Times of Amdavad Live
BREAKING NEWS
New

પોલીસ પ્રજાની સેવક / ગોમતીપુર પોલીસ સ્ટેશન દ્વારા સિનિયર સીટીઝન લોકોના સ્વાસ્થ્ય માટે મેડિકલ કેમ્પ યોજાયો, લોક ડાયરો,અંતાક્ષરીના મનોરંજન સાથે ભોજન કરાવ્યુ! ACP એન. એલ. દેસાઈ હાજર રહ્યા

Our Visitor

000112
Total Users : 112
Total views : 212
Who's Online : 0
Views 2530

અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશન દ્વારા વડીલ ગોષ્ઠી કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનની હદ માં આવતી જુદી જુદી સોસાયટીના વડીલોએ ભાગ લીધો હતો.પોલીસ દ્વારા સિનિયર સીટીઝન લોકોની સ્વાસ્થ્યની ચિંતા કરી એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યો હતો. જેમાં નાક, કાન, ગળાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો તેમજ જનરલ ફિજિશીયન, આંખોની તપાસ, તેમજ ઈસીજી વગેરે કરી વયોવૃદ્ધ દાદા, દાદીઓની રીપોર્ટ કરી તેમની સારવાર કરી હતી. તેમજ તેમના સ્વાસ્થ્યને લગતી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

ગોમતીપુર પોલીસ દ્વારા આયોજિત કરાયેલા આ સફળ કાર્યક્રમમાં વયોવૃદ્ધ લોકો માટે તેમજ અરસ પરસની સોસાયટીના સિનિયર સીટીઝન વડીલો માટે મેડિકલ કેમ્પ, લોક ડાયરો તેમજ ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી. જ્યાં ડીજે મ્યુઝિક સિસ્ટમની વ્યવ્યસ્થા કરવામાં આવી હતી.જેમાં સૌ પ્રથમ અંતાક્ષરીનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારબાદ પોલીસે વૃદ્ધ વડીલો સાથે બેસીને લોક ડાયરો સાંભળ્યો હતો.

આ શુભ પ્રસંગે અમદાવાદ ઝોન 5 ના આઈ ” ડિવિઝનના ACP શ્રી એન. એલ.દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમને સંપૂર્ણ રીતે સફળ બનાવવા માટે ગોમતીપુરના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી. એસ. વણઝારાએ પોતાના સ્ટાફના પોલીસકર્મીઓ ને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેથી કાર્યક્રમ ખુબજ સફળ અને સુંદર રહ્યો હતો. આઈ” ડિવિઝનના ACP શ્રી એન. એલ. દેસાઈ તેમજ ગોમતીપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી. એસ. વણઝારાના વરદ હસ્તે તમામ હાજર વડીલોને ભેટ સોગાત આપવામાં આવી હતી. પોલીસના આવા માનવીય અભિગમ અને સેવાભાવી કાર્યથી સિનિયર સીટીઝન દાદા, દાદીઓ તેમજ કાર્યક્રમમાં હાજર 200 થી વધુ લોકોમાં એક અલગ જ ખુશી અને આનંદની લાગણી જોવા મળી હતી. તો બીજીતરફ ગોમતીપુર પોલીસે પણ આ સફળ આયોજન કરી વૃદ્ધ, વડીલોના સ્વાસ્થ્યની કાળજી રાખી મેડિકલ કેમ્પનું આયોજન કરી તેમને ભોજન કરાવી તેમજ ભેટ સોગાત આપી ધન્યતા અનુભવી હતી.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

પોલીસ પ્રજાની સેવક / ગોમતીપુર પોલીસ સ્ટેશન દ્વારા સિનિયર સીટીઝન લોકોના સ્વાસ્થ્ય માટે મેડિકલ કેમ્પ યોજાયો, લોક ડાયરો,અંતાક્ષરીના મનોરંજન સાથે ભોજન કરાવ્યુ! ACP એન. એલ. દેસાઈ હાજર રહ્યા

Related posts

દબાણ હટાવવાની કામગીરી કરવા આવેલ AMC ના અધિકારી સામે મહિલાએ કર્યા ગંભીર આક્ષેપ? લાફો મારી ધક્કે ચઢાવીને કપડાં ખેંચ્યાની મીડિયા સમક્ષ ફરિયાદ, જુઓ વિડીયો

Phone: 9998685264.

વડોદરા /નાની બાળકી સાથે શારિરીક અડપલાં થતાં હોબાળો,અજાણી વ્યક્તિ વિરૃદ્ધ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

Phone: 9998685264.

Leave a Comment