Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજસ્થાનથી ગાંજો લાવી હેરાફેરી કરનાર 2 શખ્સની ધરપકડ! ચાંદખેડા પોલીસે 14 કિલો ગાંજા ઝડપી પાડ્યો, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો

રાજસ્થાનથી ગાંજો લાવી હેરાફેરી કરનાર 2 શખ્સની ધરપકડ! ચાંદખેડા પોલીસે 14 કિલો ગાંજા ઝડપી પાડ્યો, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 9

અહેવાલ- રીતેશ પરમાર

ચાંદખેડા પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન સધી માતા રોડ ચંપાવત ફાર્મ નજીકથી જાહેર રોડ ઉપર મેસ્ટ્રો સ્કૂટર ઉપર આવતા બે શખ્સોને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા.બંને શખ્સો વિરૃદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબ ગુનો નોંધાયો છે.

આ અંગેની વિગત એવી છે કે, ચાંદખેડા પોલીસ સ્ટેશન PSI શ્રી વી.જી. ડાભી તેમજ અ.પો. કો રજનીશ હરિભાઈ અને સર્વેલન્સ સ્કોડના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન સધીમાતા રોડ ઉપર એક મેસ્ટ્રો સ્કૂટર ઉપર બે શખ્સો વચ્ચે પ્લાસ્ટિકનો પીળા કલરનો થેલો રાખી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા.પેટ્રોલિંગમાં હાજર PSI વી. જી. ડાભીને સ્કૂટર સવાર ચાલકની હિલચાલ શંકાસ્પદ જણાઈ આવતા તેને રોકી તેમની પૂછપરછ કરી હતી.તે દરમ્યાન તેમની પાસે રહેલા પીળા કલરના થેલાને નીચે થી કાપીને જોતા તેમાં વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

 

ગાંજાના મોટા જથ્થા સાથે આરોપીઓ ને ચાંદખેડા પોલીસ સ્ટેશન લઈ જઈ કડક પૂછપરછ હાથ ધરતા એક આરોપી કમલેશ લછુજી રેગરે કબૂલાત કરી હતી કે તેઓ આ ગાંજાનો જથ્થો રાજસ્થાનના ભીલમાલ કરેડથી લઈને અમદાવાદ આવ્યો હતો.જયારે બીજો આરોપી (રિસીવર) કિશનલાલ માંગીલાલ રેગર રાજસ્થાનથી ગાંજાનો જથ્થો લઈને આવતા મુખ્ય આરોપી કમલેશ રેગરને પોતાના સ્કૂટર ઉપર બેસાડી માલ સગે વગે કરવા ચાંદખેડા ખાતેના સધીમાતા રોડ ઉપર થી પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન ચાંદખેડા પોલીસે બંને આરોપીઓને દબોચી લીધા હતા.

ઝડપાયેલા બંને આરોપીઓ પાસેથી ચાંદખેડા પોલીસે પ્લાસ્ટિકના પીળા કલરના થેલા માંથી 14 કિલો 250 ગ્રામ માદક પદાર્થ ગાંજાનો જથ્થો કિ, 1,42,500 બે મોબાઈલ ફોન કિ, 10,000 એક મેસ્ટ્રો સ્કૂટર કિ, 20,000 મળી કુલ 1,72,830 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આ બંને આરોપીઓ માંથી એક આરોપી કિશનલાલ માંગીલાલ રેગર અમદાવાદ ખાતેના રાણીપ અને અન્ય એક આરોપી કમલેશ લછુજી રેગર રાજસ્થાનના ભીલવાડા ખાતે રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. હાલ ચાંદખેડા પોલીસે બંને આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

રાજસ્થાનથી ગાંજો લાવી હેરાફેરી કરનાર 2 શખ્સની ધરપકડ! ચાંદખેડા પોલીસે 14 કિલો ગાંજા ઝડપી પાડ્યો, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો

Related posts

સહકારી આગેવાન દર્શન નાયકે ચીફ વિજિલન્સ કમિશ્નર અને ગુજરાતનાં મુખ્ય સચિવને કરી ફરિયાદ, આપખુદશાહી રીતે વહીવટ ચલાવતા જિલ્લાના રજીસ્ટ્રાર સામે આખરે કરાઈ ફરિયાદ

Phone: 9998685264.

રાણીપમા બુટલેગરો બન્યા બેફામ! આચાર સંહિતા હોવા છતાં દેશી દારૂ ખુલ્લેઆમ વેચાતો હોવાનો વિડીયો થયો વાયરલ, પોલીસની ભૂમિકા સામે સવાલ

Phone: 9998685264.

અમદાવાદ શહેરમાં ફરી એકવાર માનવ તસ્કરીનો કિસ્સો સામે, મહારાષ્ટ્ર પોલીસની તપાસમાં અમદાવાદનું કનેકશન સામે આવ્યું

Phone: 9998685264.

Leave a Comment