Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સરદારનગરમાં SMC એ રેડ કરી 6 જુગારીઓ ઝડપી પાડ્યા! અગાઉ પણ ઝડપાયું હતું જુગારધામ, શુ જવાબદાર પોલીસ અધિકારીઓ/કર્મીઓ સામે કાર્યવાહી થશે?

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 7811

અમદાવાદ શહેરમાં નવા પોલીસ કમિશ્નર જી એસ મલિક દ્વારા જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 51 પોલીસ ઇન્સ્પેક્ટેરોની બદલી કરી હતી. પોલીસ કમિશ્નર જી એસ મલિકે કમિશ્નર તરીકેનો પદભાર સંભાળતાની સાથે જ અમદાવાદની બગડતી છવીને સુધારવાનું બીડું હાથ ઝડપ્યું હતું. જેમાં પોલીસ કમિશ્નર દ્વારા કહેવાયું હતું કે પોલીસ ઇન્સ્પેક્ટરની પોસ્ટિંગ તેમની કામગીરી અને સારી લાયકાત પ્રમાણે કરવામાં આવી છે. પરંતુ અમદાવાદમાં જુદા જુદા વિસ્તારોમાં SMC, PCB અને ક્રાઈમબ્રાન્ચ દ્વારા રેડો કરવામાં આવતા સ્થાનિક પોલીસની શંકાસ્પદ ભૂમિકા બહાર આવી છે. તેનાથી એવુ ફલિત થાય છે કે અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જી એસ મલિકના વિશ્વાસ અને આદેશનો અમલ નવી પોસ્ટિંગ અપાયેલ અમુક પોલીસ ઇન્સ્પેકટર નથી કરી રહ્યા. કારણ કે અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં SMC, PCB, ક્રાઈમબ્રાન્ચ સહીતની વિશ્વસનિય એજન્સીઓ દ્વારા રેડ કરી દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિઓ ઝડપી પાડવામાં આવી હતી. જેથી કહી શકાય કે,સ્થાનિક પોલીસ બુટલેગરો અને જુગારના સંચાલકો સાથે મીલીભગત કરી ગેરકાયદેસર પ્રવૃતિઓ ને પ્રોત્સાહન આપી રહી છે. જેમાં વાત કરીએ સરદારનગર પોલીસ સ્ટેશનની તો સરદારનગર વિસ્તારમાં SMC દ્વારા ઉપરા છાપરી જુગારધામ ઉપર બે રેડો કરી સ્થાનિક પોલીસની શંકાસ્પદ ભૂમિકાની પોલ ખોલી નાખી છે.SMC દ્વારા સરદારનગરના કુબેરનગર ખાતેના નહેરુનગરમાં ચાલતા જુગારધામ ઉપર રેડ કરી 6 જુગારીઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ મોબાઈલ તેમજ અન્ય ચીજ વસ્તુઓ સહીત કુલ 33 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

થોડા દિવસ અગાઉ SMC દ્વારા કુબેરનગર ખાતે પોલીસ રહેમનજર હેઠળ ચાલતા મોટા જુગારધામ ઉપર અચાનક રેડ કરી 13 જેટલાં જુગારીઓ તેમજ આશરે 2.46 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી સફળ કામગીરી કરી હતી. સરદારનગરના પીઆઈ ભલે નવા હોય પરંતુ ડીસ્ટાફ પીએસઆઈ અને કુબેરનગર પોલીસ ચોકીના પીએસઆઈ સમગ્ર વિસ્તારના ખુબજ જાણકાર છે. જેથી કહી શકાય કે આટલો મોટો જુગારધામ તેમના વિસ્તારમાં ધમધમતો હોય અને તેમને જાણ ના હોય તે વાત માની શકાય તેમ નથી. આટલુંજ નહી પરંતુ ગતરોજ પણ SMC દ્વારા સરદારનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા નહેરુનગર ખાતે ચાલતા જુગારધામ ઉપર રેડ કરી 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. SMC દ્વારા કરાયેલ આ રેડમાં 33 હજારનો મુદ્દામાલ ઝડપાયો હતો. જો વાત કરીયે સરદારનગરના પોલીસ ઇન્સ્પેક્ટરની તો તેઓ બહારગામ મુદ્દત હોવાના કારણે રજા ઉપર હતા. પરંતુ સવાલ ફરી એક વખત સરદારનગરના ડીસ્ટાફ પીએસઆઈ તેમજ કુબેરનગર પોલીસ ચોકીના પીએસઆઇ ઉપર થાય છે. શુ તેમની જવાબદારી નથી બનતી કે તેમના વિસ્તારમાં આવી અસામાજિક પ્રવૃતિઓ ધમધમી રહી છે તો તેઓ તેમને રોકી શકે.તેમ છતાં આ બંને પોલીસ અધિકારીઓ પોતાની ફરજમાં નિષ્ક્રિય દેખાયા હતા. જો સૂત્રોની વાત માનીએ તો સરદારનગરમાં ચાલતા દારૂ જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃતિઓ ચલાવવા માટે વહીવટદારો દ્વારા મોટા હપ્તાઓ લેવામાં આવે છે. જેથી અસામાજિક તત્વો બેફામ બની દારૂ જુગારના અડ્ડાઓ ચલાવી રહ્યા છે.અને સ્થાનિક પોલીસને મોટા હપ્તાઓ ચૂકવતા હોવાના લીધે પોલીસ કે કાયદાનો ડર રાખતા નથી.

સરદારનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અગાઉ પણ દેશી દારૂનો મોટો અડ્ડો SMC દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો ત્યારે તે સમયના જવાબદાર પીઆઈ ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અને તેમની સાથે કુબેરનગર પોલીસ ચોકીના પીએસઆઇ ને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. SMC દ્વારા સરદારનગરમાં બે સફળ રેડો કરવામાં આવી છે તે વાત અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર ઓફિસમાં પહોંચી છે. હવે જોવાનું રહ્યું કે અમદાવાદના પોલીસ કમિશ્નર જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કેવા પગલા ભરે છે તેતો આવનાર સમય જ બતાવશે.

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સરદારનગરમાં SMC એ રેડ કરી 6 જુગારીઓ ઝડપી પાડ્યા! અગાઉ પણ ઝડપાયું હતું જુગારધામ, શુ જવાબદાર પોલીસ અધિકારીઓ/કર્મીઓ સામે કાર્યવાહી થશે?

Related posts

નારોલ પોલીસને મળી મોટી સફળતા, કેમિકલ ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીઓને દબોચી મસમોટુ કૌભાંડ ઝડપી પાડ્યું, કેમિકલ ભરેલ ટેન્કર સહીત 16 લાખ 92 હજાર થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

Phone: 9998685264.

સુરત / સચિન GIDC માં આવેલી અનુપમ કેમિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગતા 4 કામદારોના મોત! દુર્ઘટના માટે કોણ છે જવાબદાર?
ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત ફરિયાદ કરી યોગ્ય તપાસની માંગણી કરતા કોંગ્રેસના નેતા: દર્શન નાયક

Phone: 9998685264.

અમદાવાદ/ જો તમે દિવાળીની ખરીદી કરવા જઈ રહ્યા હોય તો થઈ જજો સાવધાન, આડેધડ વાહન પાર્ક કર્યું તો થશે હેરાનગતિ, અમદાવાદ ટ્રાફીક વિભાગ એક્શનમાં

Phone: 9998685264.

Leave a Comment