Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત ATS નું વધુ એક સફળ ઓપરેશન, અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર થયેલા બ્લાસ્ટના આરોપીને જમ્મુ-કાશ્મીરથી ઝડપી પાડ્યો

Our Visitor

000112
Total Users : 112
Total views : 212
Who's Online : 0
Views 328

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર વર્ષ 2006માં થેયલા બ્લાસ્ટના આરોપીની ગુજરાત ATSએ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાંથી ધરપકડ કરી છે. ગુજરાત એટીએસએ કાશ્મીરમાં એક ઓપરેશન હાથ ધરી છેલ્લા 15 વર્ષથી ફરાર બિલાલ અહેમદ ઉર્ફે બિલાલ કાશ્મીરીની ધરપકડ કરી છે. આ અંગેની માહિતી રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ સંબોધીને આપી છે.
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું કે, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર વર્ષ 2006માં અડધી રાતે દોઢ વાગ્યે બ્લાસ્ટ થયો હતો, આ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. આ આતંવાદી હુમલો કરનારા 9 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બિલાલ કાશ્મીરી નામનો આરોપી છેલ્લા 15 વર્ષથી ફરાર હતો. ત્યારે ગુજરાત એટીએસની ટીમે તેને જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાંથી ઝડપી લીધો છે.

ડી. જી. પી. શ્રી આશિષ ભાટિયા સાહેબ

આશિષ ભાટિયાએ જણાવ્યું કે, દિપેન ભદ્રનના નેતૃત્વમાં એક ટીમ જમ્મુ કાશ્મીર પહોંચી હતી, જ્યાં જમ્મુ અને કાશ્મીર પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. પોલીસનાં સંયુક્ત ઓપરેશનમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે, જેનું નામ મોહમ્મદ હુસેન ઉર્ફે હુસેન અલી ડાર છે. ગુજરાતમાં 108 કિલો ચરસ લાવવાનો આરોપી ડાર પણ 2006થી જ ફરાર હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બિલાલ અહેમદ ઉર્ફે બિલાલ કાશ્મીરી નામનો આતંકી 2006માં ભરૂચમાં આવેલ મદરેસામાં ભણતો હતો અને ત્યારબાદ તે લશ્કર-એ-તૌયબામાં જોડાઈ ગયો હતો. કાલુપુર બ્લાસ્ટ કેસમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બશીર કાશ્મીરી નામનો આતંકવાદી કાશ્મીરમાં એક એન્કાઉન્ટમાં ઠાર થયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાત ATS નું વધુ એક સફળ ઓપરેશન, અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર થયેલા બ્લાસ્ટના આરોપીને જમ્મુ-કાશ્મીરથી ઝડપી પાડ્યો

Related posts

ઓલ ગુજરાત વાલી મંડળનું ગુજરાતનાં શિક્ષણમંત્રીને પત્ર, કહ્યું ધોરણ 1 થી 12 ની શાળાઓ 15 જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવે, કોરોના વકર્યો

Phone: 9998685264.

મહા મુકાબલો / ગુજરાત ટાઈટન્સ vs/ રાજસ્થાન રોયલ્સ વચ્ચે ગ્રાન્ડ ફિનાલે, ગુજરાત પ્રથમ અને રાજસ્થાનની બીજી વખત ટાઇટલ જીતવાની આશા, સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસનો ચાંપતો બંદોબસ્ત

Phone: 9998685264.

સુરત / ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારને ઘેરવા બંધનું એલાન! મોંઘવારી, GST, પેટ્રોલ, ડીઝલ અને ગેસના વધતા ભાવના વિરોધમાં સ્વયંભુ બંધ રાખવા અપીલ, 10 સપ્ટેમ્બરે ગુજરાત સાંકેતિક બંધનો એલાન

Phone: 9998685264.

Leave a Comment