Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વડોદરા /સિગારેટ પીવાની લતમાં ભાન ભૂલી કિશોરીઓ, પોતાની સહેલીને પણ સમ આપી પીવડાવી સિગારેટ, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકતા ભાંડો ફૂટ્યો

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 289

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ત્રણ કિશોરીઓ ને સિગારેટની લત લાગી અને ચોથી કિશોરી પર દબાણ કરી સોશિયલ મીડિયા સાઈટ પર પોતાના સિગારેટ પીતા ફોટો પોસ્ટ કરાવ્યા
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ માતા પિતા જોઇ જતા મામલો ઘર સુધી પહોંચ્યો અને મચી બબાલ
ટાઈમ્સ ઓફ અમદાવાદ.181 અભયમ મહિલા સુરક્ષા હેલ્પ લાઇન ની વડોદરા ટીમ પાસે મદદની માંગણી કરતા એક કોલમાં સમાજને ચેતવણી આપતી ચોંકાવનારી હકીકત સામે આવી છે.અને ટીમે આ બનાવ સાથે સંકળાયેલી અને સિગારેટ ના વ્યસનમાં સપડાયેલી કિશોરીઓની આ ખોટું હોવાની સમજાવટ કરી હતી.
ઘટનાની વિગતો આપતાં મહિલા સુરક્ષા સંસ્થાના કો ઓર્ડીનેટર ચંદ્રકાંત મકવાણા એ જણાવ્યું કે, એક કોલમાં કિશોરીઓ એ તેમની સાથે એક દંપતી મારકૂટ કરતું હોવાની ફરિયાદ કરી,મદદ ની માંગણી કરી હતી. ટીમ ઘટના સ્થળે ગઈ ત્યારે જાણવા મળ્યું કે એક ફ્લેટમાં રહેતી કિશોરીઓ ને સિગારેટ પીવાની લત પડી હતી. તેમણે અન્ય એક મિત્ર કિશોરીને દબાણ કરીને પોતાના ફ્લેટ પર બોલાવીને સિગારેટ પીવડાવવાનો પ્રયાસ કર્યો.

ચોથી કિશોરીએ ઇનકાર કર્યો ત્યારે એ ત્રણ કિશોરીઓ એ પોતાની આ ચોથી મિત્રને સમ આપીને ,પોતાના સિગારેટ પીતા ફોટો ઈન્સ્ટાગ્રામ પર મુકાવ્યા. આ બાબત ઉપરોક્ત ત્રણ પૈકીની એક કિશોરીના માતાપિતા ના ધ્યાન પર આવતાં, તેમણે ફોટો પોસ્ટ કરનારી કિશોરીના ઘેર જઈ અને ત્રણ પૈકીની અન્ય બે કિશોરીઓ સાથે ગેર વર્તન કર્યું હતું જેમાં સહાય મેળવવા અભયમને કોલ કરવામાં આવ્યો હતો.

સંસ્થાની ટીમે ચારેય કિશોરીઓ ને આ પ્રકારના વ્યસન થી દૂર રહીને ભણતર પર ધ્યાન કેન્દ્રિત કરવા સમજાવટ કરી,મામલાનો ઉકેલ આણ્યો હતો. સમાજ માટે ખરેખર આ ખૂબ ચેતવણી સમાન કિસ્સો ગણાય. અત્રે ઉલ્લેખનીય છે કે, બાળકો હવે ઇન્ટરનેટના જમાનામાં જે કંઇ જૂએ છે તેને અનુસરવાનું જલ્દી શરૂ કરી દે છે. તેવા સમયે માતા પિતાની જવાબદારી વધી જાય છે. જો બાળકોને નાની ઉંમરમાં વાળવામાં નહિ આવે તો આગળ જતા માતા પિતા મુશ્કેલીમાં મુકાઇ શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

વડોદરા /સિગારેટ પીવાની લતમાં ભાન ભૂલી કિશોરીઓ, પોતાની સહેલીને પણ સમ આપી પીવડાવી સિગારેટ, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકતા ભાંડો ફૂટ્યો

Related posts

સુરત / તાંત્રિક વિધિના બહાને એક પરિણીતા અને તેની 14 વર્ષની માસુમ દીકરી સાથે દુષ્કર્મ! ધમકીઓ આપી ગુજારતો હતો દુષ્કર્મ! હવસખોર તાંત્રિકને આજીવન કેદની સજા ફટકારતી સુરત કોર્ટ

Phone: 9998685264.

સુરત ગ્રામ્યની મહુવા પોલીસ SHE ટીમની પ્રસંશનીય કામગીરી! અસ્થિર મગજની 70 વર્ષીય વૃદ્ધ મહિલાનું પરીવાર સાથે કરાવ્યું મિલન, 3 દિવસ થી મહિલા હતી ગુમ, મહુવા પોલીસની થઈ ખુબ પ્રશંસા

Phone: 9998685264.

અમદાવાદ/ વેજલપુર વિધાનસભાનાં સરખેજ વોર્ડમાં માહેશ્વરી સંગીની સંગઠન દ્વારા ઉમદા કાર્ય, વિધવા બહેનોને વિના મુલ્યે સિલાઈ મશીન આપી પગભર થવા સંગઠન બન્યો મદદરૂપ

Phone: 9998685264.

Leave a Comment