Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અરે.. આરોપીથી આવું તો શુ પૂછી લીધું કે પોલીસકર્મીનું માથું ફોડી નાખ્યું! હુમલો કરનાર આરોપી કોણ, SP મયુર ચાવડા હોસ્પિટલ દોડી આવ્યા, જાણો સમગ્ર મામલો….

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 6124

ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં એક અસ્થિર મગજના જણાતા આરોપીએ ફરજ પરના PSO ને માથા અને હાથ ઉપર હાથા જેવા હથિયારથી બે ફટકા મારી જીવલેણ હુમલો કરતા PSO ભીમસીંગ વસાવા લોહીલુહાણ થઈ ગયા હતા. જેથી તેમને સારવાર અર્થે તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતા. ઘટના વિશે એસપી મયુર ચાવડાને જાણ કરાતા તેઓ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે એક કોલ આવ્યો હતો કે ભરૂચ શહેરમાં એક અવાવરુ જગ્યાએ આવેલ બંધ મકાન બહાર એક યુવાન બેઠો છે અને તેમની હિલચાલ શંકાસ્પદ છે. જેથી એ ડીવીજન પોલીસ તે સ્થળે પહોંચી ગઈ હતી.ખૂબ જ ગભરાયેલા અને શંકાસ્પદ જણાતા યુવાનને વરદીના આધારે PCR વાન લેવા ઘટના સ્થળે પોહચી હતી. જ્યાં આ ભયભીત અને માનસિક અસ્વસ્થ લાગતા યુવાનની પોલીસે પૂછપરછ કરી ત્યારે તેમણે તેનું નામ વિજય હોવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ ભરૂચ એ ડીવીજન પોલીસ યુવાનને પોલીસ વાનમાં બેસાડી પોલીસ મથકે લઈ આવી હતી. સ્ટાફ તેની પૂછપરછ કરી માહિતી મેળવે તે પેહલા જ આ યુવાને પોલીસ મથકમાં પડેલાં હાથા જેવા સાધન વડે ફરજ પરના PSO ભીંમસિંગ ભાઈ પર હુમલો કરી દીધો હતો.

માથા અને હાથ પર PSO ને બે ફટકા મારી દેવામાં આવતા તેઓને માથામાંથી લોહી નીકળવા લાગતા પોલીસ સ્ટેશનમાં ભાગદોડ મચી ગઇ હતી. તાત્કાલિક ગંભીર રીતે ઘવાયેલા PSO ને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા. ઘટનાની જાણ એ ડિવિઝન પી.આઈ. બી.એલ.મહેરિયાને થતા તેઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, DYSP ચિરાગ દેસાઈ પણ સિવિલ ખાતે પોહચી ગયા હતા.

ઇજાગ્રસ્ત પોલીસકર્મીનો સિટી સ્કેન અને અન્ય જરૂરી રિપોર્ટ કઢાવવામાં આવ્યા હતા. પોલીસકર્મી ખતરાથી બહાર હોવાનું SP મયુર ચાવડા એ જણાવી વધુ સારી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હોવાની માહિતી આપી હતી. સાથે જ ઘટનામાં હુમલો કરનાર વિજય નામના યુવાન સામે જીવલેણ હુમલો કરી હત્યાના પ્રયાસ માટે 307 નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે હુમલો કરનાર શખ્સ તાજેતરમાં જ બિહારથી અહિંયા આવ્યો હતો. અને તેણે બિહારમાં કોઇ ગુનો કર્યો છે કે નહિ તે દિશામાં પણ પોલીસે વધુ ભાળ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અરે.. આરોપીથી આવું તો શુ પૂછી લીધું કે પોલીસકર્મીનું માથું ફોડી નાખ્યું! હુમલો કરનાર આરોપી કોણ, SP મયુર ચાવડા હોસ્પિટલ દોડી આવ્યા, જાણો સમગ્ર મામલો….

Related posts

દાહોદ/ SOG એ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઉપર રેડ કરી, દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતો 130 લિટર લીકવીડ સાથે 5 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો, નિવૃત પોલીસકર્મીના પુત્ર અને પત્રકારની ધરપકડ

Phone: 9998685264.

દિલ્હી / અમિતશાહની પાકિસ્તાનને ખુલ્લી ધમકી, જો હવે પછી કોઈ આતંકવાદી પ્રવૃત્તિ ભારતમાં કરશો તો સર્જીકલ સ્ટ્રાઇક્સ કરવામાં આવશે,

Phone: 9998685264.

જૂનાગઢમાં કેદીઓને લઈ જતી પોલીસ બસમાંથી LCB એ 23 ઈંગ્લીશ દારૂની બોટલો ઝડપી પાડી, MT શાખામાં આઉટસોર્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા શખ્સની ધરપકડ

Phone: 9998685264.

Leave a Comment