Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાતમાં 8 મહાનગર પૈકી 7 માં પોલીસ કમિશ્નર તો હવે કયા મહાનગરમાં પોલીસ કમિશ્નરની નિયુક્તિ થશે, શુ ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાર્યકાળમાં આ કામ થશે?

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 301

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ગુજરાતના આઠ પૈકી સાત મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પોલીસ કમિશનર અને કચેરીની નિયુક્તિ થયેલી છે પરંતુ રાજ્યના પાટનગર ગાંધીનગરને હજી સુધી પોલીસ કમિશનરની કચેરી કે કમિશનર મળી શક્યા નથી. રાજ્યનો ગૃહ વિભાગ જાહેરાતના નવ મહિને પણ નિર્ણય લઇ શકી નથી.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ત્રણ વખત ચૂંટણી યોજાઇ ચૂકી છે. શહેરની વસતી અને વિસ્તારમાં પણ વધારો થયો છે છતાં પોલીસ કમિશનરની કચેરી હજી સુધી મળી નથી.

શહેરમાં અમદાવાદના કેટલાક વિસ્તારોનો સમાવેશ કરી નવા નકશાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે.

રાજ્યના ગૃહ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે છેલ્લા અંદાજપત્રમાં ગાંધીનગરને પોલીસ કમિશનરેટ આપવાની જાહેરાત થઇ ચૂકી છે પરંતુ સરકાર કક્ષાએથી કોઇ પ્રત્યુત્તર મળી શક્યો નથી તેથી આ કચેરીની કામગીરી અટકી છે. સરકાર તરફથી અમને લીલીઝંડી મળી જાય તો અમારી પાસે સેટઅપ તૈયાર છે.

હાલ રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢમાં પોલીસ કમિશનરની કચેરી આવેલી છે. એકમાત્ર ગાંધીનગર બાકાત છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વસતી અને પોલીસના કામનું ભારણ વધતું જાય છે તેથી ગૃહ વિભાગે ચાંદખેડા-મોટેરા વિસ્તારની પોલીસ કાર્યવાહીને ગાંધીનગરમાં ભેળવવાનું નક્કી કર્યું હતું. ગાંધીનગર કમિશનરેટ વિસ્તારના નવા નકશાનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

ગૃહ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે ગાંધીનગરની વસતી અને વિસ્તાર વધતાં હવે પોલીસ કમિશનરેટની આવશ્યકતા છે. આ કચેરી ક્યાં બનાવવાની તે પણ અગાઉ નક્કી થઇ ચૂક્યું છે પરંતુ સરકાર તરફથી કમિશનરેટની કેટલીક વિસંગતતાઓની પૂર્તિ કરવાની બાકી હોવાથી હજી સુધી નિર્ણય લઇ શકાયો નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાતમાં 8 મહાનગર પૈકી 7 માં પોલીસ કમિશ્નર તો હવે કયા મહાનગરમાં પોલીસ કમિશ્નરની નિયુક્તિ થશે, શુ ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાર્યકાળમાં આ કામ થશે?

Related posts

અમદાવાદ સાયબર ક્રાઈમ ની કામગીરી થી ગૃહમંત્રી હર્ષ સંઘવી ખુશ, કમિશ્નર સંજય શ્રીવાસ્તવને અભિનંદન પાઠવ્યા, ઓનલાઈન ફ્રોડના શિકાર બનેલા 16 હજારથી વધુ લોકોના પૈસા સાયબર ક્રાઈમે પાછા અપાવ્યા

Phone: 9998685264.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પૂર્ણા યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો, સખી, સહ સખી ની કિશોરીઓને ICDS અને અભયમની ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું

Phone: 9998685264.

અમદાવાદ /સાબરમતી સેન્ટ્રલ જેલમાં ઉઘરાવાઈ રહી છે ખંડણી, માથાભારે કેદીઓ તેમના સાથી કેદીઓ પાસેથી ખંડણી ઉઘરાવી રહ્યા હોવાનું કિસ્સો સામે આવ્યો, ફરીયાદ દાખલ જુઓ વિડીયો

Phone: 9998685264.

Leave a Comment