Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વડોદરામાં ભાજપની મહિલા નેતાએ શરમ નેવે મૂકી! લોકો પૂરના પાણીમાં ડૂબી રહ્યા હતા ત્યારે આ નેતા રીલ્સ બનાવી મજા લઈ રહ્યા હતા

વડોદરામાં ભાજપની મહિલા નેતાએ શરમ નેવે મૂકી! લોકો પૂરના પાણીમાં ડૂબી રહ્યા હતા ત્યારે આ નેતા રીલ્સ બનાવી મજા લઈ રહ્યા હતા

Our Visitor

000109
Total Users : 109
Total views : 208
Who's Online : 0
Views 4221

વડોદરામાં ભાજપની મહિલા નેતાએ શરમ નેવે મૂકી! લોકો પૂરના પાણીમાં ડૂબી રહ્યા હતા ત્યારે આ નેતા રીલ્સ બનાવી મજા લઈ રહ્યા હતા

અહેવાલ – રીતેશ પરમાર

વડોદરામાં પૂરના પાણી ઓસરતા રાજકીય વાતાવરણ ગરમ થઈ ગયું છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ એકબીજા પર આક્ષેપ લગાવી રહ્યાં છે. વડોદરામાં પૂરની સ્થિતિથી મહાનગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી સામે લોકોમાં રોષ છે. પૂરથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરવા ગયેલા ભાજપના નેતાઓનો લોકો હૂલારીયો બોલાવી રહ્યા છે.

તેવામાં વડોદરામાં ભાજપની મહિલા નેતાએ શરમ નેવે મૂકી હોય તેવો એક વીડિયો સામે આવ્યો છે. દેખ તમાશા ‘રીલ્સ’ કા. સંસ્કારી નગરીની અસંસ્કારી ભાજપની મહિલા નેતાએ શરમ નેવે મૂકીને લોકોની ક્રૂર મઝાક ઉડાવી છે. એક બાજુ લોકો પૂરના પાણીમાં ડૂબી રહ્યા હતા, ત્યારે જુઓ ભાજપની મહિલા નેતાને રીલ્સનો ચસ્કો લાગ્યો હતો.
લોકો હેરાન થઈ રહ્યા હતા અને ચાર્મી પટેલ રીલ્સ બનાવી રહ્યા હતા. અનેક વખત વિવાદોમાં પણ ચાર્મી પટેલ રહી ચૂક્યા છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણીમાં લોકોની મદદ કરવાના બદલે ભાજપની મહિલા નેતાએ રીલ બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. વોર્ડ 11ના ભાજપના મહિલા મોરચાના મહામંત્રી ચાર્મી પટેલે તેમના પતિ સાથે પૂરના પાણીની અંદર રીલ બનાવી હતી. પૂરના પાણીમાં એક તરફ નાગરિકો ભૂખ્યા તરસ્યાં રહ્યા, તેવામાં ચાર્મી પટેલ રીલ બનાવી મજા લઇ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે અનેક વખત વિવાદમાં આડકતરી રીતે ચાર્મી પટેલનું નામ ઊછળ્યું છે.

લોકો પુરમાં પરેશાન હતા અને મેડમ રીલ્સ બનાવવામાં વ્યસ્ત હતા. તેઓ લોકોની મદદના નામે વડોદરાના નાગરિકો સાથે ભયંકર મજાક ઉડાવી રહ્યા હતા. એક તરફ લોકો ભુખ્યા હતા અને મહિલા નેતા રીલ્સ બનાવતા હતા, જેના કારણે આ મુદ્દો હાલ ગરમાયો છે. ભાજપના મહિલા મોરચાના મહામંત્રી ચાર્મી પટેલની પાણીવાળી રીલ્સ હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

વડોદરામાં ભાજપની મહિલા નેતાએ શરમ નેવે મૂકી! લોકો પૂરના પાણીમાં ડૂબી રહ્યા હતા ત્યારે આ નેતા રીલ્સ બનાવી મજા લઈ રહ્યા હતા

Related posts

ભાવનગરના મહુવામાં ફાયરિંગ કરનાર બે લુખ્ખા તત્વોની ધરપકડ! પોલીસ ચોકી અને પોલીસ પર કરી હતી ધડાધડ ફાયરિંગ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને મહુવા પોલીસની પ્રસંશનીય કામગીરીના લીધે 2 પિસ્ટલ સાથે આરોપીઓ ઝડપાયા

Phone: 9998685264.

રાજસ્થાન/ નદબઈ ખાતે દસમા ધોરણમાં અભ્યાસ કરતી બે બાળકીઓને ટ્રેને કચડી નાખી, જુઓ લાઈવ વિડીયો

Phone: 9998685264.

મોરબીમાં તસ્કરો બેફામ! સરપંચના ઘરમાં હાથ ફેરો કરી 5 લાખ રોકડા અને 25 તોલા સોનાના દાગીનાની ચોરી કરી ગયા, પોલીસે તપાસ હાથ ધરી

Phone: 9998685264.

Leave a Comment