Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

બુટલેગરે સરપંચના પતિને આપી જાનથી મારી નાખવાની ધમકી! તારે SP ને કહેવું હોય તો કહી દેજે, દારૂ તો આજેય બંધ ના થાય ને કાલેય બંધ ના થાય

બુટલેગરે સરપંચના પતિને આપી જાનથી મારી નાખવાની ધમકી! તારે SP ને કહેવું હોય તો કહી દેજે, દારૂ તો આજેય બંધ ના થાય ને કાલેય બંધ ના થાય

Our Visitor

000109
Total Users : 109
Total views : 208
Who's Online : 1
Views 4468

બુટલેગરે સરપંચના પતિને આપી જાનથી મારી નાખવાની ધમકી! તારે SP ને કહેવું હોય તો કહી દેજે, દારૂ તો આજેય બંધ ના થાય ને કાલેય બંધ ના થાય

સુરેન્દ્રનગર –

ખોડુ મહિલા સરપંચના પતિ અને રૂપાવટીના સરપંચના ભાઈને ધમકી આપી
બુટલેગર વિરુદ્ધ દારૂ ઉપરાંત હત્યા સહિતના અનેક ગુના નોંધાયેલા છે
પોલીસ દ્વારા અનેક દરોડા કરવા છતાં દેશી દારૂની બદી દુર થતી નથી

વઢવાણ તાલુકાના રૂપાવટી ગામે રહેતા બુટલેગરે ગામના સરપંચના ભાઈ અને ખોડુ મહિલા સરપંચના પતિને દેશી દારૂ બાબતે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવની અલગ-અલગ ફરિયાદ જોરાવરનગર પોલીસ મથકે નોંધાતા ચકચાર ફેલાઈ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેક દેશી દારૂ ના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. જેની રજૂઆત સરપંચના પતિ અને સ્થાનિક આગેવાનો દ્વારા પોલીસમાં અવાર નવાર કરવા છતાં દેશી દારૂની બદી દૂર થતી નથી. ગામમાં દેશી દારૂ ના ખુલ્લેઆમ વેચાણથી યુવાધન બરબાદી તરફ ધકેલાઈ રહ્યો છે. આ વાતની ચિંતા કરતા ગામના આગેવાનો અને સરપંચના પતિ દ્વારા પોલીસમાં કરાયેલી રજૂઆત તેમને જ ભારે પડી છે. માથાભારે બુટલેગરે ફરિયાદ કરનારને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

બનાવ અંગે વધુ મળતી માહિતી મુજબ વઢવાણ તાલુકાના ખોડું ગામે રહેતા સિધ્ધરાજસિંહ ચંદુભા ખેર તેમજ રૂપાવટીના યુવરાજસિંહ સુખદેવસિંહ ઝાલાએ જોરાવર નગર પોલીસ મથકે માથાભારે બુટલેગર વિરુદ્ધ જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાવી છે. આ વાતની જાણ થતા રૂપાવટી ગામના ભુપતભાઈ ધીરુભાઈ મારૂણિયાએ બંને ફરિયાદીઓને ફોન કરી ધમકી આપી હતી. દારૂ તો આજે બંધ ના થાય ને કાલે બંધ ના થાય, તારે એસપીને કહેવું હોય તોય કહી દેજે. દારૂ વેચાતી કોઈપણ ભોગે બંધ નહીં થાય અને ત્યારબાદ બુટલેગરે કહ્યું હતું કે મારા વિરુદ્ધમાં ફરિયાદ કરી છે તો તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેજો.

બંને ફરિયાદીઓએ દારૂના દૂષણની ફરિયાદ તેમજ ત્યાંના બુટલેગરે આપેલી જાનથી મારવાની ધમકી વિરુદ્ધમાં જોરાવર નગર પોલીસ મથકે તાત્કાલિક ફરિયાદ નોંધાવતા આ કેસની વધુ તપાસ બીટ જમાદાર નિતીનદાન મોડ દ્વારા હાથ ધરવામાં આવી હતી. વધુમાં આપને જણાવી દઈએ કે આ આરોપી સામે દેશી દારૂના અનેક ગુના ઉપરાંત હત્યા, તેમજ ખંડણી માંગવાનો ગુનો પણ પોલીસ ચોપડે નોંધાયેલો છે. ત્યારે આ માથાભારે બુટલેગર કાયદા કે પોલીસ નો ડર રાખ્યા વગર ગામના મહિલા સરપંચના પતિ અને આગેવાનોને ધમકી આપી રહ્યો છે. આ પોલીસને પણ પડકાર ફેંકી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ આવા બેફામ અને કુખ્યાત બુટલેગર વિરુદ્ધ કેવા કાયદાકીય પગલાં ભરશે. તેના પર સૌની મીટ મંડાયેલી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

બુટલેગરે સરપંચના પતિને આપી જાનથી મારી નાખવાની ધમકી! તારે SP ને કહેવું હોય તો કહી દેજે, દારૂ તો આજેય બંધ ના થાય ને કાલેય બંધ ના થાય

Related posts

સગીર પુત્રી પર બળાત્કાર ગુજારનાર નરાધમ પિતાને આજીવન કેદ

Phone: 9998685264.

કપિલ શર્મા કોમેડી નાઈટ્સના પ્રખ્યાત કોમેડિયન ડોક્ટર મશહૂર ગુલાટીના નામથી જાણીતા સુનિલ ગ્રોવરની તબિયત લથડી, હાર્ટ સર્જરી કરાઈ

Phone: 9998685264.

અમદાવાદમાં ‘નાઈટ હાફ મેરેથોન’ને મુખ્યમંત્રીએ કરાવ્યું ફ્લેગ ઑફ, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, નશામુક્તિના સંદેશા માટે શહેરના માર્ગો પર અમદાવાદીઓ દોડ્યા, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસત્વ અને પોલીસની મહેનતથી સફળ થયો કાર્યક્રમ

Phone: 9998685264.

Leave a Comment