Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમરાઈવાડીમા SMC ત્રાટકી, સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ચાલતું જુગારધામ ઝડપાયુ, 1.58 લાખના મુદ્દામાલ સાથે 12 જુગારીઓની ધરપકડ, વહીવટદારોની ભૂંડી ભૂમિકા

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 3814

છેલ્લા ઘણા સમય થી અમદાવાદમા ચાલતી દારૂ જુગારની ગેરકાયદેસર બદીઓ ઉપર પોલીસ કમિશ્નર શ્રી જી એસ મલિકે બ્રેક લગાવી દીધી છે. બુટલેગરો નવા પોલીસ કમિશ્નરના ડરથી ભોય ભેગા થઈ ગયા છે. તેમ છતાં અમુક પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ કમિશ્નરના આદેશનો અનાદર થતો હોય તેવા કિસ્સા પ્રકાશમા આવ્યા છે. જેમાં મુખ્યત્વે અમદાવાદના પૂર્વ વિસ્તારના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્થાનિક પોલીસના વહીવટદારો પોલીસ કમિશ્નર કરતા પણ સવાયા બન્યા છે. આવા વહીવટદારો કે જેમણે જાણે પોલીસ કે કાયદાનો ડર જ ના રહ્યો હોય તેમ અસામાજિક તત્વો અને દારૂ જુગારના સંચાલકો સાથે સાંઠગાંઠ કરી ગેરકાયદેસર પ્રવૃતિઓને મંજૂરી આપી રાતોરાત પૈસા કમાઈ લેવા છે. તેથી જ બહારની એજન્સીઓ ને બાતમીદારો બાતમી આપી રેડો કરાવી રહ્યા છે. આ તમામ પ્રકારની જે દારૂ જુગાર અને માદક પદાર્થોની અસામાજિક પ્રવૃતિઓ ધમધમી રહી છે તેમાં સો ટકા વહીવટદારોની ભૂંડી ભૂમિકા સામે આવી રહી છે. ટાઈમ્સ ઓફ અમદાવાદ આવા ફૂટેલા વહીવટદારોની એક યાદી તૈયાર કરી અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર શ્રી જી એસ મલિક અને ગુજરાત પોલીસના DGP શ્રી વિકાસ સહાય સાહેબને આપવાનું બીડું ઝડપશે. જેથી કરીને બુટલેગરો સાથેનો તેમનો ઘરોબો કેવો છે તેની તપાસ થશે ત્યારેજ આવી પ્રવૃતિઓને જડમૂળ થી ખતમ કરી શકાશે.

જો વાત કરીએ અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારની તો ગાંધીનગર SMC ( સ્ટેટ મોનીટરીંગ સેલ) ની તો તેમના નીડર અને નિષ્પક્ષ PI કે. બી. ખાંભલાને ગુપ્ત રીતે માહિતી મળી હતી કે અમરાઈવાડી વિસ્તારમાં સ્વસ્તિક ચાર રસ્તા જોગણી માતાના મંદિર પાસે આવેલ સુખસગાર સોસાયટીમા રહેતો પ્રકાશ વસંતભાઈ પરમાર નામનો શખ્સ સ્થાનિક પોલીસના વહીવટદારોને મસમોટો હપ્તો આપી અંદર -બહારનો જુગાર રમાડી રહ્યો છે. જેના ઉપર અમરાઈવાડી પોલીસના ચાર હાથ છે. સ્થાનિક પોલીસ હપ્તો લેતી હોય તેના લીધે પોલીસ જુગારધામ ઉપર રેડ નહી કરશે. બાતમીદારની ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર કે બી ખાંભલા વિશે વધુ વાત કરીએ તો તેમણે જ્યારથી સ્ટેટ મોનીટરીંગ સેલમાં ફરજ બજાવવાનું શરુ કર્યું છે ત્યારથી અત્યાર સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં જુદી જુદી જગ્યાઓ ઉપર દારૂ જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃતિઓને ઝડપી પાડી અસંખ્ય ગુનાખોરોને જેલ ભેગા કરી દીધા છે. ત્યારે અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ જુગારધામ ધમધમતો હોવાની ચોક્કસ બાતમી મળતા સ્ટેટ મોનીટરીંગ સેલના જાંબાઝ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે બી ખાંભલાએ પોતાના મોટા પોલીસ કાફલા સાથે રેડ કરી જુગારધામ ઝડપી પાડી સ્થાનિક પોલીસ અને વહીવટદારોની બુટલેગરો સાથેની ભૂંડી ભૂમિકાની પોલ ખોલી નાખી હતી.

આ રેડ દરમિયાનમાં ત્યાંથી જુગાર રમતા પ્રકાશ પરમાર, ઉમેશ ઠાકોર, મૌલિક મકવાણા, હસમુખભાઈ દંતાણી, આકાશ ચાવડા, નીતિનભાઈ દેવીપૂજક, વિજય લુહાર, સુરેશકુમાર સાઘુ, સુનિલ ઠાકોર, ડાહ્યાભાઈ ચાવડા, અનિલ રાઠોડ અને દિપક મિસ્ત્રીની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે તેમની પાસેથી રૂ.50 હજાર રોકડા, 7 મોબાઈલ અને રૂ.80 હજારની કિંમતના 3 વાહન મળીને કુલ રૂ. 1.58 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ માટે જુગાર રમતા પકડાયેલા 12 માણસોને અમરાઈવાડી પોલીસને સોંપી દીધા હતા.ઉલ્લેખનીય છે કે, અમદાવાદ પોલીસ કમિશનર તરીકે જી.એસ.મલિકની નિમણૂક થતા તેમણે દારૂ-જુગાર સહિતની ગેરકાયદે પ્રવૃત્તિ સંપૂર્ણ બંધ કરાવી દેવા પોલીસને કડક સૂચના આપી હતી. તેમ છતાં કેટલાક વિસ્તારોમાં દારૂ -જુગાર સહિતની પ્રવૃત્તિ હાલમાં પણ ચાલી રહી હોવાથી પીસીબી અને સ્ટેટ મોનિટરિંગ સેલ દરોડા પાડવાની ફરજ પડી રહી છે.

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમરાઈવાડીમા SMC ત્રાટકી, સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ચાલતું જુગારધામ ઝડપાયુ, 1.58 લાખના મુદ્દામાલ સાથે 12 જુગારીઓની ધરપકડ, વહીવટદારોની ભૂંડી ભૂમિકા

Related posts

તાંત્રિક વિધીનું ભૂત પડ્યું ભારે, કોંગ્રેસ પક્ષમાંથી મહિલા કોર્પોરેટર જમના વેગડાને કરાયા સસ્પેન્ડ, રાજકારણમાં તાંત્રિક વિદ્યાના કિસ્સાએ પડઘા પાડ્યા

Phone: 9998685264.

राजस्थान / सिरोही में गर्भवती महिला की रहस्यमयी हत्या! महिला का शव मिला! राजस्थान पुलिस को मृत महिला के गुजराती होने का शक, हत्या के पीछे अनैतिक संबंध की प्रबल संभावना? हत्यारा इलाके को जानता है

આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતી એ શ્રદ્ધાંજલિ અર્પિત કરી

Phone: 9998685264.

Leave a Comment