Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વડોદરામાં PCB એ ઇંગ્લિશ દારૂની પેટીઓ સાથે બે ઈસમોની કરી ધરપકડ! ખુલ્લી જગ્યામાં એક કારમાંથી બીજા કારમાં દારૂની પેટીઓ મુકતા પોલીસે ઝડપી પાડ્યા

Our Visitor

000110
Total Users : 110
Total views : 209
Who's Online : 0
Views 1609

પોલીસને બાતમી મળતા કર્યો પર્દાફાશ, બે ઇસમ ઝડપાયા
દારૂનો જથ્થો એક કારમાંથી બીજી કારમાં મુકતા હતા ત્યારે પોલીસ ત્રાટકી

કહેવા માટે ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ અવાર-નવાર અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવતો હોય છે. અથવા અનેક રીતે દારૂની હેરાફેરી કરતા બનાવો પણ સામે આવે છેપોલીસ સ્ટેશનમાં કરોડોનો દારૂ ભેગો થાય છે. ત્યારે વડોદરામાં ખુલ્લી જગ્યામાં કારમાં રાખેલ ઇંગ્લીશ દારૂના જથ્થાને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. વડોદરા તરસાલી અયોધ્યાનગર પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં ફોર વ્હીલ કારમાં રાખેલ ઇંગ્લીશ દારૂના જથ્થા સાથએ બે ઇસમને ઝડપી વડોદરા પીસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ પોલીસને બાતમી મળી હતી કે સોમનાથ નગર તરસાલી ખાતે રહેતો પ્રવિણ ઉર્ફે લાલો પંચાલ નાનો પોતાની બલેનો કારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી તરસાલી, અયોધ્ધા નગરની પાછળ, આવેલ સરકારી વસાહત યુ.એલ.સી.ના મકાનની પાસે આવેલ ખુલ્લી જગ્યામાં કાર પાર્ક કરી દારૂની પેટીઓનુ કટીગ(વેચાણ) કરે છે. જે હકીકત આધારે તરસાલી અયોધ્યાનગર પાછળ આવેલ સરકારી વસાહત યુ.એલ.સી.ના મકાનો પાસે આવેલ ખુલ્લી જગ્યામાં બે ફોર વ્હીલ કારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો એક કારમાંથી બીજી કારમાં મુકતા જણાયા હતા. જેને કુલ રૂપિયા 9,48,420નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પકડાયેલ આરોપીઓનું

પ્રવીણ ઉર્ફે લાલો કાંતીલાલ પંચાલ (રહે, તરસાલી, વડોદરા)

ધવલ કિશોરભાઇ પ્રજાપતિ (રહે, માંજલપુર, વડોદારા)

વોન્ટેડ આરોપીનું નામ

વિજય (રહે,રાજસ્થાન)

અત્રે ઉલ્લેખનીય છે કે દારુ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિ રોકવા માટે પોલીસ સતત પેટ્રોલીંગ કરતી હોય છે ત્યારે આવા અસામાજીક તત્વોને ઝડપી પાડે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

વડોદરામાં PCB એ ઇંગ્લિશ દારૂની પેટીઓ સાથે બે ઈસમોની કરી ધરપકડ! ખુલ્લી જગ્યામાં એક કારમાંથી બીજા કારમાં દારૂની પેટીઓ મુકતા પોલીસે ઝડપી પાડ્યા

Related posts

સરદારનગર પોલીસ મથકના PSI દરજીને મેટ્રો કોર્ટે રીતસરના ખખડાવ્યા,PSI એ એક ગુનામાં ટ્રાન્સફર વોરંટ મેળવી ત્રણ ગુનામાં આરોપીને રજૂ કરતા કોર્ટ ખફા

Phone: 9998685264.

મોડાસા – નડિયાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક સાથે ત્રણ વાહનોમાં જોરદાર ટક્કર! ત્રણેય વાહનોમાં લાગી વિકરાળ આગ, 6 લોકોના મોતની આશંકા! 12 કિલોમીટર સુધી લાંબી વાહનોની કતાર લાગી, જુઓ વિડીયો

Phone: 9998685264.

સુરત/ ગ્રીષ્મા હત્યાંના વિરોધમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહાર, કહ્યું થોડી શરમ હોય તો રાજીનામુ આપો, રાજીનામુ નહી આપો તો અમે ગુજરાતમાં તમને શોધવા નીકળીશુ

Phone: 9998685264.

Leave a Comment