Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

બાંગ્લાદેશમાં સતા પલ્ટો અમેરિકાનું ષડયંત્ર: ટાપૂ ન આપ્યો એટલે મને હટાવી : શેખ હસીના

બાંગ્લાદેશમાં સતા પલ્ટો અમેરિકાનું ષડયંત્ર: ટાપૂ ન આપ્યો એટલે મને હટાવી : શેખ હસીના

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 3749

બાંગ્લાદેશમાં સતા પલ્ટો અમેરિકાનું ષડયંત્ર: ટાપૂ ન આપ્યો એટલે મને હટાવી : શેખ હસીના

અહેવાલ – રીતેશ પરમાર
સંપર્ક 9998685264

ઢાકા-
બાંગ્લાદેશના પુર્વ વડાપ્રધાન શેખ હસીનાએ અમેરિકા પર દેશમાં સતાપરિવર્તનનું ષડયંત્ર રચવાનો આરોપ મુકયો છે. તેમણે કહ્યું કે અમેરિકા બંગાળની ખાડી પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે બાંગ્લાદેશ પાસેથી સેન્ટ માર્ટિન આઈલેન્ડની માંગ કરી રહ્યું છે. હસીનાએ આ ટાપુ અમેરિકાને સોપવાનો ઈન્કાર કર્યો હતો. તેથી તેણે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન માટે કાવતરું ઘડયું હતું.

દેશ છોડવા પહેલા મારે ભાષણ આપવું હતું.

ઉલ્લેખનીય છે કે, હસીના દેશ છોડતા પહેલા દેશવાસીઓને સંબોધવા ઈચ્છતાં હતાં, પરંતુ તેમ કરવું શકય બન્યું નહોતું. વડાપ્રધાનપદેથી રાજીનામું આપતાં અને ઢાકામાં તેમના નિવાસસ્થાનમાંથી બહાર નીકળતાં પહેલાં, શેખ હસીના ભાષણ આપવા માંગતા હતાં, પરંતુ વિરોધીઓ તેમના નિવાસસ્થાને પહોંચી ગયા હોવાથી આ શકય બન્યું નહોતું.

વધારે હિંસા ના ફેલાય ને વધુ કોઈના મોત ના થાય તેના માટે આપ્યું રાજીનામુ

હવે ભારતમાં રહેતા હસીનાએ આ ભાષણ વિશે પોતાના નજીકના સહયોગીઓ સાથે વાત કરી છે. તેમને અધૂરું ભાષણ આ મુજબ હતું. ‘મેં રાજીનામું આપ્યું છે જેથી મારે લાશોના ઢગ ના જોવા પડે. તેઓ વિદ્યાર્થીઓની લાશો પર ચાલીને સત્તામાં આવવા માંગતા હતા, પરંતુ મેં તે થવા દીધું નથી.

મેં વડાપ્રધાનપદ પરથી રાજીનામું આપી દીધું છે. જો મેં સેન્ટ માર્ટિન ટાપુ પરનું સાર્વભૌમત્વ છોડી દીધું હોત અને અમેરિકાને બંગાળની ખાડી પર તેનું વર્ચસ્વ સ્થાપિત કરવાની મંજુરી આપી હોત તો હું સત્તામાં રહી શકી હોત. હું મારા દેશમાં લોકોને વિનંતી કરું છું કે કૃપા કરીને કટ્ટરપંથીઓ દ્વારા ગેરમાર્ગે ન દોરવાઓ.

ભાષણમાં તેમણે આગળ લખ્યું હતું કે ‘કદાચ, જો હું દેશમાં રહી હોત, તો વધુ લોકોના જીવ ગયા હોત. મેં મારી જાતને દુર કરી લીધી છે. તમે લોકો મારી તાકાત છો, તમે મને નહોતા ઈચ્છતા તેથી હું જતી રહી છું.

હું પાછી આવીશ : શેખ હસીના

તેમાં આગળ લખવામાં આવ્યું છે કે, આશા ગુમાવશો નહીં, હું જલ્દી પાછી આવીશ. હું હારી ગઈ છું, પરંતુ બાંગ્લાદેશના લોકો જીત્યા છે, જે લોકો માટે મારા પિતા, મારા પરિવારે બલિદાન આપ્યું હતું.

ભાષણમાં હસીનાએ કહ્યું હતું કે, ‘જો હું દેશમાં રહી હોત તો વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોત અને વધુ સંસાધનોનો નાશ થયો હોત. મેં બહાર નીકળવાનો ખૂબ જ કઠોર નિર્ણય લીધો છે. હું તમારી નેતા બની કારણ કે તમે મને પસંદ કરી હતી, તમે મારી તાકાત છો. અવામી લીગે વારંવાર પોતાનો અવાજ ઉઠાવ્યો છે. હું હંમેશા બાંગ્લાદેશના ભવિષ્ય માટે પ્રાર્થના કરતી રહીશ.

ઉલ્લેખનીય છે કે, સેન્ટ માર્ટિન આઈલેન્ડ બંગાળની ખાડીના ઉત્તર-પુર્વ ભાગમાં સ્થિત છે, જેનો વિસ્તાર માત્ર 3 ચોરસ કિલોમીટર છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

બાંગ્લાદેશમાં સતા પલ્ટો અમેરિકાનું ષડયંત્ર: ટાપૂ ન આપ્યો એટલે મને હટાવી : શેખ હસીના

Related posts

સરદારનગરમાં ક્રાઈમબ્રાન્ચની દારૂના અડ્ડા પર રેડ! પોલીસની મીલીભગત થી ચાલતી દારૂની હાટડી ઉપર થી 625 લિટર દેશી દારૂ અને 3800 લિટર વોશ ઝડપાયો, 3 ની ધરપકડ

Phone: 9998685264.

ગુજરાત પોલીસ ગ્રેડ પે મામલો, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પોલીસ પરીવાર અમારો પરીવાર છે, અને પરિવારના નાના મોટા પ્રશ્નો સાથે બેસી સોલ્વ કરીશુ

Phone: 9998685264.

છારાનગર પોલીસ દમન કેસ મામલો, IPS અશોક યાદવ-સ્વેતા શ્રીમાળી સહિત પાંચની સામે મેટ્રો કોર્ટે કર્યા સમન્સ જારી, પીડિત આતિષ ઇન્દ્રેકરે કરી હતી ફરિયાદ, 28મી જાન્યુઆરીએ વધુ સુનાવણી

Phone: 9998685264.

Leave a Comment