Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનના પ્રાંગણમાં સ્વતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી! ધ્વજ વંદન, વૃક્ષારોપણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા

ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનના પ્રાંગણમાં સ્વતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી! ધ્વજ વંદન, વૃક્ષારોપણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 4201

ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનના પ્રાંગણમાં સ્વતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી! ધ્વજ વંદન, વૃક્ષારોપણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા

અહેવાલ – રીતેશ પરમાર

સંપર્ક 9998685264

સ્વતંત્રતા દિવસ સ્વતંત્રતા માટેના લાંબા અને કઠોર સંઘર્ષની યાદમાં ઉજવવામાં આવે છે, જેની વિશેષતા ભારતીય જનતાના વ્યાપક એકત્રીકરણ, મહાત્મા ગાંધી જેવી વ્યક્તિઓની આગેવાની હેઠળના અહિંસક પ્રતિરોધ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા અસંખ્ય બલિદાન દ્વારા વર્ગીકૃત થયેલ છે.

તેમણે ભારતને એક લોકશાહી ગણરાજ્યના રુપમાં સ્થાપિત કર્યું. તેમણે લોકશાહી, ન્યાય અને સ્વતંત્રતાના સિદ્ધાંતો પર ભાર મૂકતા “લોકોની, લોકો દ્વારા, લોકો માટે” સરકારનો પાયો નાખ્યો.

સ્વતંત્રતા દિવસ એક વૈવિધ્ય સભર ઉત્સવ છે જે ભારતના ભૂતકાળના સંઘર્ષોનું સન્માન કરે છે, તેની વર્તમાન સિદ્ધિઓની ઉજવણી કરે છે અને ભવિષ્યની આકાંક્ષાઓ તરફ જુએ છે. તે રાષ્ટ્રીય ગૌરવ, એકતા અને પ્રતિબિંબનો દિવસ છે, જે સ્વતંત્રતાની ભાવના અને તેના તમામ નાગરિકો માટે વધુ સારા રાષ્ટ્રનું નિર્માણ કરવાની નિરંતર શોધને દર્શાવે છે.

જેથી આજે 15મી ઓગસ્ટ 2024ના રોજ 78મા સ્વતંત્રતા દિવસના શુભ અવસરે ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનના પ્રાંગણમાં વિશેષ્ઠ અતિથિ તરીકે અમદાવાદ રેલ્વેના માનનીય વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધક શ્રીમતી ડો. જીનિયા ગુપ્તા હાજર રહ્યા હતા. જયારે ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનના સુપ્રીટેન્ડેન્ટ જયેશ ચુનારા દ્વારા ઘ્વજ લહેરાવવામાં આવ્યો હતો. સાથે ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સના આચાર્ય, શિક્ષક ગણ અને વિધાર્થી/વિધાર્થીનીઓ દ્વારા ખૂબજ સુંદર અને સરસ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ, વિધાર્થીનીઓ સહીત 300 થી વધુ બાળકો ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમ બાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

ડો.જીનિયા ગુપ્તાના કરકમલો થી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે વિશેષ અતિથિ માનનીય IPS અધિકારી શ્રી હસમુખ પટેલ, શ્રીમતી બીના હસમુખ પટેલ દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કન્સલ્ટેટિવ ​​કમિટીના તમામ પાંચ સભ્યો અને ગાંધીનગર વરિષ્ઠ નાગરિક જૂથ ના સભ્યો પણ તેમના પરિવારો સાથે ઉપસ્થિત રહ્યા હતા. સાંજ સુધીમાં ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન દ્વારા 150 થી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.તો બીજીતરફ વૃક્ષોની સુરક્ષા માટેના ટ્રી ગાર્ડ ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કાર્યક્રમને વ્યવસ્થિત રીતે સંચાલન કરીને સફળ બનાવવા માટે ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનના સુપ્રીટેન્ડેન્ટ જયેશ ચુનારાએ પોતાના અથાગ પ્રયાસ થકી સુંદર રીતે સફળ બનાવી સિંહફાળો આપ્યો હતો.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનના પ્રાંગણમાં સ્વતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી! ધ્વજ વંદન, વૃક્ષારોપણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા

Related posts

રથયાત્રા દરમ્યાન અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલે બેભાન થઈને ઢળી પડેલા 12 વર્ષના બાળકનો જીવ બચાવ્યો, બાળકને પોતાના ખબે ઉચકી એક કિલોમીટર સુધી દોટ લગાવી, 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી દેવદૂત બન્યો પોલીસ જવાન

Phone: 9998685264.

મોરબીમાં એક શખ્સે દુકાનમાં સંગ્રહ કરી રાખ્યો હતો દારૂનો જથ્થો, એલસીબીએ બાતમીના આધારે દુકાનમાં રેડ કરી 312 બિયરના ટીન સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

Phone: 9998685264.

અમદાવાદ / બોપલ ડ્રગ્સ રેકેટ મામલો , ડ્રગ્સ પાર્ટીમાં પ્રતિષ્ઠિત લોકો સાથે IAS, IPS ના સંતાનો પણ હાજર હતા? 70 લોકોની લિસ્ટ તૈયાર

Phone: 9998685264.

Leave a Comment