આ ઘટના સ્થળ પર જ મોત થઈ ગયુ હતું.

અકસ્માતની ઘટનાની જાણ લોકોએ પોલીસને કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની જાણ મૃતકોના પરિવારના સભ્યોને કરવામાં આવી હતી. તેથી ત્રણેય યુવકોના પરિવારના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ત્રણ યુવકોના મૃતદેહ જોઈ પરિવારના સભ્યોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. તો બીજી તરફ અકસ્માતની ઘટના બાદ પોલીસે ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સંતરામપુર પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ST બસ સાથે બાઈકનો અકસ્માત થયા બાદ બાઈક 100 મીટર દૂર ઘસડાઈ હતી અને બસની પાછળ 100 મીટર દૂરથી ત્રણેય યુવાનોના મૃતદેહ મળ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

મહીસાગર / સંતરામપુરમાં ST બસની અડફેટમાં બાઈક આવી જતા બે સગા ભાઈઓ સહીત 3 ના કરુણ મોત, ST બસની ટક્કરથી 100 મીટર સુધી ઘસડાયું બાઈક

Related posts

ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી!
ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના,
સાબરકાંઠા, અરવલ્લી અને કચ્છમાં મેઘ મહેર થશે,
સાત જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું

Phone: 9998685264.

સાયબર સેફ્ટી એન્ડ સેલ્ફ ડિફેન્સ અંતર્ગત અમદાવાદની સેવ હ્યુમિનિટી સંસ્થા દ્વારા પુસ્તકનું વિતરણ કરાયું! અટલબ્રિજ પર આવતા સહેલાણીઓને સાયબર સેફ ગર્લ બુક આપી સુરક્ષાની સમજૂતી અપાઈ

Phone: 9998685264.

સરદારનગરમાં વિજિલન્સ બાદ પીસીબી નો સપાટો,
સરદાનગરમાં ઘરમાં ધમધમતી દારુની ભઠ્ઠી સાથે બુટલેગરો રંગે હાથ પકડાયા, PI અને PSI સસ્પેન્ડ થયાં છતાં વિસ્તારમાં દારૂની રેલમ -છેલ

Phone: 9998685264.

Leave a Comment