Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભચાઉ / લાંચિયો પીઆઈ ACB ના હાથે ઝડપાયો! ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઈ અને રાઈટર રૂ. પાંચ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 8512

ભચાઉ પોલીસ સ્ટેશનના ACBનો સપાટો PI સહિત બે વ્યક્તિ ₹5 લાખની લાંચ લેતા ઝડપાયા
ભચાઉના PI અને હેડ કોન્સ્ટેબલ ACBના સંકજામાં
ઇન્સ્પેક્ટર એ બી પટેલ અને સરતાન કનોલ એસીબીના સંકજામાં
ફરિયાદીની ફરિયાદ લેવાના બદલે લાખોની લાંચ માગી
વ્યાજખોર સામે ફરિયાદ કરવા ગયા હતા ફરીયાદી

રાજ્યમાં સરકારી કર્મચારીઓ લાંચ લેવાના કિસ્સાઓ દિનપ્રતિદન વધી રહ્યા છે. ગુજરાતમાં અનેક અધિકારીઓ લાંચ લેતા પકડાતા હોવાન સમાચાર અવારનવાર સામે આવતા હોય છે. આ વખતે ફરી એકવાર કચ્છના ભચાઉથી લાંચ લેતા પીઆઇ પકડાયાના સમાચાર સામે આવ્યા છે જેના લીધે સમગ્ર પોલીસ પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

વ્યાજખોરો વિરુધ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવા પેટે પાંચ લાખ રૂપિયાની લાંચ માંગતા ભચાઉના પોલીસ ઈન્સ્પેક્ટર એ.બી. પટેલ અને પીઆઈના રાઈટર હેડ કોન્સ્ટેબલ એસ.કે. કણોલ એસીબીની ટ્રેપમાં રંગેહાથ ઝડપાઈ ગયા છે. ગાંધીધામ ACB પોલીસ સ્ટેશને આજે સાંજે પોલીસ મથકની અંદર છટકું ગોઠવી PI અને રાઈટર બેઉને લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડતાં કચ્છના પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘણાં વર્ષો બાદ ACBએ કચ્છમાં લાંચિયા PIને રંગેહાથ ઝડપ્યો છે.

શા માટે માંગી હતી લાંચ ? કેવી રીતે દબોચાયા ?

સમગ્ર ટ્રેપનું સુપરવિઝન કરનાર એસીબી બોર્ડર એકમના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ પાસેથી મળેલી માહિતી મુજબ ફરિયાદીએ કેટલાંક સ્થાનિક વ્યાજખોરો પાસેથી વ્યાજે નાણાં મેળવ્યાં હતાં. આ વ્યાજખોરો તેની પાસે સતત પઠાણી ઊઘરાણી કરી તેને ધાક-ધમકી આપતા હતા. તેણે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધવા રજૂઆત કરી હતી. પરંતુ, પીઆઈ અલ્પેશ પટેલ તેને છેલ્લાં વીસ-પચ્ચીસ દિવસથી ધક્કા ખવડાવતો હતો. ફરિયાદ દાખલ કરવા પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. ફરિયાદીએ આ મામલે એસીબીને જાણ કરતાં ગાંધીધામ એસીબી પીઆઈ વી.એસ. વાઘેલાએ ગુરુવારે સાંજે પોલીસ મથકની અંદર છટકું ગોઠવ્યું હતું. પીઆઈ પટેલે ફરિયાદી સાથે નાણાંની લેતી-દેતી મામલે વાત કરી, પાંચ લાખ રૂપિયા પોતાના રાઈટર આરોપી સરતાનભાઈ કરમણભાઈ કણોલ (અનાર્મ્ડ હેડ કોન્સ્ટેબલ, વર્ગ-૩)ને નાણાં આપવા જણાવ્યું હતું. કણોલે જેવા નાણાં સ્વિકાર કર્યા કે એસીબીએ તુરંત પ્રગટ થઈ પટેલ અને કણોલને દબોચી લીધાં હતાં.

રંગે હાથે પકડાયેલા પોલીસ ઈન્સપેક્ટર અને તેના રાઈટરની સામે એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેમની ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Happy
Happy
33 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
67 %
Surprise
Surprise
0 %

ભચાઉ / લાંચિયો પીઆઈ ACB ના હાથે ઝડપાયો! ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઈ અને રાઈટર રૂ. પાંચ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Related posts

મોરબી / રિકવરી એજન્ટ છો કે ગુંડા! મકાનનો એક હપ્તો ના ભરતા લોન ધારકને રસ્તામાં રોકી મૂઢમાર માર્યો,
મકાનની લોનનો હપ્તો ન ભરે તો ટાંટીયા ભાંગી નાખવાની આપી ધમકી

Phone: 9998685264.

T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં જીતની દાવેદાર ટીમ ઇન્ડિયા પાસે તૈયારી માટે આટલી જ મેચો બાકી! ક્યાં કોની સામે મેચો રમશે ટીમ ઇન્ડિયા જુઓ તેનું સંપૂર્ણ લિસ્ટ

Phone: 9998685264.

રસ્તામાં કાર સામે જંગલી હાથી આવી જતા બ્રાહ્મણો કરવા લાગ્યા મંત્રનો જાપ, પછી શુ થયું જુઓ આ વિડીયોમાં….

Phone: 9998685264.

Leave a Comment