Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

જામનગર/ બુટલેગરોના અસહ્ય ત્રાસથી કંટાળી દલિત યુવાને ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી, આપઘાત પહેલા વિડીયો બનાવી પોલીસથી કરી ન્યાયની માંગણી! અગાઉ મૃતકે બુટલેગરો વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ પણ કરી હતી!

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 1
Views 778

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્ત્વો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, અવાર નવાર ક્રાઇમની ઘટનાઓ સામે આવી રહી છે. તો કેટલીક વખત કોઈ યુવક વ્યાજખોરોના આતંકના કારણે અથવા તો કોઈ અસામાજિક તત્વોથી ત્રાસીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના જામનગર જિલ્લાના એક ગામમાં સામે આવી છે. જ્યાં એક યુવક દ્વારા ગામના બુટલેગરોના ત્રાસથી મોતને વહાલુ કરવામાં આવ્યું છે.
મહત્વની વાત છે કે આપઘાત કરનાર યુવકે આપઘાત કરતા પહેલાં વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ ઘટનાને લઇ પોલીસે બે ઇસમોની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર જામનગર જિલ્લામાં જામવંથલી ગામ આવેલું છે અને આ ગામમાં 24 વર્ષનો નિતીન પરમાર નામનો યુવક તેના પરિવારની સાથે રહેતો હતો. આ નીતિને સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને ટ્રેનની નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ ગામના લોકોને થતા તેમને આ બાબતે પોલીસને માહિતી આપી હતી અને પોલીસે નિતીન પરમાર નામના યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ કરી હતી.

આપઘાત કરતા પહેલાં નિતીન પરમાર દ્વારા સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો.તેમાં તેને કહ્યું હતું કે, વંથલી ગામના જ બે ઈસમો તેને હેરાન પરેશાન કરી રહ્યા છે. અગાઉ તેને એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી હતી અને આ બંને ઈસમો દારૂનો ધંધો કરે છે. તેઓ ધાક-ધમકી આપી રહ્યા છે અને આ સાથે જ પોતાની સાથે જે બન્યું છે તે બીજાની સાથે ન બને એટલા માટે નીતિને પોલીસ પાસેથી ન્યાયની માગણી પણ વીડિયોના માધ્યમથી કરી છે.

નિતીન દ્વારા જે 2 લોકો પર આક્ષેપ કરવામાં આવ્યો છે તેના નામ કૃષ્ણરાજસિંહ જાડેજા અને મયુરસિંહ જાડેજા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઇ DySP કૃણાલ દેસાઈ દ્વારા આ બાબતે પોલીસને કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

જામનગર/ બુટલેગરોના અસહ્ય ત્રાસથી કંટાળી દલિત યુવાને ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી, આપઘાત પહેલા વિડીયો બનાવી પોલીસથી કરી ન્યાયની માંગણી! અગાઉ મૃતકે બુટલેગરો વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ પણ કરી હતી!

Related posts

સુરતના કડોદરા ખાતે બાળકના અપહરણ બાદ હત્યાંનો મામલો, કડોદરા PI રાકેશ પટેલને કરાયા સસ્પેન્ડ

Phone: 9998685264.

આર્મી કેન્ટીનમાંથી સસ્તામાં દારૂ મેળવી ઉંચી કિંમતે વેચવાનું રેકેટ ઝડપાયું

Phone: 9998685264.

નેપાળ વિમાન દુર્ઘટના : પ્લેનમાં સવા૨ ભા૨તીય યુવાને અકસ્માત પહેલાનો વીડિયો ફેસબુકમાં લાઈવ ર્ક્યો નેપાળ વિમાન દુર્ઘટના પહેલાનો રુવાંટા ઉભા કરી દેતો Video Viral, 2 સેકન્ડમાં…,.

Phone: 9998685264.

Leave a Comment