Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર થી લઈને પાકિસ્તાનના વડાપ્રધાન સહીતની દેશ અને દુનિયાની નામાંકિત હસ્તીઓની સામે થશે તપાસ

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 265

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

ક્રિકેટનાં ભગવાન ગણાતા સચિન તેંડુલકર (Sachin Tendulkar) તથા પ્રખ્યાત (Famous) ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh ambani) ના નાના ભાઈ અનિલ અંબાણી (Anil ambani) ની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. કારણ કે, આં બંને પર કરચોરીનો આરોપ મુકાયો છે. સરકાર દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) જણાવે છે કે, ‘પાન્ડોરા પેપર્સ’ સંબંધિત બાબતોની તપાસ કરાશે.

આની સાથે જ પાન્ડોરા દસ્તાવેજ કેસની તપાસ ચેરમેનના નેતૃત્વમાં તપાસ એજન્સીઓના સમૂહ દ્વારા થશે. સમગ્ર વિશ્વની 14 કંપનીઓમાંથી મળી આવેલ અંદાજે 1 કરોડ 20 ફાઇલોની સમીક્ષાથી વિશ્વના સેંકડો નેતાઓ, અબજોપતિઓ, સેલિબ્રિટીઝ, ધાર્મિક નેતાઓ તેમજ ડ્રગના વેપાર સાથે સંકળાયેલા લોકોના રોકાણનો ખુલાસો થયો છે.

જેને છેલ્લા 25 વર્ષથી હવેલીઓ, બીચ પર બાંધવામાં આવેલ ખાસ મિલકતો, બોટ તથા બીજી મિલકતોના માધ્યમથી છુપાવી દેવામાં આવ્યા હતા. વિશ્વના 117 દેશોમાં 150 મીડિયા સંસ્થાઓના 600 પત્રકારોની મદદથી તૈયાર કરવામાં આવેલ આ અહેવાલને ‘પાન્ડોરા પેપર્સ’ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે.

કારણ કે, તેણે પ્રભાવશાળી તથા કેટલાક ભ્રષ્ટ લોકોની છુપાયેલી સંપત્તિની જાણ કરી છે તેમજ જણાવ્યું છે કે, આ લોકોએ કેવી રીતે હજારો અબજ ડોલરની ગેરકાયદેસર સંપત્તિને છુપાવવા માટે વિદેશી ખાતાનો ઉપયોગ કર્યો છે. આ ગુપ્ત ખાતાઓના લાભાર્થી તરીકે ઓળખવામાં આવેલા 330થી વધારે વર્તમાન તથા ભૂતપૂર્વ નેતાઓમાં જોર્ડનના રાજા અબ્દુલ્લા II, બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર, ચેક રિપબ્લિકના વડા પ્રધાન આન્દ્રેજે બેબીસ, કેન્યાના રાષ્ટ્રપતિ ઉહુરુ કેન્યાટ્ટા અને એક્વાડોર પ્રમુખ ગિલેર્મો લાસો સામેલ છે.

આની સિવાય પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન તથા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બંનેના સહયોગીઓ પણ સામેલ છે. અહેવાલમાં નામ જે અબજોપતિઓના નામ સામે આવ્યા છે, એમા તુર્કીના ઉદ્યોગપતિ અરમાન ઇલિયાક તથા સોફ્ટવેર નિર્માતા રેનોલ્ડ્સ એન્ડ રેનોલ્ડ્સના ભૂતપૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી રોબર્ટ ટી. બ્રોકમેન પણ સામેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર થી લઈને પાકિસ્તાનના વડાપ્રધાન સહીતની દેશ અને દુનિયાની નામાંકિત હસ્તીઓની સામે થશે તપાસ

Related posts

નવરાત્રી ગરબાના આયોજકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે! પંડાલમાં પ્રવેશ કરવા આપવા પડે છે 500 થી 1500 રૂપિયા, GST કમિશ્નર ને આવેદનપત્ર આપી ટેક્સ વસુલ કરવા દર્શન નાયકે કરી રજુઆત

Phone: 9998685264.

અમદાવાદ / બોપલ ડ્રગ્સ રેકેટ મામલો , ડ્રગ્સ પાર્ટીમાં પ્રતિષ્ઠિત લોકો સાથે IAS, IPS ના સંતાનો પણ હાજર હતા? 70 લોકોની લિસ્ટ તૈયાર

Phone: 9998685264.

68 જજના પ્રમોશનનો કાનુની જંગ : 40ની બઢતી રદ્દ-28ને રાહત : હાઇકોર્ટનું નોટીફીકેશન, 40 જજોને સીનીયર સીવીલ જજ પર યથાવત રાખી દેવામાં આવ્યા

Phone: 9998685264.

Leave a Comment