Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

બોટાદ લઠ્ઠાકાંડ મામલો / નાવડા ગ્રામ પંચાયતની દારૂ બંધી માટે અનોખી પહેલ! ઢોલ દ્વારા ઢંઢેરો પીટી ગ્રામજનોને ચેતવણી આપી, ગામમાં કોઈ દારૂ પિતા કે વેચતા પકડાશે તો સીધી પોલીસ ફરિયાદ કરાશે, જુઓ વિડીયો

Our Visitor

000112
Total Users : 112
Total views : 213
Who's Online : 1
Views 2991

બોટાદ લઠ્ઠાકાંડમાં અત્યારસુધી 35થી વધુ લોકોના મોત
કોઈ અનિચ્છનીય ઘટના ફરી ન બને તે માટે જુના નાવડા ગ્રામ પંચાયતે લીધો મહત્વનો નિર્ણય
ગામમાં જો કોઈ દારૂનું વેચાણ કરતાં કે સેવન કરતાં જણાશે તો પોલીસ ફરિયાદ કરાશે

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં કથિત લઠ્ઠાકાંડને કારણે 35થી વધુ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. ત્યારે આ બનાવને ધ્યાને રાખીને હવે બરવાળાના જુના નાવડા ગ્રામ પંચાયત દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.તાજેતરમાં બરવાળા તાલુકાના કેટલાંક ગામના લોકોએ કેમિકલ કાંડમાં જીવ ગુમાવતા અનેક પરિવારો નોંધારા બન્યા છે. જેને પગલે હવે આવી ઘટના ન બને તે માટે જુના નાવડા ગ્રામ પંચાયત દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે બરવાળાના જુના નાવડા ગામમાં કોઈ પણ ગ્રામજન દારૂનું વેચાણ કે દારૂનું સેવન કરશે તો તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવાશે.

જુઓ ચેતવણી આપતો ઢંઢેરો પીટાયો

મહત્વનું છે કે ટેક્નોલોજીના આ જમાનામાં આ નિર્ણયની જાણ કરવા માટે જુના નાવડા ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ગામમાં સાદ પડાવવામાં આવ્યો હતો. જેમાં ઢંઢેરો પીટતા જણાવાયું હતું કે, કોઈ પણ વેપારીએ ગામમાં દારૂનું વેચાણ કરવું નહીં. અને જે દારૂના બંધાણી હોય તેમને દારૂ પીવો નહીં. કોઈ પણ વ્યક્તિ દારૂનું વેચાણ કરતાં કે દારૂ પિતા પકડાશે તો કાયદેસર પોલીસ કેસ કરવામાં આવશે.

બરવાળા જુના નાવડા ગામમાં સાદ પાંડતા વ્યક્તિનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દારૂ બંધીના અમલ માટે ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો વીડિયો હાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સૌકોઈ પંચાયતના આ પ્રયાસની સરાહના કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવતા નિર્ણયો અંગે હજી પણ ઢંઢેરો પિટાવવામાં આવતો હોય છે. જેથી કરીને દરેક વ્યક્તિને તેની જાણ થાય. ગામમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે જુના નાવડા ગ્રામ પંચાયતે આ નિર્ણય કર્યો છે. જે અન્ય ગામો માટે પણ ઉદાહરણરૂપ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

બોટાદ લઠ્ઠાકાંડ મામલો / નાવડા ગ્રામ પંચાયતની દારૂ બંધી માટે અનોખી પહેલ! ઢોલ દ્વારા ઢંઢેરો પીટી ગ્રામજનોને ચેતવણી આપી, ગામમાં કોઈ દારૂ પિતા કે વેચતા પકડાશે તો સીધી પોલીસ ફરિયાદ કરાશે, જુઓ વિડીયો

Related posts

વડોદરામાં વૃદ્ધાને પિંખતી રહી ગાય, પણ તેને બચાવવા વાળું કોઈ ન હતું, તંત્રની બેદરકારીથી આખરે ગુમાવ્યો જીવ.. જુઓ વિડીયો..

Phone: 9998685264.

અમદાવાદ /NCB ને મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 20 કરોડના કોકેઈન સાથે આફ્રિકન પેડલરની ધરપકડ,

Phone: 9998685264.

દુષ્કર્મનો ભોગ બનેલ સગીરા અને તેના પરિવાર સાથે શાપર પોલીસે કર્યો અન્યાય! હાઈકોર્ટે જિલ્લા પોલીસ વડાને કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો

Phone: 9998685264.

Leave a Comment