Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતમાં છેડતી મામલે વધુ એક હત્યાં, છેડતી કરનાર યુવાનને ઠપકો આપવા ગયેલા તરુણને ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારાયો, સુરતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળાઈ

Our Visitor

000111
Total Users : 111
Total views : 211
Who's Online : 1
Views 405

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

સુરત શહેરમાં સતત વધી રહેલ ગુનાખોરીને કારણે લાગી રહ્યું છે કે અહીં કાયદો અને વ્યવસ્થા જેવી કોઇ સ્થિતિ રહી જ નથી. સુરતમાં એક પછી એક હત્યા, દુષ્કર્મ, અને છેડતી જેવા ગુનાઓ હવે સામાન્ય બની રહ્યા છે. ત્યારે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં હત્યા થઈ હોવાની વધુ એક ઘટના સામે આવી હતી. જેમાં વડોદ ગામ ખાતે એક યુવતીની છેડતી કરનાર યુવકને ઠપકો આપતા આપતા ઝગડો થયો હતો.
બાદમાં છેડતી કરનાર યુવકે ઠપકો આપનાર તરુણની ચપ્પુના ઘા મારીને હત્યા કરી હતી. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે. અને હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ સુરત શહેરના વડોદ સ્થિત ગણેશ નગરમાં વસવાટ કરતા અભિષેકસિંગ રમાશંકરસિંગ રાજપુતના એક મિત્ર ઉમાશંકર ઉર્ફે સંકેતની બહેન જ્યારે પાણીપુરી ખાવા માટે પાણીપુરીની લારી પર ગઈ ત્યારે તેના પર પાંડેસરા હાઉસિંગ વિસ્તારમાં વસવાટ કરનાર રોહીત યાદવ નામના માથાભારે તત્વએ કોમેન્ટ કરી હતી.
ત્યારે રોહિત યાદવને સમજાવવા માટે યુવતીનો ભાઈ અને મિત્ર ગયા હતા. અને આ દરમિયાન આ લોકો વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે મિત્ર ઉમાશંકર ઉર્ફે સંકેતને રોહિત યાદવે ગંદી ગાળો આપીને તેના ગાલ પર બે તમાચા પણ માર્યા હતા. ઝગડો થતા અભિષેકનો ભાઈ આદર્શ ઉર્ફે રાહુલ આ બંનેની વચ્ચે પડતા ઉશ્કેરાઇ ગયેલ રોહિતે તેની જોડે રહેલા ચપ્પુથી રાહુલની છાતી પર એક ઘા મારીને તેને ગંભીર ઈજાઓ પહોચાડી હતી.

નોંધનીય છે કે, છાતીના ભાગે ચપ્પુનો ઘા વાગતા જ રાહુલ ત્યાં જ ઢળી પડ્યો હતો. તેમજ રાહુલને બચાવવા માટે વચ્ચે આવેલ તેના મિત્ર મનીષના છાતીના ભાગે પણ રોહિતે ચપ્પુનો એક ઘા મારી દીધો હતો. અને બાદમાં રોહિત ત્યાંથી તરત જ ફરાર થઈ ગયો હતો. આ ઘટના બનવાને પગલે ઘટનાસ્થળે લોકોનું ખૂબ મોટું ટોળું એકઠું થઇ ગયું હતું. ઈજાગ્રસ્ત રાહુલને તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે આ મામલે રાહુલના ભાઈ અભિષેકસિંગ રમાશંકરસિંગ રાજપુતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે ફરિયાદ આધારે આરોપી રોહીત યાદવ વિરુદ્ધ ગુનો નોંધીને તેની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી છે. હાલ આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરતમાં છેડતી મામલે વધુ એક હત્યાં, છેડતી કરનાર યુવાનને ઠપકો આપવા ગયેલા તરુણને ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારાયો, સુરતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળાઈ

Related posts

પલસાણા ખાતે પાણીની ટાંકીની સફાઈ કરતા દરમ્યાન ચાર કામદારોના મોત થવાનો મામલો! દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખી કરી ઉગ્ર રજુઆત, પોલીસની તપાસ શંકાસ્પદ, કંપનીના કસૂરવાર માલિકો સામે કાયદેસર ગુનો નોંધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે

Phone: 9998685264.

અમદાવાદમાં લૂટારુઓ બન્યા બેફામ!
નિકોલમાં બની લૂંટની ઘટના, મહિલાના હાથમાંથી મોબાઈલ ફોનની કરાઈ ચીલઝડપ! એકલી જતી મહિલા પાસેથી બાઈક ઉપર આવેલા લૂટારુઓ કરી લૂંટ, જુઓ વિડીયો

Phone: 9998685264.

ઘી કાંટા ફોજધારી કોર્ટની સામે આવેલી રામાપીર મંદિરની બિલ્ડીંગને AMC સીલ કરી
આ બિલ્ડિંગમાં મંદિરની આડમાં કોમર્શિયલ વકીલોને ઓફિસો હોવાથી સીલ કરાઈ, 40 લાખ ટેક્ષ બાકી હોવાના લીધે કરાઈ કાર્યવાહી

Phone: 9998685264.

Leave a Comment