Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ! અધધધ…. 31272 બોટલ પકડતું સ્ટેટ મોનિટરિંગ સેલ, ટ્રક ઇંગ્લિશ દારૂ અને રોકડ રકમ સહીત 48 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

Our Visitor

000111
Total Users : 111
Total views : 210
Who's Online : 1
Views 6944

વિધાનસભાની ચૂંટણીના મતદાનને આડે હવે એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે છેલ્લી ઘડીના પ્રચાર માટે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે તો મતદારોને કેમેય કરીને પોતાની તરફેણમાં જ મતદાન કરે તે માટે ઉમેદવારો શામ, દામ, દંડ, ભેદની નીતિ અખત્યાર કરી રહ્યા છે. મતદાનનો દિવસ નજીક આવે તેમ તેમ મતદારો માટે ભોજનપાર્ટીની સાથે સાથે ‘છાંટોપાણી’ની વ્યવસ્થા ઉમેદવાર તરફથી કરવામાં આવવાનો સિલસિલો લગભગ દરેક ચૂંટણીમાં જોવા મળતો હોય છે ત્યારે આ વખતની ચૂંટણીમાં પણ તે યથાવત જ રહેવા પામ્યો છે.

જો કે આ વખતે પોલીસ અને તેમાં પણ ખાસ કરીને સ્ટેટ મોનિટરિંગ સેલે હાઈ-વે ઉપર પોતાના બાતમીદારોનું નેટવર્ક ‘એક્ટિવ’ કરી દઈને દારૂનો મોટો જથ્થો ગુજરાતમાં ન ઘૂસી જાય તે માટે કમર કસી લીધી છે. દરમિયાન આજે શામળાજી આશ્રમ ચાર રસ્તા પાસેથી દારૂની 31272 બોટલ ભરીને પસાર થઈ રહેલા ટ્રકને પકડી પાડી તેના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.બી.તરારે અરવલ્લી જિલ્લાના શામળાજી આશ્રમ ચાર રસ્તા પાસે વોચ ગોઠવીને પસાર થઈ રહેલા ટ્રક નં.જીજે-6વાયવાય-4280ને અટકાવી તેની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે ટ્રકના ચાલક પ્રકાશસિંહ ઉર્ફે બોદુ પુનમસિંહ ચૌહાણ (રહે.રાજસ્થાન)ની ધરપકડ કરીને તેની પૂછપરછ કરતાં તેણે ‘પોપટ’ બની જઈને કબૂલાત આપી હતી કે દારૂનો આ જથ્થો કુખ્યાત સપ્લાયર દેવીલાલ સંપતલાલ કલાલે મોકલ્યો હતો. જે નડિયાદ ખાતે બૂટલેગરને આપવાનો હતો.

જો કે બૂટલેગર જથ્થો લેવા આવે તે પહેલાં જ એસએમસીએ પકડી લેતાં હવે ડ્રાઈવરની પૂછપરછ બાદ બૂટલેગરને દબોચી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવશે. સ્ટેટ મોનિટરિંગ સેલે 38.40 લાનિી કિંમતનો 31272 બોટલ દારૂ, મોબાઈલ ટ્રક, રોકડ સહિત કુલ રૂા.48,47,210નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચૂંટણીને કારણે અત્યારે દારૂની ખપત વધારે રહે છે અને ખાસ કરીને રાજકીય પક્ષો દ્વારા મોટાપાયે દારૂનો જથ્થો મંગાવવામાં આવતો હોવાની વાત છે ત્યારે આટલો મોટો જથ્થો કયા બૂટલેગરે મંગાવ્યો હશે અને તે બૂટલેગર આ દારૂ વેચવા માટે લાવ્યો હશે કે કોઈ રાજકીય પક્ષને આપવાનો હશે તે દિશામાં ઉંડાણપૂર્વક તપાસ થવી જરૂરી બની જાય છે.

બીજી બાજુ દારૂનો જથ્થો મોકલનાર મુખ્ય સપ્લાય દેવીલાલ કલાલ અનેકવાર ગુજરાતમાં દારૂ સપ્લાય કરવા બદલ પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોય સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તેને પકડવા તજવીજ શરૂ કરી દેવામાં આવી છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ! અધધધ…. 31272 બોટલ પકડતું સ્ટેટ મોનિટરિંગ સેલ, ટ્રક ઇંગ્લિશ દારૂ અને રોકડ રકમ સહીત 48 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

Related posts

મુંબઈ / લાલબાગમાં 60 માળની બિલ્ડીંગમાં ભીષણ આગ, એક શખ્સ પોતાનો જીવ બચાવવાં બાલ્કનીમાં લટક્યો, અંતે નીચે પટકાયો, જુઓ લાઈવ વિડીયો

Phone: 9998685264.

ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થી માટે સારા સમાચાર! નાપાસ થશો તો પણ વર્ષ નહી બગડે

Phone: 9998685264.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સબસીડી માટે શરુ કરાયેલ i khedut portal નું સર્વર ડાઉન! ખેડૂતોમાં નિરાશા ફેલાઈ, સરકાર ટેક્નિકલ ખામી દૂર કરી ખેડૂતોને સબસીડીનો લાભ અપાવે: દર્શન નાયક

Phone: 9998685264.

Leave a Comment