Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

જાહેર માર્ગો ઉપર બાઈક એક્ટિવા ઉપર સ્ટન્ટ કરતા ટપોરીઓ ચેતી જજો! અમદાવાદ પૂર્વના ટ્રાફિક DCP સફીન હસન હરકતમાં, જોખમી રીતે વાહન ચલાવી પોતાનું અને અન્ય લોકોના જીવ જોખમમાં મુકતા સ્ટન્ટ બાજો સામે કરાઈ કાર્યવાહી

Our Visitor

000112
Total Users : 112
Total views : 213
Who's Online : 1
Views 4117

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી જાહેર રોડ રસ્તાઓ ઉપર પુરઝડપે અને ગફલત રીતે વાહન ચલાવી સ્ટન્ટ કરી ટપોરી ગીરી કરતા વાહન ચાલકો સામે અમદાવાદ શહેરના પૂર્વના ટ્રાફિક DCP સફીન હસન દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં અમુક લબર મૂછીયાઓ બાઈક અથવા એકટીવા ઉપર ખુબજ જોખમી રીતે વાહન ચલાવી લોકોના જીવને જોખમમાં મુકતાના ઘણા વિડીયો સોશ્યલ મીડિયા ઉપર મુકવામાં આવતા હોય છે. જેની વ્યાપક ફરિયાદો ટ્રાફિક ડિસિપી સફીન હસનને મળતા તેઓએ આવા જોખમી સ્ટન્ટ બાજો સામે લાલ આંખ કરી છે. અને ફરીયાદ અને સોશ્યલ મીડિયા ઉપર મુકેલા વિડીયોના આધારે કસૂરવાર વાહન ચાલકોને શોધી કાઢી તેમની સામે કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી.

જેના અનુસંધાનમાં ટ્રાફિક સ્કોડના મદદનીશ સબ ઇન્સ્પેક્ટર નીરજસિંહ સભાજીતસિંહ દ્વારા ભયજનક રીતે તથા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી બાઈક અને એકટીવા ઉપર પૂરપાટે વાહન ચલાવી તેમજ ખુબજ જોખમી રીતે સ્ટન્ટ કરી પોતાનું અને લોકોનું જીવન જોખમમાં મુકનારા વાહન ચાલકોની શોધખોળ હાથ ધરી હતી. જેમાં ટ્રાફિક પોલીસે વાહન નંબરના આધારે તપાસ હાથ ધરતા વાહન ચાલક (1) શાબાન તુફેલ અહેમદ અન્સારી ઉં 18 વર્ષના રખિયાલ તેમજ (2) અયાન મોહમ્મદ અનીસ મોહમ્મદ અન્સારી ઉં 19 રહે સુન્દરમ નગર ગુજરાત હાઉસિંગ બોર્ડ રખિયાલને વાહન નંબર ના આધારે ઝડપી પાડ્યા હતા.

ઉપરોક્ત બંને વાહન ચાલકોની પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે આશરે બે મહિના અગાઉ રખિયાલ તેમજ વટવા, રિવરફ્રન્ટ, અનુપમ બ્રિજ,ખોખરા અને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં સોશ્યલ મીડિયા ઉપર હિરોગીરી કરવા અને વધુ લાઈક્સ મેળવવા માટે ટ્રાફિકના નિયમોનું ભંગ કરી અલગ અલગ પ્રકારના જોખમી સ્ટન્ટ કરેલ છે. જે એક્સેસ વાહન ઉપર જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા તે વાહનના માલિક અબ્દુલ વાહીદ અબ્દુલ કૈયુબ અન્સારી ઉં 32 ને જાણ હતી કે વાહન ચલાવનાર બંને સગીર હોવા છતાં પોતાનું વાહન તેમને ચલાવવા માટે આપ્યું હતું. જેથી ટ્રાફિક DCP સફીન હસન દ્વારા કસૂરવાર વાહનના માલિક સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો હતો. હાલ આ સમગ્ર મામલે સ્ટન્ટમાં વપરાયેલ વાહનને કબ્જે કરી મૂળ માલિક સામે એન.સી. ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમજ આગળની તપાસ અમદાવાદના એચ. ટ્રાફિફ ડિવિઝનને સોંપવામાં આવી છે. આ સમગ્ર મામલે અમદાવાદ પૂર્વ ટ્રાફિક પોલીસના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે. એમ. પરમાર, મ. સ. ઈ. નીરજસિંહ સભાજીતસિંહ, પો. કો. અરજણભાઈ નગાભાઈ, મ. સ. ઈ. વિરેન્દ્રસિંહ ધીરજસિંહ, પો કો.વિપુલકુમાર ભીખુસિંહ, તેમજ પો. કો. પ્રવીણકુમાર નરસિંહભાઈ દ્વારા ખુબજ સફળ અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

જાહેર માર્ગો ઉપર બાઈક એક્ટિવા ઉપર સ્ટન્ટ કરતા ટપોરીઓ ચેતી જજો! અમદાવાદ પૂર્વના ટ્રાફિક DCP સફીન હસન હરકતમાં, જોખમી રીતે વાહન ચલાવી પોતાનું અને અન્ય લોકોના જીવ જોખમમાં મુકતા સ્ટન્ટ બાજો સામે કરાઈ કાર્યવાહી

Related posts

જાણીતા નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર અને પ્રોડ્યુસર ગિલ્ડ ઓફ ઇન્ડિયાના પ્રમુખ શુભાશીષ સરકારે OTT એડિશન સાથે “TOIFA 2023”ને ફરીથી લૉન્ચ કર્યું

Phone: 9998685264.

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પીસીબી ની રેડ, 68 ઇંગ્લિશ દારૂની પેટીઓ પકડાઈ, ત્રણ આરોપીઓની ધરપકડ, રામોલ પોલીસની પોલ ખુલી, રહેમ નજર હેઠળ ચાલે છે દારૂની હાટડીઓ

Phone: 9998685264.

સરકારના દારૂબંધીના દાવાને ચેલેન્જ!વડોદરાના નામાંકિત બુટલેગરે પીઆઈ ને દારૂના ધંધાનો ભાગીદાર ગણાવ્યો?

Phone: 9998685264.

Leave a Comment