Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આજે નરોડા ઓવરબ્રિજને સંત શિરોમણી રોહિદાસ બ્રિજ નામ આપવા ચાલતા આંદોલનને સમર્થન જાહેર કરવામાં આવ્યું.

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 2164

છેલ્લા ઘણા સમયથી અમદાવાદના નરોડા ખાતેના રેલવે ઓવરબ્રિજના નામાંકરણને લઈ વિવાદ વકર્યો છે. જેમાં એક તરફ સિંધી સમાજ દ્વારા પોતાના સંત મહારાજના નામે બ્રિજનું નામ રાખવા રજુઆત કરાઈ છે. તો બીજીતરફ બ્રિજ ની આસપાસ દલિત સમાજની વસ્તી હોવાથી દલિત સમાજના લોકો પણ નરોડા ઓવરબ્રિજને સંત શિરોમણી રોહિદાસના નામ થી શરુ કરવા માટે ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. દલિત સમાજના આગેવાનો દ્વારા આજે નરોડા બ્રિજ પાસે મોટી સંખ્યામાં હાજર રહી ભારે વિરોધ કર્યો હતો. અને જો તેમની આ માંગણી સ્વીકારવામાં ના આવે તો મોટો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આજના આ કાર્યક્રમમાં દેખાવો અને પ્રદર્શન કરનાર દલિત સમાજના ઉપસ્થિત આગેવાનોએ સંત શિરોમણી રોહિદાસને યાદ કરી જણાવ્યું હતું કે જે સંત દ્વારા સમાજમાં એકતાની સ્થાપના કરી અને જાતિના વાડા તોડવા માટે પ્રયાસ કરવામાં આવ્યા એવા સંત શિરોમણી રોહિદાસજીનું નામ નરોડા બ્રિજની આસપાસ દલિત સમાજની વસ્તી હોવા છતાં અને અસંખ્ય વાર સ્થાનિકો દ્વારા રજુઆત કરવા છતાં એને અવગણવામાં આવતા આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ (RDAM) દ્વારા મુલાકાત કરીને સ્થાનિકો દ્વારા ચાલતા આંદોલનને સમર્થન જાહેર કરવામાં આવ્યું. જેમાં ટીમ તરફથી એડવોકેટ સુબોધ કુમુદ, કમલેશ કટારીયા, પ્રકાશ મકવાણા, નિલેશ મકવાણા, વૃશિક સોલંકી કાર્તિક ભાઈ, બેલાબેન, ઉર્મિલાબેન ધર્મિષ્ઠાબેન સહિતના પ્રતિનિધિઓ હાજર રહયા હતા.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

<em>રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આજે નરોડા ઓવરબ્રિજને સંત શિરોમણી રોહિદાસ બ્રિજ નામ આપવા ચાલતા આંદોલનને સમર્થન જાહેર કરવામાં આવ્યું.</em>

Related posts

નરોડા પોલીસ પર હુમલાનો મામલો, અમદાવાદ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી 6 આરોપીઓને ઝડપી પાડ્યા, કડક કાર્યવાહી કરવાનાં એંધાણ!

Phone: 9998685264.

દાહોદ / સાસરીમાં લગ્ન પ્રસંગ પતાવી ફતેપુરા પોલીસ સ્ટેશન ફરજ પર જતા પોલીસ કોન્સ્ટેબલનું અકસ્માતમાં દુઃખદ મોત, ખુશીનું પ્રસંગ માતમમાં ફેરવાયું

Phone: 9998685264.

શિવકથામાં બે ઉચ્ચ પોલીસ અધિકારી ના કાંડા પર રાખડી બાંધી સ્વદેશી રક્ષાબંધન નો કરાયો શુભારંભ

Phone: 9998685264.

1 comment

Avatar
R C Desai May 29, 2022 at 6:41 am

I support movement for Saint Rohidas…

Reply

Leave a Comment