Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ /એરપોર્ટ પાસેના હાંસોલ વિસ્તારમાં પૂરપાટે આવી રહેલી કારે મહિલાને હવામાં ફંગોળી, ઘટના સ્થળેજ થયું મોત, જુઓ લાઈવ વિડીયો

Our Visitor

000112
Total Users : 112
Total views : 212
Who's Online : 0
Views 287

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે અમદાવાદની એક અકસ્માત ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અમદાવાદના હાંસોલ વિસ્તારમાં અકસ્માતની ઘટના બનતા એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક પુરપાટ ઝડપથી આવી રહેલી કારે રોડ પર ચાલી રહેલી મહિલાને અડફેટેમાં લીધી હતી.

અકસ્માતમાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.
કારચાલકે જ્યારે મહિલાને ટક્કર લગાવી ત્યારે મહિલા હવામાં ફંગોળાઈ ગઈ હતી અને જેના કારણે મહિલાના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું.

આ અકસ્માતમાં કારચાલકએ મહિલાને ટક્કર લગાવ્યા બાદ સામેથી આવેલી એક બીજી કારણે પણ ટક્કર લગાવી હતી. અકસ્માત બન્યા બાદ કારચાલક ઘટનાસ્થળે જ કાર મુકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની સમગ્ર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક કાર ચાલકે રોડ પર ચાલી રહેલી મહિલાને અડફેટેમાં લીધી અને ત્યારબાદ બીજી કારને ટક્કર લગાવી હતી. સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે જ્યારે કારચાલકે મહિલાને ટક્કર લગાવી ત્યારે મહિલા હવામાં ફંગોળાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આકસ્મિક ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. અને આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી.

પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને ઘર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અહીં કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. આ અકસ્માતમાં બંને કારણે ભારે નુકસાન થયું છે. અને કાર ચાલકની બેદરકારીના કારણે એક નિર્દોષ મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ /એરપોર્ટ પાસેના હાંસોલ વિસ્તારમાં પૂરપાટે આવી રહેલી કારે મહિલાને હવામાં ફંગોળી, ઘટના સ્થળેજ થયું મોત, જુઓ લાઈવ વિડીયો

Related posts

Cricket / All India 33 Advocate Asso playing at Hyderabad. Gujarat High Court achieves grand victory over Karnataka High Court in tournament, second consecutive victory of Gujarat High Court

Phone: 9998685264.

સોશ્યલ મીડિયા ઉપર ફેમસ થવાનો મોભ છોડી દેજો! પૂરપાટ ઝડપતી આવતી ટ્રેન સામે ઉભા રહીને વિડીયો બનાવતા યુવકને ટ્રેને મારી ટક્કર, વિડીયો જોઈ પરસેવા છૂટી જશે

Phone: 9998685264.

T20 વર્લ્ડકપમાં ભારતની પાકિસ્તાન સામે ભૂંડી હાર, ઇતિહાસ બદલાયો સાથે પાકિસ્તાની ગૃહમંત્રીના સુર બદલાયા, આપ્યું નફરતભર્યું સંદેશ, જુઓ વિડીયો

Phone: 9998685264.

Leave a Comment