Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પ્રજાની રક્ષા કરનાર પોલીસની સુરક્ષા કરવી જરૂરી, ગુજરાતનાં પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા 24×7 ના ધોરણે ટેલી મેડિસિન અને હેલ્થ કેરની સુવિધા કાર્યરત કરાઈ

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 288

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ગુજરાત પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની કોરોનાથી સુરક્ષા ટેલી મેડિસિન સેવા કાર્યરત કરાઇ
24 X7ના ધોરણે ટેલી મેડિસિન અને હેલ્થ કેરની સુવિધા ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા કાર્યરત કરવામાં આવી

અમદાવાદ શહેર કોરોનાનું હોટ સ્પોટ બન્યું છે. ત્યારે કોરોનાની ચપેટમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ એવા પોલીસકર્મીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. જેમાં અમદાવાદ શહેરના 2 જેસીપી પણ સંક્રમિત થયા છે. તો 3 એસીપી, 2 પીઆઇ સહિત શહેરના 535 પોલીસ કર્મીઓ કોવિડ પોઝિટિવ આવ્યા છે. ત્યારે ગુજરાત પોલીસના કર્મીઓ માટે ખાસ સુવિધા શરૂ કરાઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા 24 X7 ના ધોરણે ટેલી મેડિસિન અને હેલ્થ કેરની સુવિધા કાર્યરત કરવામાં આવી છે. ગુજરાત પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની કોરોનાથી સુરક્ષા ટેલી મેડિસિન સેવા કાર્યરત કરાઇ છે. શહેર જિલ્લા અને ખાલ એકમોમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ,કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનોને કોવિડના સંક્રમણથી બચાવવા અને સંક્રમિત થયે સારવાર પૂરી પાડવા માટે શ્રી સોમચંદ ડોસાભાઇ ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદના સહયોગથી 24 X7ના ધોરણે ટેલી મેડીસીન અને હેલ્થ કેરની સુવિધા ગુજરાત પોલીસ વડા આશિષ ભાટીયા દ્વારા કાર્યરત કરવામાં આવી છે. ટેલીમેડીસીન સેવા માટે હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પોલીસમાં છેલ્લા કેટલાય સમયથી કોવિડ 19નો કહેર વધી રહ્યો છે. સરકાર આકરા નિયમો લાવી રહી છે, પરંતુ આ નિયમોનું પાલન હજુ પણ અમુક અંશે થઈ રહ્યું છે. બીજી તરફ કોવિડના કેસો વધી રહ્યા છે. ત્યારે પ્રજાની રક્ષા કરતા પોલીસકર્મીની રક્ષા ખૂબ જ જરૂરી બની રહે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

પ્રજાની રક્ષા કરનાર પોલીસની સુરક્ષા કરવી જરૂરી, ગુજરાતનાં પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા 24×7 ના ધોરણે ટેલી મેડિસિન અને હેલ્થ કેરની સુવિધા કાર્યરત કરાઈ

Related posts

અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન!સામાજિક સૌહાર્દ અને હિન્દૂ મુસ્લિમ ભાઈચારો ઝળકાયો,પોલીસ કમિશ્નરે હાજરી આપી કાર્યક્રમને બિરદાવ્યું

Phone: 9998685264.

ગોધરા હાઇવે પર મહંત પરિવારની કારને જોરદાર ટક્કર મારી ઇજા પહોંચાડનાર ઇકો ચાલક વિરૂધ્ધ આખરે ફરિયાદ થઈ દાખલ

Phone: 9998685264.

ગુજરાતમાં શીતલહેર થી લોકો ઠુંઠવાયા, નલિયા સૌથી ઠંડુ 2 ડિગ્રી, અમદાવાદ, જામનગર,ડીસામાં પણ ઠંડા પવનથી લોકોનું જીવન અસ્ત વ્યસ્ત, મોટા ભાગના શહેરોમાં બપોરે પણ ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી

Phone: 9998685264.

Leave a Comment