Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પીએમ મોદીનો માસ્ટરસ્ટ્રોક: અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય “ભૂપેન્દ્ર પટેલ” બન્યા ગુજરાતના 17માં મુખ્યમંત્રી.

Our Visitor

000111
Total Users : 111
Total views : 210
Who's Online : 1
Views 307

ગુજરાતનાં નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

રીતેશ પરમાર

ગાંધીનગર ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે છેલ્લા 24 કલાકથી ચાલતી અટકળોનો આજે અંત આવી ગયો.. ગુજરાતના 17 માં મુખ્યમંત્રી તરીકે અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી.

શનિવારના રોજ રાજ્યના સીએમ વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ ગુજરાત સહિત દેશ અને વિદેશમાં હવે ગુજરાતના નવા સીએમ કોણ બનશે તેના ઉપર સૌ કોઈનું ધ્યાન કેન્દ્રિત થયું હતું અને અનેક નામોની ચર્ચા પણ થવા લાગી હતી.

તમામ લોકોના મોંઢે નીતિન પટેલ, મનસુખ મંડવીયા, આર.સી. ફળદુ, પ્રફુલ પટેલ, ગોરધન ઝડફિયા, CR પાટીલના ચાલતા નામો વચ્ચે કમલમ ખાતે પહેલા કોર કમિટીની બેઠક અને ત્યાર બાદ ધારાસભ્યોની બેઠક મળી હતી. જેમાં કમલમ ખાતે વિજય રૂપાણી દ્વારા જ તેમના પુરોગામી તરીકે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની જાહેરાત કરવામાં આવી.

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકોના પરિણામમાં સૌથી વધુ 1.17 લાખની લીડ સાથે ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી મેળવ્યું હતું.

રૂપાણી સરકાર જતા ની સાથે પીએમ મોદી અને અમિત શાહે ફરી બધાને સરપ્રાઈઝ આપી છે. ચર્ચાતા તમામ નામો ઉપર ચોકડી મારી નવા ચહેરા તરીકે ગુજરાતની ગાદી ઉપર પાટીદાર નેતા ભુપેન્દ્રસિંહ પટેલને બિરાજમાન કરી ગુજરાતના મુખ્યમંત્રી બનાવી ગુજરાતની કમાન આપી દીધી છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કોરોના કાળમાં સરાહનીય કામગીરી બજાવી હતી. તેઓ પોતે પણ કોરોના સંક્રમિત થયા હતા. 50 બાળકોનો તમામ ખર્ચ તેઓએ ઉપાડી લીધો હતો. તેઓ ઓડામાં કમિશનર પણ રહી ચૂક્યા છે. આમ ગુજરાતને પીએમ મોદીએ ફરી સરપ્રાઈઝ આપી પાટીદારનું વર્ચસ્વ ગુજરાતની ગાદી ઉપર ફરી વાર સવાયું કરી દેવામાં આવ્યું છે. એકદમ નિખાલસ ડાઉન ટુ અર્થ ગણાતા ભુપેન્દ્ર પટેલને ગુજરાતનું સુકાન સંભાળવાનો અવસર મળ્યો છે. ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રીને ખૂબ ખૂબ અભિનંદન..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

<em>પીએમ મોદીનો માસ્ટરસ્ટ્રોક: અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય “ભૂપેન્દ્ર પટેલ” બન્યા ગુજરાતના 17માં મુખ્યમંત્રી.

Related posts

ગુજરાત પ્રદેશ ભાંતુ વિકાસ પરિષદ દ્વારા ભાંતુ વિમુક્તિ દિવસની ઉજવણી કરાઈ, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, IAS IPS અને અન્ય ઉચ્ચ હોદ્દા માટે આકરી મહેનત કરવા વિદ્યાર્થીઓને કરાયા પ્રોત્સાહિત, સમાજને જાગૃત થવાની જરૂર : આગેવાનો એ સંકલ્પ લેવડાવ્યો

Phone: 9998685264.

માંડવી સુગર ને ખાનગી કંપની ને વેચીદેતા ખેડૂત આગેવાન દ્વારા આજ થી લડતના મંડાણ!પીઢ સહકારી આગેવાનો અને છોટે સરદાર નાં નામ થી જાણીતા ચૂપ કેમ બેઠા છે – દર્શનભાઈ નાયક

Phone: 9998685264.

રાજકોટમાં વધુ એક વિડીયો વાયરલ! કરો આ ભાઈનું જે કરવું હોય, વિડીયોમાં કહી રહ્યો છે, ભાઈ હું દારૂ પીવું છું, વેચું છું, અને પોલીસને હપ્તો પણ આપું છું

Phone: 9998685264.

Leave a Comment