Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

મહા મુકાબલો / ગુજરાત ટાઈટન્સ vs/ રાજસ્થાન રોયલ્સ વચ્ચે ગ્રાન્ડ ફિનાલે, ગુજરાત પ્રથમ અને રાજસ્થાનની બીજી વખત ટાઇટલ જીતવાની આશા, સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસનો ચાંપતો બંદોબસ્ત

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 685

ક્રિકેટ ગ્રાઉન્ડમાં જામશે દર્શકોની ભીડ
સ્ટેડિયમ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
લાખોની સંખ્યામાં આવશે દર્શકો
એશિયાના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આજે આઇપીએલની ફાઇનલ મેચ રમાવાની છે.

મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે ક્રિકેટપ્રેમીઓનો ઉત્સાહ તો કંઇક અલગ લેવલ પર જ છે.
વળી 4 વર્ષ બાદ આજે આઇપીએલની ક્લોઝિંગ સેરેમની યોજાવાની છે ત્યારે અનેક જાણીતા કલાકારો અને ક્રિકેટર્સ હાજરી આપશે. જેને લઇને અત્યારથી જ સ્ટેડિયમની ફરતે ચાંપતો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.

મેચને લઇને પોલીસનો ચાંપતો બંદોબસ્ત

ગુજરાત ટાઈટન્સ

અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ-રાજસ્થાન રોયલ વચ્ચે આઇપીએલની ફાઇનલ મેચનો મુકાબલો થશે. ત્યારે ટિકિટને લઇને હજી પણ સ્ટેડિયમ બહાર લોકોની ધસારો જોવા મળી રહ્યો છે. ટિકિટ માટે ઓનલાઇનની સુવિધા હોવા છતાં ક્રિકેટપ્રેમીઓ એ સ્ટેડિયમ બહાર લાઇનો લગાવી દીધી છે. તો બીજી તરફ સુરક્ષાને ધ્યાને રાખીને 5 હજાર જવાનો તૈનાત કરાયા છે. તેમજ ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે 5 DCP, 7 ACP, 10 PI, 15 PSI તૈનાત કરવામાં આવ્યા છે.

રણવીર સિંહ, AR રહેમાન આપશે પરફોર્મન્સ

મહત્વનું છે કે ગુજરાત-રાજસ્થાન વચ્ચે થશે ખિતાબી જંગ ખેલાશે. 64 દિવસ બાદ IPLની વિજેતા ટીમ નક્કી થશે. જેને લઇને અમદાવાદમાં ક્રિકેટ કાર્નિવલનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ રસિકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 3 વાગ્યે પ્રેક્ષકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે. ફાઇનલ મેચ પહેલા મોદી સ્ટેડિયમમાં ભવ્ય ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રણવીર સિંહ, AR રહેમાન પરફોર્મન્સ આપશે. આ ઉપરાંત ક્રિકેટ જગતની હસ્તીઓ- ICCના અધિકારીઓ તથા નેતા, અભિનેતા, ક્રિક્રેટર્સ સહિત VVIP હાજર રહેશે.

રાજસ્થાન રોયલ્સ

અમિત શાહ IPLની ફાઈનલ મેચ નિહાળશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઈનલ મેચ પણ નિહાળશે.જેમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ વચ્ચે રોમાંચક મુકાબલો થશે. આ તકે અમિત શાહ સાથે પ્રદેશ કક્ષાના આગેવાનો પણ મેચમાં હાજરી આપશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

મહા મુકાબલો / ગુજરાત ટાઈટન્સ vs/ રાજસ્થાન રોયલ્સ વચ્ચે ગ્રાન્ડ ફિનાલે, ગુજરાત પ્રથમ અને રાજસ્થાનની બીજી વખત ટાઇટલ જીતવાની આશા, સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસનો ચાંપતો બંદોબસ્ત

Related posts

અમદાવાદમાં શરૂ થનાર મેટ્રોનો સુંદર નજારો,
30 સપ્ટેમ્બરે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-1નું લોકાર્પણ!
આ સુંદર નજારો તમારૂં મન પણ મોહી લેશે
મેટ્રોનો નજારો જોતા મુસાફરી કરવાનો ઉત્સાહ વધારી દેશે

Phone: 9998685264.

પ્રજાની રક્ષા કરનાર પોલીસની સુરક્ષા કરવી જરૂરી, ગુજરાતનાં પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા 24×7 ના ધોરણે ટેલી મેડિસિન અને હેલ્થ કેરની સુવિધા કાર્યરત કરાઈ

Phone: 9998685264.

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને છાતીમાં દુખાવો થતાં અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા

Phone: 9998685264.

Leave a Comment