Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત / પ્રેમમાં વધુ એક હત્યાં! પોતાની બહેનના એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થતાં ભાઈએ ચપ્પુના ઘા મારી યુવકની કરપિણ હત્યાં કરી, પોલીસે વધુ તપાસ હાથ ધરી

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 2558

સુરત શહેરમાં અવાર નવાર હત્યા (Murder)ની ઘટનાઓ સામે આવતી જ રહે છે. ત્યારે હાલ હત્યાની વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. સુરતના રુદરપુરા પોલીસલાઈન વિસ્તાર (Rudarpura Police Line Area)માં બે સગા ભાઈ પર ચપ્પુથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન એકનું મોત નીપજ્યું છે. યુવતી સાથે પ્રેમસંબંધ રાખી લગ્ન તૂટી જતાં યુવતીના ભાઈઓએ બહેનના પ્રેમી પર હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.જેમાં પ્રેમીના ભાઈનું મોત નીપજ્યું છે. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, હબીબ ઈસ્માઈલ શેખની બહેન તેના પતિ સાથે રહેતી હતી. આ દરમિયાન તેને અન્ય એક યુવક માવિયા મોહમ્મદ હબીબ કચ્છી સાથે પ્રેમસંબંધ હતો. જેના કારણે હબીબ શેખની બહેને તેના પતિને છોડી ઘરે આવી ગઈ હતી.

જેને પગલે બહેનનું લગ્ન જીવન તોડાવી નાખ્યું હોવાનું માનીને હબીબ ઈસ્માઈલે બહેનના પ્રેમીને ઝઘડો કરવા બોલાવ્યો હતો. તેથી ગત રોજ રુદરપુરા પોલીસલાઈન પાસે હબીબ ઈસ્માઈલ શેખે તેના અન્ય બે ભાઈ ઇમરાન મુલ્લા અને સાહિલ મુલ્લાને સાથે રાખી બહેનનું ઘર ભંગાવનાર માવિયા મોહમ્મદને બોલાવી તેની સાથે ગાળાગાળો કરી હતી.

ગાળાગાળી થતા માવિયા મોહમ્મદ કચ્છીનો ભાઈ યામીન કચ્છી પણ આમાં વચ્ચે પડ્યો હતો. આ દરમિયાન હબીબ શેખ અને સાહિલ મુલ્લા દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પેટ, ખભા, મોઢાના ભાગે ચપ્પુ વડે હુમલો કર્યો હોવાને કારણે યામીન કચ્છી તેમજ તેના ભાઈને ગંભીર ઈજાઓ પહોચી હોવાને કારણે બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન યામીન કચ્છીનું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતા જ અઠવા પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ આ આ અંગે તપાસ હાથ ધરી હતી. આ સિવાય પોલીસ દ્વારા હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો. જોકે સારવાર દરમિયાન યામીન કચ્છીનું આજે મોત થઈ જતાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરત / પ્રેમમાં વધુ એક હત્યાં! પોતાની બહેનના એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થતાં ભાઈએ ચપ્પુના ઘા મારી યુવકની કરપિણ હત્યાં કરી, પોલીસે વધુ તપાસ હાથ ધરી

Related posts

ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનના પ્રાંગણમાં સ્વતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી! ધ્વજ વંદન, વૃક્ષારોપણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા

Phone: 9998685264.

હાલોલ / વધુ એક લંપટ સાધુનું કારસ્તાન સામે આવ્યું,
લગ્નના 11 વર્ષ બાદ દંપતિમાં સંતાનસુખની આશા જગાવી લંપટ સંતે મહિલા પર આચર્યું દુષ્કર્મ

Phone: 9998685264.

ચોરટાઓ ભગવાનના ઘરે ચોરી કરી ગયા! ધર્મજ ગામના જલારામ મંદિરમાં 1.75 લાખની મત્તાની ચોરી

Phone: 9998685264.

Leave a Comment