Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

છારાનગર પોલીસ દમન કેસ મામલો

Our Visitor

000112
Total Users : 112
Total views : 213
Who's Online : 0
Views 343

IPS અશોક યાદવ-સ્વેતા શ્રીમાળી સહિત પાંચની સામે મેટ્રો કોર્ટે કર્યા સમન્સ જારી

ફરિયાદી આતિષ ઇન્દ્રેકરે કરી હતી ફરિયાદ:28મી જાન્યુઆરીએ વધુ સુનાવણી

ફરિયાદી આતીશ ઇન્દ્રેકર સાથે એડવોકેટ જયેન્દ્ર અભવેકર

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદ.તા.22

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા છારાનગરમાં વર્ષ 2018માં પાંચસો જેટલા પોલીસોએ નિર્દોષ લોકોને ઘર માંથી બહાર કાઢી માર મારી વાહનોની તોડફોડ કરવાના ચકચારી કેસમાં આજે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બી.એચ.કાપડીયાએ જે તે સમયના સેક્ટર 2ના જે.સી.પી.અશોક યાદવ,ઝોન 4 ડી.સી.પી.સ્વેતા શ્રીમાળી અને પી.આઈ. રાધે વિરાની સહિત પાંચ પોલીસ અધિકારીઓની સામે ફરિયાદ નોંધી સમન્સ જારી કરવાનો હુકમ કર્યો છે.

બનાવની હકીકત એવી છે કે,ગઈ તા.26/7/2018ના દિવસે પી.એસ આઈ. ડી.કે .મોરીએ એવું કંટ્રોલ મેસેજ કર્યો હતો કે,છારાનગરમાં દારૂની રેડ કરતા લોકોએ માર માર્યો છે.આ મામલે સેક્ટર 2 અશોક યાદવે પોતાના તાબાના પોલીસ મથકના પોલીસ કર્મીઓને લોકોને ફટકારવાનો ખુલ્લો દોર આપ્યો હતો.જેમાં સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે કેટલાક પોલીસ કર્મીઓ દારૂ પીધેલી હાલતમાં હતા.આ પોલીસ અધિકારીઓએ પોતાની સત્તા બહાર જઈ નિર્દોષ લોકોને ઘરમાંથી બહાર કાઢી માર માર્યા હતા.ઘરની બહાર વાહનો પાર્ક કરેલાની તોડ ફોડ કરી 29 લોકોની ધરપકડ પણ કરી હતી.આ બનાવ વખતે ફરિયાદી આતિષ ઇન્દ્રેકરને પોલીસે ખોટી રીતે માર મારી વાહનોની તોડફોડ કરી હતી.તેમને મેટ્રો કોર્ટમાં સેક્ટર 2ના જે.સી.પી.અશોક યાદવ,ડી.સી.પી. સ્વેતા શ્રીમાળી ,સરદારનગરના પી.આઈ. રાધે વિરાની,પી.એસ. આઈ. ડી.કે.મોરી ,જે.જી.ધીલ્લોન સામે ખાનગી ફરિયાદ કરી હતી.ફરિયાદી તરફે એડવોકેટ જ્યેન્દ્ર અભવેકર હાજર રહ્યા હતા.તેમને એવી રજુઆત કરી હતી કે,પોલીસ અધિકારીઓ પોતાની સત્તાની બહાર નો કૃત્ય કર્યો છે.જેથી તમામ પોલીસકર્મીઓ અને અધિકારીઓ સામે ફરિયાદ નોંધી સમન્સ જારી કરવા માંગ કરી હતી. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે ફરિયાદ નોંધી સમન્સ જારી કર્યા છે.આ મામલે 28મી જાન્યુઆરી એ વધુ સુનાવણી હાથ ધરાશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

છારાનગર પોલીસ દમન કેસ મામલો

Related posts

આખરે આવ્યો આતુરતાનો અંત, કોંગ્રેસના અમિત ચાવડાને બનાવ્યા વિપક્ષના નેતા, શૈલેષ પરમાર બન્યા ઉપનેતા

Phone: 9998685264.

ભરૂચ જિલ્લામાં વધું એક ત્રિપલ તલાકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો, પતિએ કહ્યું તને ૩ વાર નહિ ૧૦૦ વાર તલાક! સમગ્ર મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ

Phone: 9998685264.

સુરત રેન્જ IG વી ચંદ્રશેખરના માર્ગદર્શન હેઠળ વલસાડ SP ની પ્રસંશનીય કામગીરી, વલસાડ SOG ને મળી સફળતા, આરોપી બોગસ પાસપોર્ટના આધારે વિદેશ જાય તે પહેલાં જ કરાઈ ધરપકડ

Phone: 9998685264.

Leave a Comment