Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વડોદરા / PCB ને બાતમી મળી હતી કે કાર પર ડમી નંબર પ્લેટ લગાવી બુટલેગર ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ જવાનો છે, PCB એ કારને ઝડપી 1.66 લાખના દારૂ સહીત કુલ 4.61 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો, એકની ધરપકડ

Our Visitor

000111
Total Users : 111
Total views : 211
Who's Online : 1
Views 348

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

નાતાલ તથા થર્ટીફસ્ટની ઉજવણી માટે લવાતો દારૂ શહેર પીસીબી શાખાએ પકડી પાડ્યો
પીસીબીએ કુલ રૂ 1.66 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો
એક શખ્સ પકડાયો જ્યારે એકને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળી કાર્યવાહી હાથ ધરી

આગામી દિવસોમાં નાતાલ અને થર્ટીફસ્ટના તહેવારો આવી રહ્યા છે. ત્યારે આ દરમિયાન દારૂના શોખીનોને દારૂ પુરૂ પાડવા બૂટલેગરો દ્વારા અવનવા કીમીયાઓ અપનાવવામાં આવી રહ્યા છે. જો કે આવનાર તહેવારોને અનુલક્ષી પોલીસે દારૂની હેરાફેરી કરતા બૂટલેગરો પર લાલ આંખ કરી છે. આજે શહેરની પીસીબી પોલીસે રૂ.1.66 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. અને જે અંગે વારસીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

નાતાલ અને થર્ટીફસ્ટને ધ્યાને લઈ વડોદરા શહેર પોલીસે આ તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની માટે પ્લાન તૈયાર કર્યો છે. પોલીસ ડ્રોન સહિતની ચીજ વસ્તુઓથી તહેવારના સમયે જાહેર સ્થળોએ નજર રાખશે. ઉપરાંત શી-ટીમ અને અન્ય પોલીસ કર્મીઓ મોડી રાતે ફરવા નકળતા લોકો ઉપર ખાસ નજર રાખશે અને તેમનું ચેકીંગ પણ હાથ ધરશે. જો કે આ દરમિયાન દારૂની હેરાફેરી કરતા લોકો સામે પણ ખાસ નજર રાખવામાં આવશે.

ત્યારે આજે શહેરની પીસીબી પોલીસને બાતમી મળી હતી કે, એક કારમાં ઈંગલીશ દારૂની બોટલ તથા પાઉચ લઈ જવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે તપાસ કર્યા બાદ કારને કિશનવાડી યોગીનગર પાસેથી પકડી પાડી હતી. કારની તપાસ કરતા તેમાથી વિદેશી દારૂની બોટલો-પાઉચ નંગ 1664, રૂ.1.66 લાખની કિંમતના મળી આવ્યા હતા. જ્યારે કારમાંથી આનંદ કિશનભાઈ કહાર (રહે, યોગીનગર વડોદરા)ને પોલીસે દબોચી લીધો હતો.

તપાસ દરમિયાન આ દારૂ આવનાર તહેવારની ઉજવણી માટે લાવવામાં આવ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યુ હતું. જો કે આ દારૂની હેરાફેરીમાં ધર્મેશ ઉર્ફે ધમો રમણભાઈ પરમાર (રહે, નાગરવાડા નવીધરતી વડોદરા)પણ સંડોવાયેલ હોવાનું જાણ થતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. બીજી બાજુ પકડાયેલ આનંદ અગાઉ શહેરના અનેક પોલીસ સ્ટેશનનોમાં જુગાર અને પ્રોહિબીશન જેવા ગુનામાં પકડાય ચુક્યો છે. આ મામલે તેને દારૂ લાવવા કારમાં ડમી નંબર પ્લેટ લગાડી હતી. જે પોલીસે કબ્જે લીધી છે. તેમજ દારૂ, કાર, સહિત કુલ રૂ. 4.61 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

વડોદરા / PCB ને બાતમી મળી હતી કે કાર પર ડમી નંબર પ્લેટ લગાવી બુટલેગર ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ જવાનો છે, PCB એ કારને ઝડપી 1.66 લાખના દારૂ સહીત કુલ 4.61 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો, એકની ધરપકડ

Related posts

કઈ રીતે ભણશે ગુજરાત? AMCની અંગ્રેજી માધ્યમની સ્કૂલોના ચોંકાવનારા ડેટા આવ્યા સામે, 54 માંથી 36 સ્કૂલોમાં એક પણ કાયમી શિક્ષક નથી

Phone: 9998685264.

પંચમહાલ / શહેરાની અણીયાદ ચોકડી પર ભાજપના કાર્યકરો પર હુમલો, પોલીસે હવામાં કરવું પડ્યું ફાયરિંગ, 50 લોકોના ટોળા સાથે 6 સામે નામ જોગ ફરીયાદ નોંધાઈ

Phone: 9998685264.

અઢી વર્ષ બાદ સુશાંતસિંહ રાજપૂતના મોતનો મામલો ઉછળ્યો! પોસ્ટમોર્ટમ રૂમમાં હાજર વ્યક્તિએ કર્યો દાવો, આત્મહત્યા નહી હત્યાં છે? જુઓ વિડીયો

Phone: 9998685264.

Leave a Comment