Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પતંગના દોરાથી વાહન ચાલકોનું જીવ ના જોખમાય તેના માટે રોડ સેફટી કાર્યક્રમ યોજાયો, yi (યંગ ઇન્ડિયન ) સંસ્થા દ્વારા દ્વિ ચક્રી વાહન ચાલકોને મફતમાં સેફટીગાર્ડ લગાવવામાં આવ્યા, અમદાવાદ પૂર્વના ટ્રાફિક ડિસિપીએ હાજર રહી સાવચેતી માટે સલાહ સૂચન આપ્યા

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 3862

અમદાવાદઃ ઊત્તરાયણનો તહેવાર હવે સાવ નજીક છે. ઘણા લોકોની જેમ તમે પણ પતંગ-દોરા ખરીદવાનું પ્લાનિંગ બનાવી લીધું હશે. પરંતુ આ તહેવાર નજીક આવતા જ એવા પણ સમાચાર વધી જાય છે કે અચાનક જ કોઈ પતંગનો દોર ગળામાં આવ્યો અને વ્યક્તિ પોતાનું જીવન ગુમાવી બેઠી. ત્યારે આ નવા વર્ષે એક બાબતનો સંકલ્પ જરુર કરજો કે બજારમાંથી પતંગ દોરા ખરીદતા સમયે તમે ચાઈનીસ દોરા અને તુક્કલ નહિ ખરીદો. કારણ કે ચાઈનીઝ દોરાથી રાહદારીઓ અને વાહન ચાલકો માટે ખુબજ જોખમ કારક સાબિત થાય છે. અને દરેક વર્ષે ચાઈનીઝ દોરાથી ગળુ કપાઈ જવાથી કેટલાય લોકોના મોત નીપજે છે.

અમદાવાદ પૂર્વના ટ્રાફિક ડિસિપી સફિન હસન

તેને ધ્યાનમાં રાખી અમદાવાદની yi (યંગ ઇન્ડિયન ) સંસ્થા દ્વારા રોડ સેફટી કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમા અમદાવાદના ઓઢવ ખાતેના સોનીની ચાલ ચાર રસ્તા પાસે દ્વિ ચક્રી વાહન ચાલકોને સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા. જેથી કરીને રોડ ઉપર વાહન ચલાવતી વખતે પતંગના દોરાથી ગળુ ના કપાય અને કોઈ જાનહાની ના થાય. આ કાર્યક્રમ અંતર્ગત 1000 થી વધુ વાહનો ઉપર પતંગની દોરીથી બચવાં માટે સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અમદાવાદ પૂર્વના ટ્રાફિક ડિસિપી સફિન હસન હાજર રહ્યા હતા. તેમજ તેમણે મીડિયાને સંભોધતા વાહન ચાલકોને ઉતરાયણના તહેવાર સમયે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું તેની સારી સમજણ આપી હતી. તેમજ ત્યાં હાજર તમામ વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા માટે સૂચન કર્યું હતું. Yi સંસ્થાના ચેર પર્સન જલય પંડ્યા, કો, ચેર પર્સન નિશિત શાહ અને રોડ સેફટીના ચેર મહર્ષ પટેલ અને આકાશ પરીખ હાજર રહ્યા હતા. સાથે સાથે અમદાવાદ આઈ ડિવિઝન ટ્રાફિકના ACP પૂનડીયા સાહેબ અને તેમની સાથે સમગ્ર ટ્રાફિક સ્ટાફ હાજર રહ્યો હતો.

દોરો ગળામાં આવતા અનેક લોકો મરે છે

આમ તો ખૂબ મજબૂત આવતા આ દોરાથી પતંગ ઉડાડવાની ઘણી મજા આવે કેમ કે તમે અનેક લોકોના પતંગ કાપી શકો છો અને તેમ છતા તમારો પતંગ કપાતો નથી. પરંતુ આ દોરો ઘણીવાર પતંગની સાથે કોઈ પરિવારનો આધાર કે ચીરાગને પણ જીંદગીથી કાપી નાખે છે. તાજેતરમાં જ અમદાવાદમાં એક દિવસ પહેલા ચાઇનીઝ દોરાથી ગળું કપાઈ જતા 22 વર્ષીય યુવકનું મોત બન્યાનો બનાવ બન્યો છે.

