Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદના નરોડા વિસ્તારમાં 6 મહિના અગાઉ ચોરી થયેલા બે વાહનોનો ભેદ ઉકેલી નાખતી નરોડા પોલીસ! 2 ટુ વ્હિલર અને એક વાહનચોર સાથે કુલ 1,10.000 નો મુદ્દામાલ ઝડપી પાડીને પ્રસંશનીય કામગીરી કરી

Our Visitor

000114
Total Users : 114
Total views : 216
Who's Online : 1
Views 2143

અમદાવાદ શહેરમાં રોજબરોજ વાહનચોરીની ઘટનાઓ બનતી હોય છે. જેમાં ખાસ કરીને વાહનચોરો દ્વિચક્રિય વાહનોને ટાર્ગેટ કરતા હોય છે. વાહનચોરોના ચોરી કરવાનાં અવનવા કિમિયાઓ પોલીસને કામગીરી કરવા જાણે ચેલેન્જ આપતાં હોય તેમ અવારનવાર વાહનચોરીની ઘટનાઓને અંજામ આપતાં હોય છે. જેથી પોલીસની કામગીરી વધી . આવાજ એક ગુનામાં અમદાવાદની નરોડા પોલીસે ચોરી થયેલા બે દ્વિચક્રિય વાહનોના ચોરને બાતમીના આધારે ઝડપી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

તમને જણાવી દઈએ કે 6 મહિના અગાઉ નરોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ મીની કાંકરિયા લેકના ગેટ સામેથી પાર્ક કરેલા એક્ટિવા અને એક્સેસ ટુ વ્હિલરની કોઈ અજાણ્યા ચોરોએ ચોરી કરી હતી. જેની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી . આ સંદર્ભમાં નરોડા પીઆઈ કે. વાય. વ્યાસના સીધા માર્ગદર્શનમાં રીઢા ગુનેગારોને ઝડપી પાડવા કડક સૂચન નરોડા પોલીસને કરવામાં આવ્યો હતો.જેથી નરોડા સર્વેલન્સ સ્કોડના પીએસઆઈ કે. બી. રાઠોડ અને તેમનો સ્ટાફ જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે એક શખ્સ નરોડા સ્મશાન તરફથી થઈ ગેલેક્ષી સિનેમા તરફ જવાનો છે. અને તેની પાસે નંબર પ્લેટ વગરની એક્સેસ ગાડી છે. ત્યારબાદ બાતમીના આધારે પીએસઆઈ કે. બી. રાઠોડ અને તેમની સાથે એએસઆઈ અરવિંદસિંહ ભીમસિંહ, સુરેશભાઈ હરજીવન ભાઈ, વિષ્ણુભાઈ હીરાભાઈ સહિતનો પોલીસ સ્ટાફ બાતમી વાળી જગ્યાના પોઇન્ટ ઉપર ગોઠવાઈ ગયા હતા. થોડીજ વારમાં એક એક્સેસ ટુ વ્હિલર વાહન ઉપર એક શખ્સ ત્યાંથી પસાર થતાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતા વાહનચાલક શખ્સ બરાબર જવાબ આપી શક્યો ન હતો. ત્યારબાદ પોલીસ તેને નરોડા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી હતી.

નરોડા પોલીસ સ્ટેશનમાં લઈ આવેલ શખ્સની નરોડાના પીઆઈ કે. વાય વ્યાસ દ્વારા કડક પૂછપરછ કરાતા શખ્સ ઘબરાઈ ગયો હતો અને બાદમાં તેણે પોતાએ કરેલા બે વાહનચોરીના ગુનાની કબૂલાત કરી હતી. નરોડા પોલીસ દ્વારા આરોપીની તપાસ હાથ ધરતા આરોપીનું નામ કુંતલ દુષ્યંત શાહ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલા બે ટુ વ્હિલર વાહનો એક્ટિવા અને એક્સેસ કબ્જે કર્યા હતા. હાલ નરોડા પોલીસે એક વાહન ચોર 1 એક્ટિવા, 1 એક્સેસ સહીત કુલ 1 લાખ 10000 નો મુદ્દામાલ કબ્જે કરી બે ગુનાનો ભેદ ઉકેલી ખુબજ પ્રસંશનીય કામગીરી કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદના નરોડા વિસ્તારમાં 6 મહિના અગાઉ ચોરી થયેલા બે વાહનોનો ભેદ ઉકેલી નાખતી નરોડા પોલીસ! 2 ટુ વ્હિલર અને એક વાહનચોર સાથે કુલ 1,10.000 નો મુદ્દામાલ ઝડપી પાડીને પ્રસંશનીય કામગીરી કરી

Related posts

ડભોઇ પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલ રજા લીધા બાદ લાપતા, પિતાએ નોંધાવી ફરિયાદ

Phone: 9998685264.

પાલનપુર / ચા ની કીટલી ચલાવતી દિવ્યાંગ મહિલાની SP કચેરીમાં આત્મહત્યા કરી લેવાની ચીમકી, દીકરીના અપહરણની ફરીયાદને 2 મહિના થયા છતાં કોઈ ભાળ મળતી નથી

Phone: 9998685264.

મમ્મી-પાપા I LOVE YOU મને માફ કરજો’ કહીને અમરેલી સાંસદની મંડળીમાં નોકરી કરતા યુવકે ટુંકાવ્યું જીવન

Phone: 9998685264.

Leave a Comment