Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત પોલીસ ગ્રેડ પે મુદ્દે કોંગ્રેસના બે દિગ્ગજ નેતા હિમ્મતસિંહ પટેલ અને શૈલેષ પરમાર મહિલા કોન્સ્ટેબલ નીલમબેન મકવાણાને ન્યાય અપાવવા મેદાને ઉતર્યા, CM અને ગૃહમંત્રીને પત્ર પાઠવી ન્યાયની માંગણી કરી

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 899

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

ગુજરાત પોલીસ ગ્રેડ-પે મામલે અમદાવાદના રખિયાલની સસ્પેન્ડ થયેલ કોન્સ્ટેબલ નીલમ મકવાણાને ન્યાય આપવા માટે દાણીલીમડાના ધારાસભ્‍ય શૈલેષ પરમાર અને બાપુનગરના ધારાસભ્‍ય હિંમતસિંહ પટેલે રૂબરૂ મળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

છેલ્લા 5 મહિનાથી પોલીસ કર્મીઓના ગ્રેડ-પે પગારની વિસંગતતા દૂર કરવા માટે નીલમ મકવાણા લડત ચલાવી રહ્યા છે.

મહિલા કોન્સ્ટેબલ નીલમબેન મકવાણા


23 માર્ચના રોજ ગાંધીનગર સ્થિત અખબર ભવનથી તેમની ધરપકડ કરી તેમને સાબરમતી જેલમાં કેદ કરી દેવામાં આવ્યા હતા.

નીલમ મકવાણાએ જેલમાં ભૂખ હડતાળ શરૂ કરી હતી. ત્યારબાદ તેમની તબિયત લથડતા છેલ્લા 2-3 દિવસથી તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં તેમની તબિયત દિન-પ્રતિદિન બગડી રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

નોંધનીય છે કે, બે દિવસ પહેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી તેમને મળતા સિવિલ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, અમારી સરકાર આવશે તો અમે પોલીસને ગ્રેડ-પેનો લાભ આપીશું.

ત્યારે નીલમબેન મકવાણાની થયેલ બદલી રદ્દ કરી મુળ જગ્‍યાએ નોકરી પર પરત લેવા, બાકી રહેલ પગાર ચૂકવવા અને ન્‍યાય આપવા વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને અમદાવાદ શહેરના દાણીલીમડાના ધારાસભ્‍ય શૈલેષ પરમાર અને

બાપુનગરના ધારાસભ્‍ય હિંમતસિંહ પટેલે મુખ્‍યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષસંઘવીએ રૂબરૂ મળી પત્ર પાઠવ્‍યો હતો.
શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલે કરેલ રજૂઆત બાદ મુખ્‍યમંત્રી અને ગૃહ મંત્રીએ નીલમબેન મકવાણાને ન્‍યાય મળે તે માટે હકારાત્‍મક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાત પોલીસ ગ્રેડ પે મુદ્દે કોંગ્રેસના બે દિગ્ગજ નેતા હિમ્મતસિંહ પટેલ અને શૈલેષ પરમાર મહિલા કોન્સ્ટેબલ નીલમબેન મકવાણાને ન્યાય અપાવવા મેદાને ઉતર્યા, CM અને ગૃહમંત્રીને પત્ર પાઠવી ન્યાયની માંગણી કરી

Related posts

દહેગામ નજીક કંથારપુરાના આર્મી જવાનનું મધ્યપ્રદેશમાં નિધન
જવાનને આખરી સલામી આપવા મોટી સંખ્યામાં લોકો કંથારપુરા ગામમાં ઉમટી પડ્યા

Phone: 9998685264.

અમદાવાદ /NCB ને મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 20 કરોડના કોકેઈન સાથે આફ્રિકન પેડલરની ધરપકડ,

Phone: 9998685264.

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ ને અદાણી ગ્રુપે ભારત સામે નું સુનિયોજીત ષડ્યંત્ર ગણાવ્યું

Phone: 9998685264.

Leave a Comment