Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગોત્રી પોલીસ બની બેરહેમ! આરોપીએ 10 લાખ ના આપતાં એવો માર્યો કે ચાલવા લાયક પણ ના રાખ્યો, કોર્ટે કરી લાલ આંખ

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 6916

વડોદરા શહેરના અલકાપુરીમાં પ્રિવેરા હોલીડેઝ પ્રા. લી. ના નામ થી કંપની ચલાવતા આરોપી રાહુલ પ્રમોદ ગુપ્તા સામે 2021 માં અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં ટુર પેકેજ ના નામે પૈસા ઉઘરાવી છેતરપિંડી આચરવાના ગુના નોંધાયા હતા. જે સંદર્ભમાં રાજકોટ પોલીસે આરોપી રાહુલ ગુપ્તાની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારબાદ 29 ફેબ્રુઆરીએ ગોત્રી પોલીસ ટ્રાન્સફર વોરંટ થી તેની ધરપકડ કરીને વડોદરા લાવી હતી. આ દરમ્યાન ગોત્રી પોલીસે વડોદરા કોર્ટમાંથી આરોપી રાહુલ ગુપ્તાના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ રિમાન્ડ દરમ્યાન ગોત્રી પોલીસે આરોપીને માર નહી મારવાના 10 લાખ રૂપિયા માંગ્યા હતા. જે પૈસા આરોપીએ ના આપતાં ગોત્રી પોલીસના અધિકારીઓએ આરોપીને બેરહેમી પૂર્વક માર માર્યો હતો. જેની જાણ આરોપીની પત્નીને માલુમ થતા વકીલ દ્વારા કસૂરવાર પોલીસ અધિકારીઓ અને કર્મીઓ
સામે વડોદરા કોર્ટમાં ફરિયાદ કરી હતી.

રાહુલ ગુપ્તાની હાલત જોઇને જ્જને પણ દયા આવી : પહેલા આરોપીની સારવાર કરાવો પછી પોલીસ સામે કાર્યવાહી કરો

આરોપીની વાત સાંભળીને જજે પી.એસ.આઇ.નમસા સામે તપાસ કરવા માટે ડીસીપીને હૂકમ કર્યો

આરોપીને પોલીસ કસ્ટડીમાં માર મારવાના કેસમાં વડોદરા કોર્ટે કડક વલણ અપનાવ્યુ છે. કોર્ટના હૂકમ બાદ આજે બપોરે આરોપી રાહુલ ગુપ્તાને જ્યારે કોર્ટમાં રજૂ કરાયો ત્યારે આરોપી ચાલવાની સ્થિતિમાં પણ ન હતો. જજ સાહેબે આરોપી થી પૂછ પરછ કરી ત્યારે આરોપીએ જજ સમક્ષ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે સાહેબ ગોત્રી પોલીસ દ્વારા મને ઢોર માર મારવામાં આવ્યો છે. મારી પાસેથી પોલીસે માર નહી મારવાના 10 લાખ રૂપિયા માંગ્યા હતા. આટલા રૂપિયા આપવા મારી પાસે નથી. આટલુ સાંભળતા પોલીસ દ્વારા મારી સાથે અમાનુસી અત્યાચાર ગુજારવામાં આવ્યો, મને ટોઇલેટ જવા ના દીધો, મને પાણી કે નાસ્તો કરવા દીધો ન હતો. અને ઢોર માર મારી મને અધમુવો કરી નાખ્યો હતો. આરોપીની હાલત જોઇને જ્જને પણ દયા આવી હતી અને કાયદો હાથમાં લેનાર પોલીસ અધિકારીઓ સામે નારાજ થયા હોય તેમ હૂકમ કર્યો હતો કે બધા જ કોર્ટની બહાર નીકળી જાવ. કોઇ પણ દબાણ વગર આરોપી પોતાની વાત રજૂ કરી શકે તે માટે કોર્ટ ફક્ત આરોપીની જ વાત સાંભળશે.
જે બાદ આરોપીની જુબાની સાંભળીને જ્જ જે.એ. પટેલે હુકમ કર્યો હતો કે આરોપીને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરો. બે દિવસના રિમાન્ડ ટૂંકાવીને એક દિવસના કરી દેવામાં આવે છે. સારવાર બાદ આરોપી જો પોલીસ ફરિયાદ દાખલ કરવા ઇચ્છે તો તે કરી શકે છે. રૃ.૧૦ લાખની માગણી સંદર્ભે ડીસીપીએ તુરંત તપાસ શરૃ કરી રિપોર્ટ કોર્ટને સોંપવો. પી.આઇ.નમસાએ આરોપી સાથે હોસ્પિટલમાં જવું નહી તેવો આદેશ વડોદરા કોર્ટનાં જજ દ્વારા કરવામાં આવ્યો હતો.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગોત્રી પોલીસ બની બેરહેમ! આરોપીએ 10 લાખ ના આપતાં એવો માર્યો કે ચાલવા લાયક પણ ના રાખ્યો, કોર્ટે કરી લાલ આંખ

Related posts

રાજકોટના નામચીન જ્વેલર્સ TBZ સાથે છેતરપિંડી કરવાનું મહિલાને ભારે પડ્યું! શોરૂમ ના કર્મચારીને ઘરમાં કેદ કરી દોઢ કરોડના દાગીના લઈને ફરાર, પોલીસે ગણતરીની કલાકોમાં મહિલાને મુદ્દામાલ સહીત ઝડપી પાડી

Phone: 9998685264.

પાકિસ્તાનના એન્કરે કહ્યું શાહરુખ ખાન તમે તમારા પરીવાર સાથે ભારત છોડીને પાકિસ્તાન આવી જાઓ,મોદી સરકાર તમારી સાથે ખરાબ વર્તન કરી રહી છે

Phone: 9998685264.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છારાનગર રોડ કટિંગ ની નોટિસ અપાઈ, રોડ કટિંગમાં જાતીય ભેદભાવ હોવાનો સ્થાનિક રહીશોનો આક્ષેપ! એડવોકેટ શમશાદખાન પઠાણના નેતૃત્વમાં આજે રાજીવગાંધી ભવન ખાતે વાંધા અરજી આપવામાં આવી

Phone: 9998685264.

Leave a Comment