Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સેક્ટર 2 વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ વિશે ઉચ્ચ અધિકારીઓને સમગ્ર જાણકારી હોવા છતાં કોઈ કાર્યવાહી કેમ નહી? હાલ ઓઢવ અને નિકોલના દેશી દારૂના અડ્ડાઓના વિડીયો વાયરલ થયા હોવાની ચર્ચા?

Our Visitor

000111
Total Users : 111
Total views : 211
Who's Online : 1
Views 283

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદ :રાજ્યમાં દારૂ બંધી ખાલી કાગળ પર છે તેવા વધુ બે વિડીયો સોશિયલ મિડીયા પર વહેતા થયા છે. જેમાં શહેરના ઓઢવ અને નિકોલ વિસ્તારમાં જાણે દેશી દારૂની ખુલ્લી છૂટ આપી હોય એમ દારૂનો વેપલો થઈ રહ્યો હોવાનો વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થયો હતો. પરંતુ આ વિડીયોમાં જણાવ્યા અનુસાર, ઓઢવ અને નિકોલ વિસ્તારમાં બે બુટલેગરો વહીવટદારની પરવાનગીથી ખુલ્લે આમ દારૂનો વેપલો કરી રહ્યા છે.જો કે આ અંગેની ઉચ્ચ અધિકારીઓ અને એજન્સીઓ પણ કોઈ કાર્યવાહી ન કરતા હોવાની ચર્ચા છે.
રાજ્યમાં દારૂ બંધી ખાલી કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. અવાર નવાર સોશિયલ મિડીયા પર દારૂના વિડીયો વહેતા થતા ગુજરાતમાં દારૂ બંધીની પોલ દારૂના વેપલાથી ખૂલી જાય છે. વારંવાર દારૂના વિડીયો વાયરલ થયા બાદ કાર્યવાહી થાય છે. પરંતુ તે પહેલાં સ્થાનિક પોલીસ, એજન્સીઓ, નિષ્ક્રિય ભૂમિકા કોના કારણે ભજવે છે તે ચર્ચાનો વિષય બન્યો છે.

થોડા દિવસ પહેલા જ અમદાવાદની એક પ્રસિદ્ધ ખાનગી ચેનલના પત્રકાર દ્વારા સરદારનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાતા દેશી વિદેશી દારૂનો સ્ટિંગ ઓપરેશન કરી ગુજરાતમાં કહેવાતી દારૂબંધીની પોલ ખોલી નાખી હતી. તો અગાઉ પણ ઝોન 4 વિસ્તારના નરોડા GIDC ઇન્ડસ્ટ્રીયલ હબમાં પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા દેશી દારૂના અડ્ડાનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં બુટલેગર પોતે કહી રહ્યા હતા કે તેઓ સ્થાનિક પોલીસને મસમોટા હપ્તા આપી દારૂ વેચવાની પરમિશન લીધી છે. આટલુંજ નહી પણ તે સમયે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક PSI ને 6 હજાર રૂપિયા હપ્તા પેટે આપ્યા હોવાનું પણ વિડીયોમાં જણાવ્યું હતું. હાલ આ PSI ની ભરૂચ ખાતે બદલી કરાઈ છે. જે ખુબજ ચર્ચાનો વિષય બન્યો હતો. આ તમામ દેશી દારૂના અડ્ડાઓ બાબતે ઝોન 4 ના DCP અને ACP ને જાણ કરાઈ હોવા છતાં ઉચ્ચ અધિકારીયોએ કાર્યવાહીના નામે આંખ આડા કાન કર્યા હતા. ત્યારે હાલ સંજોગોમાં પણ નરોડા, ઓઢવ અને નિકોલ વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી વિદેશી દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે. ઓઢવ અને નિકોલ અને કૃષ્ણનગરમાં પોલીસની બુટલેગરો સાથેની સીધી સાંઠગાંઠ થી ચાલતા દેશી વિદેશી દારૂના અડ્ડાઓની ફરીયાદ ત્યાંના ઉચ્ચ અધિકારીયો DCP ઝોન 5 અને DCP ઝોન 4 ને અવારનવાર કરી હોવા છતાં આજદિન સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી. જે ચાડી ખાય છે કે, આ અધિકારીઓ ને દારૂ બંધ કરાવવા માટે કોઈ રસ નથી.