પ્રતિબંધ છતા લોકો ખરીદે છે ચાઈનીઝ દોરી અને તુક્કલ

આમ તો ચાઇનીઝ દોરા અને તુક્કલ પર સરકારે પ્રતિબંધ જાહેર કર્યો છે તેમ છતા કેટલાક લોકો કાયદાની વિરુદ્ધ દોરા ખરીદીને તેનાથી ઉડાવતા હોય છે. તેવામાં જો કોઈ વાહન ચાલક આ જીવલેણ દોરામાં ફસાય તો તેના રામ જ રમી જાય છે. માટે એક વાતની આજે જ મનમાં ગાંઠ વાળી લો. કે ચાઇનીઝ દોરાથી આ વખતે તમે જ નહીં તમારા ઓળખીતાઓ-પાળખીતાઓને પણ પતંગ ઉડાડવા નહીં દો.

રસ્તામાં જીવલેણ દોરીથી આવી રીતે બચો

વાહન ચલાવો તો પૂરતી સુરક્ષા રાખો. ગળે મફલર કે રૂમાલ વીંટાળો. યુવતીઓ માટે આવા દિવસોમાં દુપટ્ટા આર્શીવાદરૂપ બની જતા હોય છે. ત્યારે પુરુષોએ પણ ગળાને જાડો રુમાલ અથવા મફલર બાંધીને જ વાહન ચલાવવું જોઇએ. ગળુ અને નાક બિલકુલ ખુલ્લુ ન રાખો. બને ત્યા સુધી આખુ મોઢુ ઢાંકીને નીકળવું. ટુ-વ્હીલર પર નાના બાળકને આગળ ઉભુ રાખવાની ભૂલ ના કરશો. તેમનું પણ મોઢુ અને ગળુ ઢાંકીને બેસાડો.

આટલું જરુર ધ્યાન રાખો

શહેરના જુદા જુદા બ્રિજ પરથી પસાર થતાં ખાસ સાવચેતી રાખો. સામાન્ય રીતે બ્રિજની ઉંચાઈ અગાશીઓની સમાન હોવાથી બ્રિજ પાસેથી દોરા પસાર થવાની પૂરેપૂરી શક્યતાઓ હોય છે. તેથી બ્રિજ પર ગાડી ધીમે ધીમે જ હંકારો. આ દિવસોમાં શહેરમાં વાહનની સ્પીડ બને એટલી ઓછી રાખો. ઝડપી વાહનમાં જો દોરો પાસેથી પસાર થાય તો તે વધુ જીવલેણ સાબિત થઈ શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

પતંગના દોરાથી વાહન ચાલકોનું જીવ ના જોખમાય તેના માટે રોડ સેફટી કાર્યક્રમ યોજાયો, yi (યંગ ઇન્ડિયન ) સંસ્થા દ્વારા દ્વિ ચક્રી વાહન ચાલકોને મફતમાં સેફટીગાર્ડ લગાવવામાં આવ્યા, અમદાવાદ પૂર્વના ટ્રાફિક ડિસિપીએ હાજર રહી સાવચેતી માટે સલાહ સૂચન આપ્યા

Related posts

સુરત/ ઉધના પોલીસે ગુનાની ગંભીરતા ઓછી બતાવવા માટે કર્યું કારસ્તાન, 6.48 લાખના સોનાની ચોરીની ફરિયાદમાં બતાવ્યું માત્ર 32 હજારનું સોનુ

Phone: 9998685264.

અમદાવાદ ખાતે પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહનું આયોજન
99 જેટલા પોલીસ અધિકારીઓ-કર્મીઓનું સન્માન કરાયું
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાયું સન્માન
સમારોહમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા

Phone: 9998685264.

સુરતના ઓલપાડમાં કોંગ્રેસ દ્વારા વચન પત્રિકા વિતરણ સાથે ચૂંટણી પ્રચાર તેજ કરાયો! દર્શન નાયકની આગેવાનીમાં ઓલપાડ વિધાનસભામાં સમાવિસ્ત સીયાદલા અને સિમરઠુંમાં ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો

Phone: 9998685264.

Leave a Comment