Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

લીંબડી -અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત,પદયાત્રી સહીત 2 લોકોના મોત, 2 ગંભીર,

Our Visitor

000111
Total Users : 111
Total views : 210
Who's Online : 1
Views 299

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

લીંબડી-અમદાવાદ હાઈવે પર ગત મોડી રાત્રે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં બે લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યાં છે, જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત મોડી રાત્રે લીંબડી-અમદાવાદ હાઈવે ઉપર કાનપરા ગામના પાટીયા પાસે 30થી વધુ મુસાફરો ભરેલી ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાતા તેમનું પણ મૃત્યુ નીપજ્યું હતું. આમ આ અકસ્માતમાં બે લોકોના મૃત્યુ નીપજ્યાં છે. અકસ્માતમાં બે લોકોને ગંભીર પહોંચી છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

બનાવના પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા, જ્યારે સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. દરમિયાન એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી જેમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મહીસાગર જિલ્લાના બાલાસિનોર પાસે આવેલા કરણપુર ગામના પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. માઇ ભક્તો પગપાળા અંબાજી પહોંચી માં અંબાના દર્શન કરીને ટ્રેક્ટરમાં બેસીને પરત ફરી રહ્યા હતા. ત્યારે બાયડ-કપડવંજ હાઇવે પર બોરલ ગામ નજીક લક્ઝરી બસ યમદૂત બનીને ત્રાટકી હતી.

લક્ઝરી બસે ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતા ટ્રેક્ટરની ટ્રોલી પલટી મારી ગઇ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેક્ટરમાં સવાર એક પદયાત્રી કિરણભાઇ રાયસંગભાઇ બારીયાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

લીંબડી -અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત,પદયાત્રી સહીત 2 લોકોના મોત, 2 ગંભીર,

Related posts

અંકલેશ્વરમાં કન્ટેનરમાં PIની ઓફિસ કાર્યરત કરાઈ, જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયું લોકાર્પણ

Phone: 9998685264.

રાજકોટ/ અનુસૂચિત જાતિના યુવાન સાથે કારખાનાના માલીકની દાદાગીરી! પગાર ના આપ્યો અને માર પણ માર્યો, યુવાન વિરૃદ્ધ પડઘરી પોલીસ સ્ટેશનમાં કરી ખોટી ફરિયાદ! પોલીસ અધિક્ષકને કરાઈ રજુઆત

Phone: 9998685264.

નવરાત્રી પર્વ છે સાધનાનું, નહીં કે વાસનાનું, વાંચો નવરાત્રી પર્વમાં કેવી ઘટનાઓ બને છે….

Phone: 9998685264.

Leave a Comment