Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ શહેરને લુખ્ખા તત્વો લઈ રહ્યા છે બાનમાં, બાપુનગરમા ટ્રાફીક પોલીસકર્મીને જાહેરમાં અસામાજિક તત્વોના ટોળાએ માર માર્યો, ACP ની ઓફિસમાં પણ છુટ્ટા પથ્થર ફેંક્યા,જુઓ વિડિઓ

Our Visitor

000112
Total Users : 112
Total views : 212
Who's Online : 0
Views 271

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

જુઓ સમગ્ર ઘટનાનો વિડીયો
         અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ ગરીબનગર ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસકર્મી પોતાની ફરજના ભાગ રૂપે વાહન ચેકીંગ કરી રહ્યો હતો. ત્યારે ત્યાંથી પાસર થતાં એક બાઈક ચાલકને રોકી તેમની પાસેથી ગાડીના પેપર સહિતના ડોક્યુમેન્ટની માંગણી કરતા બાઈક ચાલક ઉશ્કેરાઈ ગયો હતો, અને ત્યારબાદ ટ્રાફીક પોલીસકર્મી સાથે ગાળાગાળી કરીને ઝપાઝપી કરવાનું શરુ કરી દીધું હતું. જેથી પોતાના સ્વબચાવમાં પોલીસકર્મીએ પણ પ્રતિકાર કર્યો હતો. પરંતુ બાઈક સવાર સાથે તેના અન્ય મિત્રો અને તેના સમર્થનમાં ટોળું એકઠું થઈ જતા પોલીસકર્મીને દોડાવી દોડાવીને માર માર્યો હતો.

   પોલીસકર્મી સાથે બાઈક ચાલકની રકઝકમાં ટોળાએ ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરી મારો મારોની બૂમો પાડી પોલીસની ફરજમાં રુકાવટ પેદા કરી હતી.એટલુંજ નહિ ગંદી ગાળો ભાંડી ટ્રાફીક જવાનને ઢસડી ઢસડીને માર મારવામાં આવ્યો હતો. જયારે પોલીસકર્મી પોતાને ટોળાંથી બચવા ACP ઓફિસમાં ઘુસી જાય છે ત્યારે ટોળામાંથી અમુક લુખ્ખા તત્વો ACP ઓફિસમાં ઘુસી જઈને છુટ્ટા પથ્થર ફેંકીને પોલીસને મારે છે. આ ઘટનાના લીધે પોલીસ વિભાગમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, તો બીજીતરફ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ અપાયા છે.

    ઉલ્લેખનીય છે કે, બાપુનગરમા પોતાની ફરજ બજાવી રહેલા ટ્રાફીક પોલીસકર્મીને તેના ફરજ સ્થળ ઉપર તેમજ અમદાવાદ H. ડીવીઝન ACP ની ઓફિસ સામે જે રીતે અસામાજિક તત્વો દ્વારા માર મારવામાં આવ્યો હતો.તે જોતા કહી શકાય કે,અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળાઈ ગઈ છે.છેલ્લા ઘણા સમય થી અમદાવાદમાં ખુલ્લેઆમ મર્ડર,લૂંટ,ચોરીઓ, દુષ્કર્મ અને નજીવી બાબતમાં થતાં જીવલેણ હુમલાઓની ઘટનાઓ ચાડી ખાય છે કે, અમદાવાદ શહેરમાં લુખ્ખા તત્વોનો દબદબો વધી રહ્યો છે. અને પોલીસ આવા તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નિષ્ક્રિય દેખાઈ રહી છે. આજની ઘટનામાં જે રીતે એક પોલીસકર્મીને અસામાજિક તત્વો જો ACP ની ઓફિસમાં ઘૂસીને માર મારી સકતા હોય તો સામાન્ય નાગરીકની સુરક્ષા કોના હાથમાં રહેશે. હાલ પોલીસકર્મીની ફરીયાદ અને વિડીઓમાં દેખાઈ રહેલી હકીકતના આધારે કસૂરવાર લુખ્ખા તત્વો સામે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ શહેરને લુખ્ખા તત્વો લઈ રહ્યા છે બાનમાં, બાપુનગરમા ટ્રાફીક પોલીસકર્મીને જાહેરમાં અસામાજિક તત્વોના ટોળાએ માર માર્યો, ACP ની ઓફિસમાં પણ છુટ્ટા પથ્થર ફેંક્યા,જુઓ વિડિઓ

Related posts

ભરૂચના અંકલેશ્વરમા ફરી એક વખત સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો, 30 લાખથી વધુનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો, ચૂંટણીમાં પાર્ટીઓ કરવાનો હતો કારસો, 2 ની ધરપકડ

Phone: 9998685264.

ગુજરાતનાં પોલીસવડા આશિષ ભાટિયા દ્વારા રાજુ ભાર્ગવ, અનુપમસિંહ ગેહલોત, મયંક ચાવડા સહીતના IPS ઓફિસરોનો કરાયો સન્માન, ACP, PI વિજિલન્સ ઓફિસર, હેડ કોન્સ્ટેબલોને સારી કામગીરી બદલ એવોર્ડ અપાયા જુઓ વિડીયો

Phone: 9998685264.

સરદારનગરમાં PCB ની દારૂની મહેફિલ ઉપર રેડ! અમદાવાદમાં રાજસ્થાનની જેમ ઠાઠ-માઠ થી પીરસાઈ રહ્યો હતો ઇંગ્લિશ દારૂ, મહિલા બુટલેગર સહીત 12 લોકોની ધરપકડ

Phone: 9998685264.

Leave a Comment