Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ /કુબેરનગર વિસ્તારના છારાનગરમાં પીવાના પાણી અને ગંદકીથી સ્થાનિક લોકોમાં આક્રોશ,વારંવાર રજુઆત છતાં કોર્પોરેટરો અને અધિકારીઓના આંખ આડા કાન,

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 458

જયેન્દ્ર અભવેકર

*સમસ્યાઓનું નિવારણ ના થાય તો સ્થાનિક કોર્પોરેટરો સામે દેખાવ કરાશે.

*કોર્પોરેશનના અધિકારીઓ ને વારંવાર રજુઆત છતાં કોઈ નિરાકરણ થતું નથી
*સ્થાનિક રહીશો માં ગટરના ગંદા પાણી અને ગંદકીના કારણે મચ્છર જન્ય રોગો ફાટી નીકળવાની દહેશત

  • રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં તેમજ રોડ બંધ કરી દેવાના કારણે ટ્રાફીકની સમસ્યાના લીધે લોકોને હેરાનગતિ

અમદાવાદ.11.
કુબેરનગર વોર્ડમાં 25 વર્ષ ભાજપના કોર્પોરેટરોએ રાજ કર્યા બાદ ભોળી પ્રજાએ કોંગ્રેસને ખોબે ખોબે મત આપ્યા છતાં વિસ્તારમાં ઠેર ઠેર પીવાનું ગંદુ પાણી , ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે.ત્યારે “ભૂત ગયા અને પલિત આવ્યા”તેવો ઘાટ ઘડાયો છે.

કુબેરનગરના છારાનગર રોડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સાથે ગટરનું ગંદુ પાણી આવી રહ્યું છે.ગટરો વારંવાર ઉભરાઈ રહી છે.ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવાં મળી રહ્યા છે.સ્થાનિક લોકોમાં ઝેરી મેલેરિયાના રોગના દર્દીઓની સંખ્યા વધુમાં વધુ જોવા મળી રહી છે.આ મામલે ત્યાંના કોંગ્રેસના ચૂંટાયેલા કોપોરેટરો અને અધકારીઓને વારંવાર રજુઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવા તૈયાર નથી.આ વિસ્તારમાં ગંદકી ના કારણે લોકો “ગંદકી નો કીડો”નામ થી પણ બોલી રહ્યા છે.જ્યારે અધિકારીઓ “આંખ આડા કાન”કરી કોઈની પણ વાત સાંભળી રહ્યા નથી.


આ મામલે આમ આદમી પાર્ટીના કુબેરનગર વોર્ડના પ્રમુખ જ્યેન્દ્ર અભવેકરે જણાયું હતું કે આગામી સોમવાર સુધીમાં કોર્પોરેશનના અધિકારીઓ કોઈ સુખદ નિરાકરણ નહિ લાવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમજ સ્થાનિક કોર્પોરેટરો સામે પણ દેખાવ કરવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ /કુબેરનગર વિસ્તારના છારાનગરમાં પીવાના પાણી અને ગંદકીથી સ્થાનિક લોકોમાં આક્રોશ,વારંવાર રજુઆત છતાં કોર્પોરેટરો અને અધિકારીઓના આંખ આડા કાન,

Related posts

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનના PI ને ઉપલેટા કોર્ટે રૂપિયા 10 હજારનો દંડ ફ્ટકાર્યો! ચેક રિટર્ન કેસમાં ફરિયાદી સાથે બેદરકારી બદલ ઉપલેટા કોર્ટની કાર્યવાહી, જો PI દંડ ના ભરે તો તેમના પગારમાંથી કાપી લેવા કમિશ્નર ને હુકમ કર્યો

Phone: 9998685264.

ભાજપના નેતા અલ્પેશ ઠાકોર ફરી વિફર્યા! ગુજરાત સરકાર દારૂબંધી મામલે નિષ્ફ્ળ, ગુજરાતમાં દારૂ વેચાય તે દુઃખદ બાબત! પોલીસ અધિકારીઓ સાથે રાજકીય નેતાઓ પણ જવાબદાર: અલ્પેશ ઠાકોર, નેતા ભાજપ

Phone: 9998685264.

સુરત / બારડોલી ખાતેની બેંકમાં બંદૂકની અણીએ 10.40 લાખની લૂંટ ચલાવી લૂંટારુ ટોળકી નો દો ગ્યારાહ, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ,

Phone: 9998685264.

Leave a Comment