Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રવિન્દ્ર જાડેજાની જોરદાર સિદ્ધિ, ટેસ્ટ ક્રિકેટમાં 5 હજાર રન અને 400 વિકેટ લેનારો બીજો ભારતીય કે ક્રિકેટર બની ઇતિહાસ રચ્યો, આજની ટેસ્ટ મેચમાં 175 રનની ઈનીંગ રમી શેનવોર્ન ને શ્રદ્ધાંજલિ આપી

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 341

રીતેશ પરમાર

મોહાલી, તા.5
રવીન્દ્ર જાડેજાએ વધુ એક કારનામું કરી બતાવ્યું છે. ભારત-શ્રીલંકા વચ્ચે મોહાલીમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે સ્ટાર ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રવીન્દ્રએ શ્રીલંકાના બોલરોને એક પણ મચક ન આપી અણનમ 175 રન બનાવી લીધા છે. આ તેના ટેસ્ટ કરિયરની બીજી સદી છે.
તેના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 5034 રન થઈ ગયા છે. તે ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાંચ હજાર રન અને 400 વિકેટ લેનારો માત્ર બીજો ક્રિકેટર છે. તેના પહેલાં આ રેકોર્ડ માત્ર પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવના નામે હતો.

પૂર્વ કેપ્ટન કપિલ દેવે ભારત વતી 356 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા છે જે દરમિયાન તેના બેટમાંથી 9031 રન નીકળ્યા છે. આ ઉપરાંત કપિલે 687 વિકેટ પણ ખેડવી છે. અણનમ 175 રનની સૌથી મોટી ઈનિંગ પણ તેણે રમી છે. જ્યારે રવીન્દ્ર જાડેજા માહાલીમાં પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરની 284મી મેચ રમી રહ્યો છે. તેણે પોતાની સદીની ઈનિંગ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાંચ હજાર રન પણ પૂરા કર્યા છે. આ ઉપરાંત જાડેજાએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 468 વિકેટ પણ બનાવી છે. તે ઈજામાંથી કમબેક કરી રહ્યો છે પરંતુ અત્યાર સુધી કમાલનું પ્રદર્શન કર્યું છે. આ પહેલાં ટી-20 શ્રેણીમાં પણ તેણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

33 વર્ષીય રવીન્દ્ર જાડેજાની આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની બીજી સદી છે. આ મેચ પહેલાં તે 57 ટેસ્ટની 84 ઈનિંગમાં 34 રનની સરેરાશથી 2195 રન બનાવી ચૂક્યો હતો જેમાં એક સદી અને 17 અર્ધસદી સામેલ હતી. આ ઉપરાંત તેણે 232 વિકેટ પણ મેળવી હતી. જ્યારે વન-ડેની 113 ઈનિંગમાં 33 રનની સરેરાશથી 2411 રન પણ બનાવ્યા છે જેમાં 13 ફિફટી સામેલ છે તો 118 વિકેટ પણ તેણે લીધી છે. ટી-20 આંતરરાષ્ટ્રીયમાં તેણે 326 રન તો 48 વિકેટ ખેડવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

રવિન્દ્ર જાડેજાની જોરદાર સિદ્ધિ, ટેસ્ટ ક્રિકેટમાં 5 હજાર રન અને 400 વિકેટ લેનારો બીજો ભારતીય કે ક્રિકેટર બની ઇતિહાસ રચ્યો, આજની ટેસ્ટ મેચમાં 175 રનની ઈનીંગ રમી શેનવોર્ન ને શ્રદ્ધાંજલિ આપી

Related posts

કળયુગ / માતાએ પોતાના દીકરાને મોબાઈલ છોડી વાંચવાનું કીધું તો બાળકે માતાના માથામાં બેટ ફટકારી દીધું!માતા બેભાન થઈ જમીન પર ઢળી પડી ને બાળક મોબાઈલ જોવા લાગ્યો, જુઓ વિડીયો

Phone: 9998685264.

પાલનપુર / ચા ની કીટલી ચલાવતી દિવ્યાંગ મહિલાની SP કચેરીમાં આત્મહત્યા કરી લેવાની ચીમકી, દીકરીના અપહરણની ફરીયાદને 2 મહિના થયા છતાં કોઈ ભાળ મળતી નથી

Phone: 9998685264.

રાજકોટ ખાતેના 75 લાખના તોડકાંડના પડઘા, અમદાવાદ ક્રાઈમબ્રાન્ચના પીએસઆઈ સાખરાની કંટ્રોલરૂમમાં બદલી કરાઈ

Phone: 9998685264.

Leave a Comment