Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતમાં ચાલી રહેલ ખેલ મહાકુંભમાં સ્ટેટ લેવલ ટેકવોન્ડોની સ્પર્ધામાં 8 વર્ષના રૂદ્ર પવન ગારંગે એ બ્રોન્ઝ મેડલ જીત્યો! રૂદ્ર ગારંગે એ છારા સમાજનો ગૌરવ વધાર્યો, પિતા પણ ગુજરાત પોલીસમાં બજાવે છે ફરજ

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 1515

  તાજેતરમાં સુરત ખાતેના ઓલપાડ માં ખેલ મહાકુંભ યોજાઈ રહ્યો છે. જેમાં વિવિધ - વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતનાં ખૂણે-ખૂણે થી રમતવીરો એ જુદી જુદી ગેમ્સમાં ભાગ લીધો હતો. આ ખેલ મહાકુંભમાં નાના બાળકોની સ્પર્ધાઓનું પણ સરસ આયોજન કરવામાં આવ્યો છે. જેમાં ટેકવોન્ડો u 14 ના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાનું કોશલ્ય બતાવ્યું હતું. જેમાં 8 વર્ષના નાના બાળક રૂદ્ર પવન ગારંગે એ 18 થી 21 કિલોગ્રામ કેટેગરીમાં શાનદાર રમત દાખવી બ્રોન્ઝ મેડલ મેળવી સફળતા હાંસલ કરી હતી.



  તમને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ગુજરાતનાં રમતપ્રેમીઓને તેમનું કોશલ્ય બતાવવા અને પોતાની કુશળ રમત બતાવી ગુજરાત અને દેશ માટે રમી શકે તે માટે ખેલ મહાકુંભ શરુ કરી એક સારો પ્લેટફોર્મ આપવાનું ઉમદા કાર્ય કર્યું છે. જેમાં સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં રસ ધરાવતા બાળકોના માતા-પિતા પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મહેનત કરતા હોય છે, અને તેમના માટે ખેલ મહાકુંભનો આયોજન એક સારો માધ્યમ બન્યો છે. જો વાત કરીયે સુરત ખાતેના ઓલપાડની તો ત્યાં તાજેતરમાં ખેલ મહાકુંભનો ભવ્ય આયોજન કરવામાં આવ્યો છે. આ ખેલ મહાકુંભમાં સ્ટેટ લેવલ ટેકવોન્ડો u 14 પુરૂષ સ્પર્ધામાં 18 થી 21 કિલોગ્રામ કેટેગરીમાં અમદાવાદના 8 વર્ષના રૂદ્ર પવન ગારંગે એ બ્રોન્ઝ મેડલ મેળવી પોતાની કુશળતાનો પરિચય આપ્યો હતો. તો સાથે સાથે રૂદ્ર ગારંગે એ બ્રોન્ઝ મેડલ મેળવી પોતાના માતા પિતા ની સાથે સમગ્ર છારા સમાજનો ગૌરવ વધાર્યો હતો. આ વિશે વધુ જાણકારી મેળવવવા રૂદ્ર ગારંગેના કોચ રોનક ઘમન્ડે અને કીર્તન ગુમાને સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે રૂદ્ર ગારંગે એ ખુબજ પ્રતિભાશાળી બાળક છે અને જો તે બાળક ઉપર ભગવાનના આશીર્વાદ રહ્યા તો તે એક દિવસ ગુજરાત ટીમનું પ્રતિનિધિત્વ કરશે. ઉલ્લેખનીય છે કે રૂદ્ર ગારંગેના પિતા પણ ગુજરાત પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે અને છારા સમાજનું નામ ગર્વથી રોશન કરી રહ્યા છે.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %

સુરતમાં ચાલી રહેલ ખેલ મહાકુંભમાં સ્ટેટ લેવલ ટેકવોન્ડોની સ્પર્ધામાં 8 વર્ષના રૂદ્ર પવન ગારંગે એ બ્રોન્ઝ મેડલ જીત્યો! રૂદ્ર ગારંગે એ છારા સમાજનો ગૌરવ વધાર્યો, પિતા પણ ગુજરાત પોલીસમાં બજાવે છે ફરજ

Related posts

રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સામાજિક એકતા માટે રક્તદાન શિબિરનું આયોજન કરાયું

Phone: 9998685264.

સુરતના ઉત્રાણમાં પાર્કિંગ બાબતે નજીવી બોલાચાલી બાદ આધેડની ચપ્પુના ઘા ઝીંકી હત્યા

Phone: 9998685264.

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ-ગાંધીનગર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ! ચોમાસા દરમિયાન સર્જાતી પરિસ્થિતિને પહોંચી વળવા નાગરિકોએ આટલી સાવચેતી અવશ્ય રાખવી

Phone: 9998685264.

Leave a Comment