Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત / કામરેજ અને ઓલપાડને ગ્રામ્ય પોલીસની જગ્યાએ સુરત શહેર પોલીસ તાબા હેઠળ લેવા ભલામણ! ચોરી, લૂંટફાટ, અને ટ્રાફિકની સમસ્યા વધતા અલગથી પોલીસ સ્ટેશન બનાવવા માંગ, લોકહિતમાં નિર્ણય લેવા મુખ્યમંત્રી પાસેથી માંગણી કરતા દર્શન નાયક

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 4904

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક

સુરત મહાનગરપાલિકામાં સમાવેશ કરાયેલા ઓલપાડ-કામરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પોલીસ વિભાગ ને સુરત પોલીસ વિભાગમાં સમાવેશ કરવા ભલામણ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી લોકહિતમાં નિર્ણય લેવા માંગ કરી

સુરતના ઓલપાડ અને કામરેજ માં રહેતા નાગરિકો દ્વારા મળેલ અવાર નવાર રજુઆતને ધ્યાનમાં રાખી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી દર્શનભાઈ નાયક દ્વારા ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી જણાવ્યુ છે કે, ઓલપાડ-કામરેજ તાલુકાના વેલંજા, ઉમરા, ગોથાણ, વસવારી,સેગવા,કઠોળ સહિતના ગ્રામ્ય વિસ્તારને શહેરી વિસ્તારના સુરત મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યા ને ઘણો સમય પસાર થઇ ગયો છે.આ વિસ્તારમાં અંદાજે બે લાખથી વધુની વસ્તી આવેલી છે. આ વિસ્તાર માંથી આવનાર સમય માં રીંગરોડ પણ પસાર થનાર છે તથા આ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ અને મોટા પ્રમાણમાં રેસિડેન્ટ વિસ્તાર આવેલ હોવાથી વસ્તી વધવાની સંભાવના છે. આ વિસ્તાર શહેરી અને હાઇવેથી જોડાયેલો વિસ્તાર છે,જેને કારણે કાયદો વ્યવસ્થા જાળવવામાં સ્ટાફ,સાધનો અને અન્ય મહેકમની વ્યવસ્થા અલગ હોવી જોઈએ એવું લોકોનું માનવું છે.આ વિસ્તારમાં ગ્રામ્ય આઉટ પોસ્ટ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવામાં આવે છે.પરંતુ ગ્રામ્ય પોલીસ વિભાગમાં મહેકમની અછત હોવાને કારણે આ ગ્રામ્ય વિસ્તારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે.

આ ગ્રામ્ય વિસ્તારમાં ચોરી-લૂંટફાટ,અકસ્માતના બનાવો વધતા જાય છે તેમજ ટ્રાફિક વ્યવસ્થા પણ યોગ્ય સંકલન નહીં થવાના કારણે ખોરવાયેલી રહે છે. જેથી દર્શન નાયકે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી માંગણી કરી છે કે,સુરત મહાનગરપાલિકામાં સમાવેશ કરાયેલા વેલંજા,ઉમરા, ગોથાણ,વસવારી, સેગવા સહિતના ગ્રામ્ય વિસ્તારની આઉટ પોસ્ટ પોલીસ ચોકીને શહેરી વિસ્તારના નજીકના પોલીસ સ્ટેશનમાં સમાવેશ કરવામાં આવે અથવા તો અલગ પોલીસ સ્ટેશન બનાવી આ આ ગ્રામ્ય વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેર જળવાઈ રહે અને પોલીસ કમિશ્નરના તાબા હેઠળ આ ગામો આવે તેવી ઘટિત કાર્યવાહી લોકહિતમાં કરવા લોકોવતી મારી માંગણી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરત / કામરેજ અને ઓલપાડને ગ્રામ્ય પોલીસની જગ્યાએ સુરત શહેર પોલીસ તાબા હેઠળ લેવા ભલામણ! ચોરી, લૂંટફાટ, અને ટ્રાફિકની સમસ્યા વધતા અલગથી પોલીસ સ્ટેશન બનાવવા માંગ, લોકહિતમાં નિર્ણય લેવા મુખ્યમંત્રી પાસેથી માંગણી કરતા દર્શન નાયક

Related posts

રાજ્યોની જુદી જુદી જેલોની યોગ્ય સલમાતી અને સંચાલન માટે હથિયારી PI ઓને પોસ્ટિંગ અપાશે, સાબરમતી જેલથી શરૂઆત!

Phone: 9998685264.

પંચમહાલ / સેલ્યૂટ અભયમ ટીમ, ગોધરામાં પિતરાઈ ભાઈ સાથે લગન કરવાની હઠે ચઢેલી યુવતીને સાચી સમજણ આપી આપઘાત કરતા અટકાવી, માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો

Phone: 9998685264.

આખરે રાહુલ ગાંધી માની ગયા! આ જગ્યાએ થી લડશે ચૂંટણી….

Phone: 9998685264.

Leave a Comment