Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

બેદરકારી બાદ દાદાગીરી / રાજકોટમાં ટ્રાફિક પોલીસે મૂળ માલીકના દસ્તાવેજ અન્ય વાહન ચાલકને પધરાવી દીધા! જયારે વાહન ચાલકે પોતાના ડોકયુમેન્ટ પાછા માંગ્યા ત્યારે પોલીસે ઓનલાઈન કઢાવી લેવા શિખામણ આપી, જુઓ વિડીયો

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 3218

રાજકોટ શહેર પોલીસ વધુ એકવાર વિવાદમાં આવી છે. જેમાં ગ્રીનલેન્ડ ચોકડી ખાતે ટ્રાફિક વોર્ડન તેમજ કોન્સ્ટેબલ વાહન ચેકીંગ કરી રહ્યા હતા. આ દરમિયાન એક પછી એક દસેક વાહનોને રોકવામાં આવ્યા હતા. અને એક શ્રમિક પાસેથી બધા ઓરીજીનલ ડોક્યુમેન્ટ જોવા લીધા હતાં. થોડીવાર બાદ ભૂલથી તેણે તમામ દસ્તાવેજ અન્ય કોઈને આપી દીધા હતા. ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુક સહિતનાં ઓરીજીનલ દસ્તાવેજો ટ્રાફિક બ્રિગેડનાં હાથે ખોવાઈ જતા શ્રમિકે હોબાળો મચાવ્યો હતો.ત્યારે ટ્રાફિક બ્રિગેડ કર્મચારી લાજવાને બદલે ગાજતો હોય તેમ અભણ શ્રમિકને ઓનલાઈન દસ્તાવેજો કઈ રીતે કઢાવવા તેની માહિતી આપવા લાગ્યો હતો. ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે.


જાણવા મળતી વિગત અનુસાર, ગ્રીનલેન્ડ ચોકડી પાસે વાહન ચેકીંગ દરમિયાન 22 વર્ષીય કેશુ વિનુભાઇ મેર નામનો એક શ્રમિક ત્યાંથી પસાર થતા તેને ટ્રાફિક વોર્ડન દ્વારા તેને અટકાવાયો હતો. બાદમાં ટ્રાફિક જમાદાર સવજીભાઇ બાલાસરાએ યુવક પાસે બાઇકના અસલ દસ્તાવેજો માગ્યા હતા. જેને લઈને યુવકે લાયસન્સ અને આરસી બુક તેમજ આધારકાર્ડ આપ્યા હતા. અને બાઇકના વીમાની પહોંચ યુવકે મોબાઇલમાં બતાવી હતી. તમામ દસ્તાવેજો મેળવ્યા બાદ જમાદાર અન્ય વાહનચાલકો સાથેની કામગીરીમાં વ્યસ્ત થઇ ગયા હતા.

અંતે અડધો કલાક બાદ કેશુએ પોતાના ઓરીજીનલ દસ્તાવેજો પરત માંગ્યા હતા. જો કે દસ્તાવરજો નહિ મળતા જમાદાર બાલાસરા અને તેની સાથેના વોર્ડને દસ્તાવેજ કોઇક અન્ય વાહનચાલકને આપી દીધાની વાત સ્વીકારી હતી. તેમજ સાયલા પંથકથી આવેલા યુવકે પોતે પરત જશે ત્યારે રસ્તામાં કોઇ રોકશે તો તેમ પૂછતાં જમાદારે રોફ જમાવી પોતાનો મોબાઇલ નંબર આપી કહ્યું હતું કે, મને ફોન કરજે તેમ કહી યુવકને ધમકાવીને કાઢી મૂક્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મોટર વ્હિકલ એક્ટની કલમ 206 મુજબ વાહનચાલક પાસેથી પીએસઆઇ કે તેથી ઉપરના હોદ્દા વાળા અધિકારી જ વાહનચાલક પાસેથી અસલ દસ્તાવેજ માગીને ચેક કરી શકે છે. આમ છતાં જમાદાર બાલાસરાએ આ નિયમનો ઉલાળિયો કરીને વાહનચાલકને હેરાન કરવા માટે દસ્તાવેજ માગ્યા હતા, અને વાહનચાલકે તે પૂરા પાડતા લાપરવાહી દાખવીને ખોઇ નાખી વાહનચાલકની મુશ્કેલી વધારી હતી. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં વોર્ડન વાહન ચાલકને પોલીસમાં જાણ કરવા સહિતની માહિતી આપી રહ્યો છે. ત્યારે હવે આ મામલે ક્યારે તેમજ શુ કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

બેદરકારી બાદ દાદાગીરી / રાજકોટમાં ટ્રાફિક પોલીસે મૂળ માલીકના દસ્તાવેજ અન્ય વાહન ચાલકને પધરાવી દીધા! જયારે વાહન ચાલકે પોતાના ડોકયુમેન્ટ પાછા માંગ્યા ત્યારે પોલીસે ઓનલાઈન કઢાવી લેવા શિખામણ આપી, જુઓ વિડીયો

Related posts

અમદાવાદમાં વધુ એક દુષ્કર્મની ઘટના, વટવામાં પાડોશીએ 16 વર્ષની સગીરાને ભગાડી જઈ 6 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું!

Phone: 9998685264.

અમદાવાદમાં ગુજરાત ક્વિન ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરવા જતા વ્યક્તિનો જીવ ટ્રેન પાયલોટે મસીહા બનીને બચાવ્યો……જુઓ વિડીયો

Phone: 9998685264.

વર્લ્ડકપ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમ માટે આવ્યા સારા સમાચાર! ઋષભ પંત અફઘાનિસ્તાન સામેની શ્રેણીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી શકે છે – અહેવાલ

Phone: 9998685264.

Leave a Comment