આગાઉ ઘાટલોડિયા અને હવે ફરી એક વાર બે વિડીયો સોશિયલ મિડીયા પર વહેતા થયા છે જેમાં એક ઓઢવ વિસ્તારનો અને બીજો નિકોલ વિસ્તારનો હોવાની ચર્ચા છે. જો કે આ બંન્ને વિડીયોમાં દેશી દારૂનો વેપલો એટલો જોરદાર ચાલી રહ્યો છે કે, જાણે ગુજરાતમાં દારૂની લાઇસન્સ સાથેની પરમિશન મળતી હોય તેવું લાગી રહ્યું છે. ખુલ્લે આમ જ દેશી દારૂની પોટલીઓનુ વેચાણ બુટલેગરો કરી રહ્યા છે.

જો કે સ્થાનિકથી લઈ ઉચ્ચ અધિકારીઓના વહીવટદારોની રહેમનજર હોવાના કારણે કોઈ કાર્યવાહી થતી નથી. સ્થાનિક પોલીસ નરેશ અને અન્ય બુટલેગરના ત્યાં દેખાડા પૂરતી નિલ રેડ કરી કામગીરી બતાવતા હોવાની પોલીસ બેડામાં ચર્ચા છે.

ઓઢવમાં નવા પીઆઇ આવ્યા બાદ નરેશ નામના બુટલેગરનો વિડીયો વાઇરલ થયો છે ત્યારે હવે કંઈ કાર્યવાહી થશે કે કેમ તે જોવાનું રહ્યું છે. ત્યારે નિકોલમાં મન્નજી નામનો બુટલેગર દેશી દારૂનો વેપલો કરી રહી હોવાનો વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે આ વીડિયોની પુષ્ટિ થઈ શકી નથી.

અગાઉ પણ નરોડાના હંસપુરા વિસ્તારમાં એક પાનના ગલ્લા પર જ ખુલ્લે આમ દેશી દારૂનો વેપલો ચાલતો હોવાનો વિડીયો સોશિયલ મિડીયા પર વહેતો થયો હતો. જે બાદ નરોડા પોલીસ ઊંઘમાંથી સફાળી જાગી ગઈ હતી અને બાફમાં કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. નિકોલ અને ઓઢવના દેશી દારૂના વેપલાનો વિડીયો જેવો સોશિયલ મિડીયામાં વહેતો થયો તેની સાથે જ કાર્યવાહી કરી લીધી હોય તેવી ચર્ચા લોક મુખે ચર્ચાઈ રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સેક્ટર 2 વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ વિશે ઉચ્ચ અધિકારીઓને સમગ્ર જાણકારી હોવા છતાં કોઈ કાર્યવાહી કેમ નહી? હાલ ઓઢવ અને નિકોલના દેશી દારૂના અડ્ડાઓના વિડીયો વાયરલ થયા હોવાની ચર્ચા?

Related posts

સુરત સીટી થઈ માથાભારે તત્વોના હાથની કઠપૂતળી, હુમલાખોર બેફામ બન્યા, મોર્નિંગ વોક પર નીકળેલા યુવક પર કર્યો ઘાતકી હુમલો

Phone: 9998685264.

અમદાવાદ /NCB ને મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ પરથી 20 કરોડના કોકેઈન સાથે આફ્રિકન પેડલરની ધરપકડ,

Phone: 9998685264.

વિશ્વ્ રેકોર્ડ / ભારતીય મૂળના ન્યૂઝીલેન્ડના લેગસ્પિન બોલરે ઇતિહાસ રચ્યો, ભારત સામે મુંબઈમા રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં તમામ 10 વિકેટ ઝડપી,દુનિયાનો ત્રીજો બોલર બન્યો

Phone: 9998685264.

Leave a Comment